આજ ની ખેતી બ્લોગ


દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે  તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો , 

યાદ રાખજો  ભૂકીછારાના  રોગની  સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય 

મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી 


નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12  ગ્રામ/પંપ અથવા

કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા

એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા

અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ

અથવા 

ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.

કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો












આપણા  વિસ્તારના ખેતરની વાતમાં વોટ્સએપ 9825229966  આવતા પ્રશ્નો મુજબ 

અત્યારે નીચેના  રોગ ના લક્ષણો દેખાય રહ્યા છે 

એન્થ્રેકનોઝ 
ભૂકીછારાને લીધે પાન ખરવા  
ફાયટોપથોરા સુકારો

 
સાવચેત રહેજો , મરચી માં રોજ આંટો મારજો 

નીચેની જીવાંત નો ઉપદ્રવ દેખાય છે 


થ્રિપ્સ
સફેદમાખી
બ્લોસમ મીંજ   



મરચીની ખેતી માં તમે સાચી બીજ ની પસંદગી કરી છે કેમ તે હવે તમને ખબર પડશે  , 

તમારે કેવા મરચા વેચવા છે ?  લીલા , લાલ અથાણીયા , લીલા તીખા , સૂકા આ બધું ધ્યાન માં રાખી બીજની પસંદગી કરવી જોઈએ તે હવે સમજાય ગયું હશે 

મરચી ના રોગો માટે વિવિધ કારણો જવાબદાર હોઈ છે 

જેવા કે વાતાવરણના બદલાવ,
હવામાન માં થતા ફેરફાર ,  
ઝાકળ  ,
વધુ પડતો પિયત આપી દેવા થી જમીનના ભેજના લીધે ફુગના  રોગો વધે છે. 

મરચીમા  અત્યારે એન્થ્રેકનોઝ, 
ફાયટોપ્થોરા રૂટરોટ 
અને પાઉડરી મીલ્ડ્યું (ભૂકીછારો) મુખ્ય છે, 

મરચી ની ખેતી ભલે કરો પણ આ બધા રોગ ક્યાં મહિનામાં આવે , કેવા વાતાવરણ માં આવે , રોગ ના પ્રથમ લક્ષણો પારખી દવા છાંટવાની સમજણ રાખજો નહિ કે પાન ખરે ત્યારે દવા વાળા ને દોડતા કહેવા જતા કે મારે મરચી ના પાન  ખરે છે દવા આપો , આવા વખતે તમે નિયંત્રણ કરવામાં 15 દિવસ મોડા છો એ યાદ રાખો 

 મરચી ના પાંદડા ખરે છે ? તે કેમ ખરે છે તે સમજો  , 
પાંદડા એમનામ ખરે છે ?  કે છોડ ને તમે અડો  કે હલાવો તો  ખરે છે ?  



મરચી ની ટેલિગ્રામ ચેનલ - ખેતરની વાત -  મિત્રોને પણ જોડજો 






વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા  , જ્યાં નિતાર સારો ના હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા  નામનો સુકારો  આવી શકે  , 

ભર ચોમાસે આપણે કીધું હતું કે ત્યારે  કેવા ખેડૂતો એ ચેતી જવું જરૂરી હતું ?

 જે મરચી ઉગાડતા  ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે. 
પાળા ઉપર મરચી ચોપવી  જોઈએ તે કરી નથી. 
જયારે સતત વરસાદ આવે ત્યારે , જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી, 
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે, 
સારા નિતાર વગર  ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે. 

અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી  જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે , 
આમ  આખી હારમાં પાણીની દિશા માં  આ રોગ પ્રસરે છે. 
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે. 

આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો નીતાર રહે. 

કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,  આવતા વર્ષની મરચીની ખેતીમાટે આજનીખેતી પ્રવીણભાઈ નો બ્લોગ વંચાવો ને વાંચો , જીતો ને જીતાડો 

પાળા કર્યા હોઈ તે ખેડૂત ને મરચી સારી છે તમારી નજીકમાં કોઈએ મ્લચીંગ , પાળા અને ડ્રિપ સાથે મરચી કરી છે તેના અનુભવો તમારી આવતા વર્ષની  ખેતીમાં કામે લગાડો , મરચીની ખેતીમાં આવતા વર્ષે શું કરવું ? આ માટે આજેજ સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબ માં જોડાઈ જાવ , જોડાવા માટે તમારું નામ , ગામ આજેજ લખવો 9825229966  , સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબની મિટિંગમાં કૃષિ નિષ્ણાંતો આપણને માર્ગદર્શન આપશે 




ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.

પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.

રોગ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.

આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.

