મરચીના પાક માં થતી કેમિકલ ઇન્જરી એટલે શું ? સાચી દવા પસંદ કરતા શીખો




ઘણીવાર બે ખોટી દવાઓ ભેગી કરવાથી પાન પીળા પડે છે, ખાખરી જાય છે, વાંકા વળી જાય છે, તેને કેમિકલ ઇન્જરી એટલે રસાયણનું નુકસાન કહે છે.

ખોટી દવા છાંટીએ અથવા વધુ પ્રમાણ છાંટીને મરચીના છોડવાઓને રાડ બોલાવી દઈએ છીએ , આપણી પાસે નથી એવા કાન કે નથી એવી નજર કે આપણે છોડ જે પોકારી પોકારીને કહે છે તે સાંભળી શકીયે ,

આપણે તો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને નઠારી દવાના રગડા સાચા નિદાન વગર છાંટે રાખીયે છીએ અને પાછા નો - ભેળવવાના રસાયણો ભેળવીએ

મરચીના છોડના પાન રૂપી રસોડામાં સ્કોરચિંગ ( પાંદડા ઉપર ઘસરકા કે દવાની દાહક અસરના લીટા પડવા ) કે પાન પર આવા કેમિકલના લીટા પડવા થી છોડ તણાવ માં આવી જાય છે , પાછો પડી જાય છે .

બહુ બધા રસાયણો ભેગાના કરો , ક્લોરીનવાળા ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નહિ વાપરો , હક્ક થી જોઈએ તે ટેકિનકલ માંગતા શીખશો તો ફાવશો ,


ખેતીની અવનવી સાચી પદ્ધતિ વિષે વાંચવું હોય તો કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ એકવાર ખોલજો અને બીજા મિત્રોને પણ કહેજો કે આ કૈક સારું છે ....





0 comments