પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?

herbicide injury ('glyphosate' ("RoundUp")) on Tomato ...

આપણે જંતુનાશક દવા થી અથવા નિંદામણ નાશક ની આડ અસર અથવા મરચીના પાંદડા પર વિપરીત અસર ની વાત કરી રહ્યા છીએ 
આજ નો પ્રશ્ન પણ ખુબ અગત્યનો છે કે પ્રોફેનોફોસ સાથે કઈ દવા ભેળવવી જોઈએ નહિ ? 

આપણે તો શું કરીયે છીએ ? 
બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી   ( સમજાયું) ?   અથવા તો બે સાચી દવા કે  જેનું પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બંને દવા ને મિક્સ કરી ને પાણી નું પ્રમાણ કે છંટકાવ માં વપરાતા પાણી ના પી એચ  નું ધ્યાન રાખ્યા વગર ભાગીયાને કહીયે કે છાંટી  દે અથવા પ્રમાણ ના જાળવવાથી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને પછી છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? 

આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ 

મરચી માં પ્રોફેનોફોસ દવા  સાથે કઈ બીજી દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો ક્લોરોથેનોલીન  દા .ત કવચ 
કોપર હાઇડ્રોક્સાઇડ 
કોપર ઓક્સીકલોરાઈડ 
માઈક્રોનાઇઝડ સલ્ફર 
અને અન્ય 


દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? 

કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? 


0 comments