ઉગમણા-આથમણા વાવેતરમાં ભૂકીછારો ઓછો આવે છે કારણ કે હવા ઉજાસ રહે છે.

ભૂકીછારા થી પાન  ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે આપણા ગ્રુપને ખબર છે  , 
એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? 
સમજાય તેવી વાત છે 

પાંદડું ખરે ત્યારે તો બહુ મોડું થયું ગણાય  મારા ભાઈ , 😅

બોલો ભૂકી છારો ક્યારે લાગે ???? 15 નો તફાવતનો આંકડો યાદ છે ? 




વર્ષો થી જે ખેતર માં મરચી નો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે, 


મરચી ની ખેતી પાળા બનાવી ને કરવા નો સમય આવી ગયો છે ,  

પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલ ના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,   

રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે 

જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડ ના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.

400 x 90 
--






આપણી ' ખેતરની વાત'  ટેલિગ્રામ ચેનલના  1100 થી વધારે મરચીની સારી ખેતી કરતા મિત્રોને સાન્તાકલોઝની નવ વર્ષ 2021ની શુભેચ્છા 



-- --








ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?  



ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો  આવતો નથી. 

જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,  


હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો 

અથવા 

મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી  ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે  યાદ રાખજો,










શું આપણા પાસે ખેતી ને સારી બનાવવા માટે કોઈ ચાવી છે ખરી ?

આપણે થોડા વર્ષોથી એમજ માનીયે  છીએ કે ખેતીની ચાવી બીજા  પાસે છે આપણી પાસે નથી , પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવશાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની માસ્ટર- કી જો કોઈ હોઈ તો તે છે આ ચાર પ્રશ્નના જવાબ મેળવવા 


ખેતી ની કોઈ સમશ્યા હોઈ કે ખેતીની અગવડતા  કે મુશ્કેલી હોય ,  આ બધા માટે  ઉપર આપેલા ચાર પ્રશ્નો નો જવાબ શોધી કાઢો એટલે દરેક  સમશ્યામાં આ માસ્ટર- કી લાગે છે , 


દા .ત. મરચી માં રોગ આવ્યો છે , મરચી પીળી થઇ ગઈ છે , મરચીના પાનમાં દવા છાંટ્યા પછી કુક્ડાય ગયા હોઈ , મરચી ને પાણી લાગી ગયું હોઈ કે પછી મરચીમાં પાનના ટપકનો રોગ લાગ્યો હોય , 

દરેક સમશ્યા માટે ઉપરના  ચાર પ્રશ્નો પૂછો અને  જવાબ શોધો 

દા. ત. મરચીમાં પાન ના ટપક નો રોગ લાગ્યો છે 

 પ્રશ્ન શું છે ? મરચીમાં પાન ના ટપક નો રોગ લાગ્યો છે ,  પાન ઉપર અનિયમિત આકાર ના ટપકાં છે, પાન  તોડી ને નિષ્ણાંત ને દેખાડવું જોઈએ અથવા  સારા અને અનુભવી વેપારી ને આ પાન બતાવવું જોઈએ તોજ   કારણ શું છે ? નો  જવાબ મળે 


 આપણને વૈજ્ઞાનિક જવાબ જોઈએ , એમનામ કઈ પણ દવા  છાંટો એવું નહિ , કારણ વૈજ્ઞાનિક સુજ વગર ખોટું નિદાન હોઈ તો ફેરો મોંઘો પડે કારણકે એક દવા નો ડોઝ ખોટો મતલબ આવક માં  ઘટાડો  


જો સાચું  કારણ મળી જાય તો આપોઆપ  
 ઉપાય શું છે ? નો જવાબ મળી જાય કે વરસાદના પાણી થી સતત પાન  ભીના રહેવાથી  અને વાતાવરણ કે  હવામાન ના બેક્ટેરિયા થી બેક્ટેરિયલ સ્પોટ છે , સાર્કોસ્પોરા નથી તો કોપર સાથે સ્ટ્રેપટો છાંટો તેવો જવાબ મળે 


છેલ્લું  હું શું કરી શકું ? હું કઈ કરું નહિ  અથવા નિર્ણય મોડો લઉં , કે ભાગીયાના ભરોસે રહું તો સાચી દવા પણ ઘણી વાર મોડી કે  અવ્યવસ્થિત છાંટવાથી આપણું કામ સરે નહિ અને એક રોગ મોડો કંટ્રોલ માં આવે એટલે પાક ઉત્પાદન માં નુકશાની આપી ને જાય 

 માસ્ટર- કી  નો ઉપયોગ વારંવાર ખેતી માં કે સાંસારિક જીવનમાં કરતા રહેજો 
અને હા,  
હું શું કરી શકું ? નો જવાબ મળ્યો એટલે તમે સફળ 

