થ્રિપ્સ ના નિયંત્રણ માટે હિંગ ના ખેડૂત પ્રયોગ ની વાત બીજાને જણાવશો


દિલીપભાઈ જણાવે છે કે મરચી હોય કે ડુંગળી કે પછી લસણ બધામાં થ્રિપ્સ નો મોટો ઉપાડો છે , મેં થ્રિપ્સ  માટે હિંગ નો પ્રયોગ કર્યો છે તે આપણા ગ્રુપ માં જણાવવા વિનંતી , થોડો પ્રયાગ કરી જુવો સારું લાગે તો બધી મરચી માં કરવો 

મારી ડુંગળી ને લસણ માં નીચે મુજબ પ્રયોગ કર્યો હતો 

200 લિટર પાણી માટે બનાવેલ દ્રાવણ નીચે મુજબ કર્યું એક કિલો હળદર પાવડર 

એક કિલો હિંગ પાવડર 

એક કિલો મિક્સર માં પાવડર કરેલ અજમો પાવડર 

200 લિટર પાણીમાં નાખી 48 કલાક પલળવા દીધું 


જેદિવસે છંટકાવ કરવો હતો તે દિવસે 
એક લીટર ગાય નું  દૂધ બરાબર ઉકાળી ને દૂધ ની તર ઉતારી નાખી 

દૂધ ઠંડુ પડવા દીધું તે 

ઠંડુ દૂધ  48 કલાક પહેલા બનાવેલ 200 લીટર હિંગ વાળા  દ્રાવણ માં ઉમેરી ને લાકડી 
થી ખુબ હલાવ્યું 


એક પમ્પ માં 750 મિલી નાખી ને છંટકાવ કરેલ , લસણ અને ડુંગળી માં થ્રિપ્સ થી સારું નિયંત્રણ મળ્યું હતું 


તમે એકાદ વીઘામાં પ્રયોગ કરી જુવો સફળતામળે તો બધા ને કહો 

0 comments