વાઇરસ ફેલાવતી ચુસીયા જીવાત નું જીવન ચક્ર સમજવા વિનંતી

Western flower thrip Insecticide Resistance | Horticultural News
સફેદ માંખી  હોઈ કે થ્રીપ્સ, કથીરી  હોઈ કે મોલો  આ બધી જીવાંત નું જીવન ચક્ર સમજવું  પડે તો આપણે જીવાત ને ક્યાં સ્ટેજ માં મારવી તેનું આયોજન કરી શકીયે , જીવાંત ના મોટા મોટા 4 સ્ટેજ હોઈ છે ઈંડા -બચ્ચું -કોસેટો -પુખ્ત 

ચુસીયા જીવાંતો ના નિયંત્રણ ખુબજ ખુબ જ કાળજી સમજણ અને ખેતરમાં રોજ બિલોરી કાચ લઈને આંટોમારીને સ્કાઉટીંગ કરતા હોય તે ખેડૂત સારી રીતે કરી શકે છે. કારણકે દુશ્મન ને તેની નબળી કડી માં મારવો જોઈએ એટલે કે થ્રીપ્સના ઈંડા ક્યારે મુકાય અને ક્યા મુકાય તે ખબર હોય તો થાય ને ભાઈ,

થ્રિપ્સ કઈ કાગળ નો લખે કે હું તમારી મરચીમાં એટેક કરવાની છું 

ઉપરનું થ્રિપ્સ નું  જીવન ચક્ર સમજીયે તો આપણે વાત કરી ગયા તેવું વાતાવરણ થયું એટલે નર માદા  નું સંવનન થાય ને માદા  રાતે ઈંડા મૂકે આ ઈંડા ફૂટે( 2-4 દિવસ ) એટલે એમાંથી  લાર્વા નાનું બચ્ચું ( 1-2 દિવસ ) લાર્વા મોટુ થાય મોટું બચ્ચું (2-4 દિવસ) આ 6 દિવસ આપણ ને જોરદાર નુકસાન કરી જાય પછી લાર્વા પ્યુંપા તરીકે જમીન પડી જાય ને ( 1-5 દિવસ ) અને તેમાંથી ફરી વાતાવરણ થાય એટલે પુખ્ત બહાર આવે ને પાછા નર  માદા મળે ને આ ચક્ર ચાલ્યા કરે  

જીવાંત ની નબળી કડી એટલે ઈંડા,  ઈંડા મારો , ઈંડા મારવા ટ્રાન્સલેમીનીયર  ગુણ ધરાવતી ઈંડાનાશક દવા છાંટો તો ઈંડાનો જ નાશ કરી સફળતા મેળવી શકાય પણ ઈંડા મુકાય ક્યારે તે જ સમજણ ન હોય તો બીજા દિવસે  બચ્ચા બહાર આવી જાય તો પછી તેને મારવા માટે કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઈડ એટલે કે સ્પર્શ કરે તે મારે તેવી દવા છાંટવી પડે ત્યારે તમને વેપારી ઇંડાનાશક આપે તો કેટલો લાભ થાય ????

 તો પછી રાહ શેની જુઓ છો. મરચીની ખેતી કરવી હશે તો કુદરત, જીવાતનું જીવન ચક્ર અને કઈ નબળી કડી માં નિયંત્રણ કઈ દવાથી કરવું તે જાણવું પડશે. વાંચતા રહો.....
0 comments