ચાલો જીતો ને જિતાડીએ , આ માસ્ટર - કી બીજા ને પણ આપજો 











































આવતા વર્ષે મરચીની ખેતી ખુબ મોટા પાયે થશે કારણકે આ વર્ષે મરચીના સારા ભાવ મળી રહ્યા છે , 
કપાસમાં ગુલાબી ઈયળ ની મુશ્કેલી છે , 
મગફળી માં વરસાદની આવશ્યકતા મોટી છે 
આ બધું જોતા મરચી એક વિકલ્પ તરીકે ઉભરી રહી છે , 

મરચીની ખેતીમાં થોડી સુજબુઝ અને સમયે સમયે પાક સરક્ષણ કરવાની તૈયારી હોઈ તો મરચીની ખેતી સારી છે  

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? 
કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? 

મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે 

સારું નીવડેલું  બિયારણ , 
પાળા ઉપર મરચી , 
મ્લચીંગ , 
ડ્રિપ અને સારા ફૂગનાશક અને 
ફર્ટીગેશન

મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ? તે તમારો સવાલ ખુબ અગત્યનો છે 

1- એક તો તમે જાતે આ વર્ષે અત્યારે જે ખેડૂતો સફળ છે તેને  મળો અથવા ફોન કરી માહિતી મેળવતા રહો અને તમારી         ડાયરી માં નોંધો 

2- પ્રવીણ પટેલની ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો અને અમલ કરતા રહો 

3- સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબ માં જોડાવ  રાજકોટ ખાતે  માર્ચ -એપ્રિલ મહિનામાં મરચીની ખેતીનો સેમિનાર-2021 યોજાશે તેમાં ભાગ લ્યો અને મોટી મોટી કંપનીના કૃષિ નિષ્ણાંતને સાંભળવાનો મોકો મેળવો  અને તેની સલાહ સાંભળો, તમારું નામ નોંધાવવા આજેજ ફોન કરો 9825229966

4- કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ ભરો , આવતા વર્ષના મરચી વિશેષાંક વાંચવાનું ભૂલતા નહિ  તમારી મરચીની ખેતીમાટે ખુબ ઉપયોગી વિશેષ અંક આખી સીઝન તમને તમારા મરચીને  લગતા મુંજવતા દરેક સવાલ ના સચિત્ર જવાબ મળશે,  

5- પાળા ઉપર મરચાની ખેતીમાં ઘણા રોગો સામે રક્ષણ મળતું હોવાથી મરચીના ખેડૂતો અપનાવી રહ્યા છે તે પદ્ધતિને કંટ્રોલ ટ્રાફિક ટીલેજ કહે છે. આ અંગેની ટૂંકી  માહિતી  નીચે મુજબ છે 

આવતા વર્ષની જમીન તૈયાર કરવા રોટાવેટર ચલાવો, ઢેફા ભાંગો, જમીન ભરભરી બનાવી દો અને પછી 3 થી 4 વર્ષ પાળા એમને એમ રાખવાના સંકલ્પ સાથે પાળા બનાવો 
કૃષિ વિજ્ઞાન દોઢ મીટર એટલે કે ૫ ફૂટનાં પાળા  બનાવો તો ચાલે,  
હા, તમારી પાસે સાધન હોય તે પ્રમાણે તમારી જરૂરીયાત મુજબ પણ પાળા બનાવી શકાય, 
દર વર્ષે પાળામાં ખાલી સબસોઈલર (એકદાંતી વાળું કલ્ટીવેટર) ચલાવો. પાળો એમ ને એમ રાખો 

આવું કરવાથી હાર્ડપાન તૂટશે તેમાં સેન્દ્રિય ખાતર, રાસા. ખાતર આપી દો, બેડ ને પ્રેસ કરી દબાવી દો, બેડ રોલરથી ઠીક ઠીક દબાવી દો  તેના ઉપર ડ્રીપ નળી મૂકી મલ્ચીંગ કરી દો, જ્યાં ડ્રીપર છે ત્યાં મરચી નું બીજ ચોપો અથવા રોપ ચોપો તો રોપ ને જંતુનાશક દવામાં બોળી બોળીને વાવવું ભૂલતા નહિ. 

વધુ વિગતો તમને કૃષિ મિત્ર ક્લબ સેમિનારમાં અને કૃષિ વિજ્ઞાન મેગેઝીન વિશેષાંકમાં વાંચજો , આજેજ  કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 




મરચીના ભાવ ટકવા આપણા હાથમાં નથી 

આપણા હાથમાં શું છે ? 

