થ્રીપ્સ જેવી નાનકડી જીવાત મરચીનો મહાદુશ્મન છે , થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અન્યથા એકવાર તેનો ઉપદ્રવ ખૂબ વધે તો છોડને ખૂબ જ નુકસાન કરે છે એટલે તો સમયસર થ્રિપ્સ નો કંટ્રોલ કર્યો ના હોય તો ઉત્પાદન ઘટે છે એ આપણા માટે મરચીની ખેતીનો નુકસાનનો સોદો પડી શકે.
થ્રીપ્સનાં નુકસાન માંથી ઘણી વખત છોડ બહાર આવી શકતો નથી. તેટલું નુકસાન આ નાનકડી જીવાત કરી શકે છે. થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે મૂકે છે, પાન કુકડાઈ જાય છે, જો આનું જીવન ચક્ર ની જાણકારી ના હોઈ તો ખેડૂત ખર્ચના ખાડા માં પડી જાય છે ,
દવા ઈંડા માટે જુદી અને દવા નાનકડા બચ્ચા માટે જુદી હોઈ છે એ પણ ખબર ના હોઈ તો ખર્ચ ના ખાડા માં ઉતાર્યા સમજો , તમારા પણ પાર ક્યાં સ્ટેજ ની થ્રિપ્સ છે તે જોજો , દવા લેવા ક્યારે જાવ છો તે મુજબ દવા બદલી જાય છે , સારી અને સાચી દવા વાપરજો , ટેક્નિકલ ક્યુ છે તે જાણજો અને દવા સીલબંધ પેકીંગ માં ખરીદજો , નિયમ આધારિત ખેતી કરો
પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે
એફીડોપાયરાપેન
સાયન્ત્રાનીલીપરોલ
ફ્લોનીકામીડ
એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ)
પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા
કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ
આ મચ્છર જેવી જીવાત મરચીમાં ઘણું નુકશાન કરી શકે
સાવધાન
થ્રીપ્સ એક સૌથી વધુ નુકસાન કરતી મરચીની દુશ્મન છે , તમને થ્રીપ્સ ક્યારે આવે ? ક્યારે મારવી ? કઈ દવા છાંટવી ?ક્યારે છાંટવી ? તે જ ખબર ન હોય તો મરચી ખાખરી જાય છે મરચા ઉપર લીટા લીટા થઈ જાય છે તે લીટા આડા કે ઉભા હોઈ શકે જાણે મરચાં તરડાઈ ગયા હોય તેવા થઈ જાય છે.
થ્રિપ્સ જીવાત ક્યારે ઈંડા મૂકે અને ક્યાં મૂકે તે આપણને ખબર છે કરણ કે આગળ આપણે જોઈ ગયા .થ્રિપ્સ ઈંડા પાંદડામાં ખાંચ કરીને અંદર ઈંડા મૂકે અને તે બેદિવસમાં સેવાઈને બચ્ચા બહાર આવી જાય . જો ઈંડા ને મારવા હોય તો ટ્રાન્સ્લેમીનીયર એટલે કે આંતરપ્રવાહી , આ દવા ઈંડાનાશક એટલે ઓવિસાઈડ કામ આવે છે.બચ્ચા બહાર આવી ગયા પછી આ દવા નહિ ચાલે ત્યારે કોન્ટેક્ટ દવા છાંટવી પડે
આ દવા સમય પ્રમાણે છાંટવી જોઈએ , ઈંડા અવસ્થા પુરી થયા પછી નહિ
આવી દવાની વાત કરીએ તેમાં પાંચ દવા નોંધો ,
ક્લોથીયાનીડીન,
ફીપ્રોનીલ,
ઈમીડાક્લોપ્રીડ,
પાયરીપ્રોક્ષીફેન
ઈટોફેનપ્રોક્ષ
વગેરે છે
થ્રિપ્સનું અત થી ઇતિ ? મરચીના ખેડૂતોએ ખાસ જાણવા જેવું