મરચી ના ઉત્પાદન માટે કેટલું ખાતર ક્યારે આપવું ?

Red chilli: Glut leads to red chilli prices crashing 60%, exports ...

મરચીનો પાક સોલેનેસિ ગ્રુપ માં આવતા પાકો જેવાકે રીંગણ , ટામેટા વગેરે ની જેમ ખાતર ની આવશ્યકતા ઘણી વધારે હોય  છે , આ બધા લાંબા ગાળા ના પાક હોવાથી આ પાકો માં પોષણ વધુ માંગી લે છે ,

 રીંગણ ના મૂળ નો વિકાસ ઊંડા મુળ વાળા પાકો માં ગણાય છે , જો હાડપાન  કઠણ ના હોઈ તો રીંગણ ના મૂળ 120 થી 150 સેમી ઊંડા જઈ શકે છે , ટામેટા અને મરચી મીડીયમ મૂળ પ્રદેશ ફેલાવે છે પણ તેના છોડ ને પોષણ સારા એવા પ્રમાણ માં જોઈએ છે , 

મરચી નો વિચાર કરીયે તો છોડની ફેર રોપણી પછી ના 30 દિવસ છોડ સ્થિર થવા માં હોય છે પરંતુ પછી ના એટલે કે  ફેરરોપણી પછી ના 45 થી 105 દિવસ તેને સમયે સમયે ખાતર ની જરૂરિયાત વધુ રહે છે , 

આપણે વધુ જથ્થો મેળવવા માટે ફૂલ થી શરૂ  કરી મરચા પાકે  ત્યાંસુધી કેટલું  ખાતર ? ક્યારે ?અને કેટલું ?આપવું તે તમે કઈ પિયત પધ્ધ્તિ થી ખેતી કરો છો તેના આધારે કેટલું અનર ક્યારે આપવું તે નકી કરી શકાય , ડ્રિપ દ્વારા ખાતર આપવું અત્યંત સહેલું પડે છે અને સાથે સાથે રોગ જીવાત પણ ઓછા આવે છે તે નફા માં , મરચી ની ખેતી માં જમીન પૃથ્થકરણ ખુબ અગત્યનું છે તે કરાવજો અને સેન્દ્રીય ખાતર નો વપરાશ વધુ કરવાનો છે તે સમજી ને અત્યારથી જ તેની તૈયારી માં લાગી જજો , 

 તમારી અનુકૂળતા મુજબ નું બીજ પસંદ કરો ત્યારે તમારું લક્ષ કેટલા ઉત્પાદન નું છે તે પણ તમારી ડાયરી માં લખી રાખો , ટૂંક માં બીજ નો ખર્ચ મરચા ની કુલ ખેતી ખર્ચ નો ફક્ત દશ ટકા છે તે યાદ રાખી સારું પસંદ કરો , બીજ પસંદગી એ પાયા ની વસ્તુ છે પણ ઉત્પાદન લેવા સાચું અને સમયસર નું ખાતર આપવું પડશે વધુ વિગત માટે વોટ્સએપ કરો 9825229966
-

0 comments