આપણી ટેલિગ્રામ ચેનલ ના ખેડૂત મિત્રો આ વર્ષે મરચી ઉત્પાદનમાં આગળ રહ્યા તે ચેનલની સફળતા ગણાય
એક ખેડૂત તરીકે જયારે આવતા વર્ષે મરચી ની વૈજ્ઞાનિક ખેતી કરવી હોઈ તો  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મિત્રોને પણ જોડજો , એક બે  કૃષિ સલાહકાર નો સંપર્ક પણ  રાખો , એગ્રો ઇનપુટ જંતુનાશક અને ખાતરો  વેંચતા સારા પ્રામાણિક વેપારી સાથે દોસ્તી કરી રાખજો , પાવતા વર્ષની મરચીની જમીન તૈયાર કેવા શું કરવું તેના વિષે વિચારવા માંડજો , આવતા વર્ષની ખેતી રેઈઝબેડ  એટલે કે પાળા  ઉપર ને મ્લચીંગ અને ડ્રિપ સાથે કરવાનું આયોજન વિચારવા માંડજો , આવતા વર્ષની ખેતી માટે જરૂરી સિલ્ક મેળ  કરી રાખજો તો સરવાળે રોકડેથી તમને જોઈએ તે બિયારણ અને કેમિકલ ખરીદી શકશો નહીંતર આપે તે લેવું પડશે , 

આ વર્ષની મરચીની ખેતીમાંથી આપણે ઘણું શીખ્યા છીએ , ખેતરની વાત ટેલિગ્રામના 1100 થી વધુ  ખેડૂતો મરચીના ઉત્પાદનમાં સૌથી આગળ રહ્યા છે તે બધાને પૂછીને આવતા વર્ષની બીજ પસંદગી આપણે કરીશું , આપણા ખેડૂતો બીજા કરતા ઉત્પાદનમાં સૌથી  આગળ રહ્યા તે આપણી ચેનલ ની સફળતા ગણાય , સૌને  અભિનંદન -- --


0 comments