સાવધાન ખેડૂત મિત્રો : મરચીમાં આવી જીવાત - ફળ અને ફૂલને નુકશાન કરે છે - ગલ મીંજ


આ મચ્છર જેવી જીવાત મરચીમાં ઘણું નુકશાન કરી શકે 
સાવધાન 

ખેતરની વાતના ટેલિગ્રામ ચેનલ માટે મહત્વના સમાચાર 

વાતાવરણના બદલાવ સાથે એક નાનકડી મચ્છર જેવી જીવાત કે જે આંબા અને ડાંગરમાં મોટાભાગે આવે છે તે આજકાલ મરચીના પાક ઉપર એટેક કરી રહી છે 

સાવ નાનકડી મચ્છર જેવી આ  જીવાત મરચીના ફૂલમાં, થડમાં , મરચામાં નુક્શાનકરે છે , તેનું જીવન ચક્ર સમજી લેશો  તો તમને આ જીવાત ને કાબુમાં લેવું સાવ  સરળ બનશે . આ મરચીની  જીવાત નું નામ છે ગલ  મીંજ ગલ મીંજ ના પુખ્ત ઈંડા મૂકે છે તે ઈંડા અવસ્થા 3-4 દિવસની હોય છે , ઇંડામાંથી લાર્વા એટલેકે પહેલા નાની ઈયળ અને પછી પરિપક્વ લાર્વા બને છે ( ડોકમરડિયાની લાર્વા જેવું ) પછી તે કોશેટામાં પ્યૂપા માં ચાલી જાય છે આમ 4 અવસ્થા તેની 15 થી 20 દિવસમાં પુરી થઇ જાય છે , 


આ જીવાતના નુકશાન ને લીધે  મરચીના ફૂલ ખરી જાય છે , મરચીના ફળ કઢંગા , વાંકાચૂકા  કરી મૂકે છે


આના નિયંત્રણ  માટે નીમ સારું અસરકારક છે , પીળા સ્ટીકીટ્રેપ સારા કામ આવે છે, આજેજ સ્ટીકી ટ્રેપ વીઘે 5-10 લગાડી દ્યો  , લાઈટ ટ્રેપ દ્વારા  પુખ્તને આકર્ષિત કરી શકાય છે 


આવા સમયસરના સમાચાર બીજાને પણ પહોંચાડો આ પોસ્ટ ને તમારા મરચી ઉગાડતા મિત્રોને શેર કરો , જુવોઆ પોસ્ટની  નીચે 5 સોશીયલ મીડિયાના લોગો છે તેમાંથી વોટ્સએપ ઉપર ક્લિક કરી બધાને શેર કરી દેજો  નિયંત્રણ  માટે 
સ્પાઈરોટેટરામેટ ( મોવેન્ટો ) અથવા 
ડેલિગેટ (સ્પિનટૉરમ )અથવા 
થાયોમીથોક્ઝામ અથવા 
ઇમિડાક્લોપ્રીડ અથવા 
ફિપ્રોનીલ અથવા 
ફ્લોનીકામીડ  અથવા 
અઝારીડેક્ટિન  અથવા 
સાયનટરાનીલીપ્રોલ 

 મોનોક્રોટોફોસ સાથે ડીડીવીપી અથવા પ્રોફેનોફોસ જેવી દવા આપણે ડોકમરડિયામાં વાપરતા તે અહીં પણ વાપરવાથી ફાયદો મળી શકે  


ફોટો સોર્સ : કૃષિ વિકાસ વીરપુર કિશનભાઇ 

-- --

0 comments