આપણી હાથમાં છે મરચીની કાળજી અને આપણી મરચીમાંથી ઉપજ વધુ મેળવવા આપવા જરૂરી પોષણ આપવાનું પ્લાંનિંગ 

તમારી બાજુના છગનભાઈએ પણ તમે વાવી  છે તે સેમ જાત અને બંને એ એક એકરની મરચી કરી છે , ધરું  અને ફેરરોપણી પણ એકજ દિવસે કરી છે , 

તમે રોજ આંટો મારીને સામાન્ય દવા દ્વારા સારું નિયંત્રણ સમયસર કર્યું છે , તમને ખબર છે કે એક ટન સૂકા માર્ચ કરવા કેટલું પોષણ આપવું પડે તે તમે ક્રમે ક્રમે આપો છો એટલે તમારી મરચી છગનભાઇ કરતા સારી છે 

કારણ તમે પોષણનું મૂલ્ય બરાબર સમજો છો , નવા નવા ખતરો નો સમયસર પ્રયોગ કરી તમે મરચીની ખામશી કરી છે 
છગનભાઇ કરતા તમારે મરચા ના મણિકા વધુ થાય તો તેજીનો લાભ કોને મળ્યો 

ભાવની એંસી  તૈસી વીઘે ઉપજ વધુ થાય તે જીતે 

 
PSAP ડબલ ફાર્મર ઇન્કમ કેટલોગમાં દર્શાવ્યા પ્રમાણે PSAP સંશોધક શ્રી પ્રશાંત કહે છે કે PSAPના સારા પરિણામો મેળવવા માટે નીચેના મુદ્દાનું ધ્યાન રાખો. 
  • એક લીટર પાણીમાં માત્ર  6 થી 8 ગ્રામ PSAP નાખો.  
  • PSAP નો સ્પ્રે વહેલી સવારે અથવા સાંજના ૪ વાગ્યા પછી કરો. 
  • PSAP નો સ્પ્રે કરો ત્યારે વાતાવરણીય તાપમાન ૩૦ સેન્ટીગ્રેડ થી ઓછું હોય તે જુઓ 
  • PSAPનો સ્પ્રે કરો ત્યારે નોઝલ સારી વાપરો જેથી સ્પ્રે એકદમ જીણો થાય અને છોડને પુરેપુરો ભીંજાવો. 
  • PSAP છાંટ્યા પછી ૨ કલાક પહેલા અને પછી વરસાદ કે ઝાકળ ન હોય તે સારી વાત છે. 
  • PSAPનો છંટકાવ વખતે પુરતા પાણીનો વપરાશ કરો. ફાલ અવસ્થાએ એકરે ૨૦૦ લીટર પાણીનો વપરાશ કરો. 
  • PSAPના છંટકાવ ૧૫ થી ૨૫ દિવસના અંતરે અથવા જરૂરિયાત મુજબ વહેલા પણ કરવા જોઈએ.  

 -





Anthracnose of chilli in Thailand |opallpyp - YouTube


મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ  એટલે રોગ , 
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ  આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી 

એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા. 

હવે 12 થી 14  કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ  


ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક  પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14  કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો  તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો 

 છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..


Book your Advt Here
400 x 90
Newer Posts Older Posts Home

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નુકશાન

જમીન

આજની ખેતી - બ્લોગમાં નવા પ્રશ્નો મુક્યાની જાણ મેળવવા માટે તમારો ઈમેઈલ આપી સબસ્ક્રાઇબ કરો.

નિષ્ણાંતનું માર્ગદર્શન

POPULAR POSTS

  • * શિયાળા માં યુરિયા ને બદલે નાઇટ્રેટ કેમ વાપરવાનું સમજાવજો ?
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • ઠંડી હોય ત્યારે મરચી ને નાઇટ્રોજન આપવું તો કયા સ્વરૂપે આપવું સારું ?
  • ખેતી એ ધંધો છે ખેતી ની આવક કેમ વધારવી ?
  • ફાયટોપ્થોરા બ્લાઈટ : ફાલ આવે તે પહેલાં મારે શું કરવું જરૂરી હતું ?
  • *ફાયટોપ્થોરા મરચીનો સુકારો લાગવાનું કારણ શું ?
  • મરચી ની ખેતી માં સફળતા માટે ની અગત્યની કઈ વાત છે ?
  • મરચી નો સુકારો - ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ?
  • દવા છાંટવાના પમ્પ માં પાણી ની કવોલિટી કેવી હોવી જોઈએ ?
  • મરચી ખેતી માટે જમીનનો પી.એચ કેટલો હોવો જોઈએ ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં એગ્રીમોજો ડાઉનલોડ કરો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates