સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
માહિતી સારી લાગે ને તમને થેક્યું કહેવાનું મન થાય તો પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -
0 comments