આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા

Total Pageviews






































રોગ ત્રિકોણ એટલે શું તે સમજીયે

આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જયારે ત્રણ પરિસ્થિતિ નિર્માણ થાય.

રોગકારક હાજર છે , વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકશાન થાય છે


રોગ ત્રિકોણ યાદ રાખો

જો તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકુળ હોય તો જ રોગ આવે છે તે રોકવા ખેડૂતે સમયસર પગલા લેવાથી ઓછા ખર્ચે નુકશાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે




1- રોપ તદુરસ્ત અને સફેદ માખી થી મુક્ત પેદા કરો - રોપ માં દવા છાંટો -રોપ ની ઉપર ઇન્સેક્ટ નેટ લગાડો .
2- રોપમાં સફેદમાખી આવી તો સમજો કે વાયરસ રોગનો ચેપ લાગી ગયો
3- ગયા વર્ષે જ્યાં મરચી હતી તે ખેતર માં મરચીની ફેરરોપણી કરશો નહિ , જ્યાં પાણી ભરાય રહેતી હોય તેવી જમીન પસંદ કરશો નહિ , દર ત્રણ વર્ષે જમીનની ઊંડી ખેડ થતી હોઈ ત્યાં મરચી વાવો
4- મરચી ની ખેતી પાળા ઉપર કરો તેના ઉપર ડ્રિપ અને 30 માઇક્રોન મ્લચીંગ લગાડો અને પાળા ઉપર ફૂટ ફૂટ ના અંતરે તંદુરસ્ત રોપ ના મૂળ ને ઇમીડાક્લોપ્રીડ અને ફુગનાશકના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો
5- ખેતરમાં એકલ દોકલ વાયરસ ઉપદ્રવીત છોડ દેખાય તો વહેલાસર તેને ઉપાડીને બાળી દયો .
6- ખેતરમાં રહેલ કે શેઢેપાળે રહેલ નિન્દામણ રોગ ફેલાવનાર રોગકારકો ના વાહક હોઈ છે તે દૂર કરો .
7- આજુબાજુ ના ખેતર માંથી આવતી સફેદમાખીથી બચવા દર છ- સાત મરચી ની હાર છોડી એક હાર પિંજર પાક તરીકે મકાઈ નો ચાસ કરો
8- સફેદમાખી -થ્રિપ્સ જેવી જીવાત કુક્ડ ના રોગની વાહક છે તેનું સમયસર નિયંત્રણ કરો , વીઘે 6 થી 7 પીળા ક્રોપ ગાર્ડ ટ્રેપ લગાડો
9- ચુસીયા જીવાત થી બચવા નીમ અને વાયરસ માટે ગૌમૂત્ર અને હિંગ નો પ્રયોગ વારંવાર કરો , વધુ પડતો ઉપદ્રવ થાય તો સફેદમાખી માટે જંતુનાશક પાયરોપ્રોક્સિફેન ( લાનો, ઓબેરોન અથવા સુમિપ્રેપ્પટ ) પ્રયોગ કરો
10-ચુસીયા જીવાત ખાસ કરી ને સફેદ માખી કે ચુસીયા માટે બજારમાં મળતી નામનેઠા વગર ની દવા વારંવાર છાંટશો તો જીવાત માં પ્રતિકારશક્તિ આવી જશે અને તમે નુકશાનીમાં આવી જશો , માન્ય દવા યોગ્ય માત્ર માં વાપરવા નું ગોઠવો















બીજ માટેનો 4R ખ્યાલ રાખો તો તમને  ખાતરી મળે  છે કે પાકમાંથી શ્રેષ્ઠ મળશે 


1️⃣ યોગ્ય બીજ - સફળતાનો પાયો

✅ વિવિધ આબોહવા અને જમીન માટે તૈયાર કરાયેલ ઉચ્ચ ઉપજ આપનારા હાઇબ્રિડ બીજ       પસંદ કરો .
✅ મજબૂત પાક માટે શ્રેષ્ઠ અંકુરણ, આનુવંશિક શુદ્ધતા અને બીજનો વિગર ખાસ જુવો .
✅ પાકના નુકસાનને ઘટાડવા માટે જંતુ અને રોગ પ્રતિકાર જાતની પસંદગી કરો. 

✅ પ્રમાણિત અને પરીક્ષણ કરાયેલ માન્ય કંપનીનું બીજ લેજો .

2️⃣ યોગ્ય સ્થળ -પાક ફેરબદલી અને જમીનની પસંદગી 

✅ શ્રેષ્ઠ પ્રદર્શન માટે યોગ્ય ક્ષેત્ર અને માટીનો પ્રકાર પસંદ કરવો.

✅ ઉપજ વધારવા માટે શ્રેષ્ઠ છોડની સંખ્યા અને અંતર જાળવવું ખાલા પુરવા .
✅ જમીનના સ્વાસ્થ્યને વધારવા માટે મિશ્ર પાક માં કઠોળ પાક અપનાવવા  
✅ ટકાઉપણું માટે વરસાદી અને સિંચાઈવાળી પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવું.

3️⃣ યોગ્ય સમય - સમયસર વાવેતર અને લણણીની ખાતરી કરવી

✅ મજબૂત ઉગાવા માટે શ્રેષ્ઠ સમય અને મોસમ અનુરૂપ અને જમીનની સ્થિતિમાં વાવણી.
✅ વધુ નફાકારકતા માટે બજારની માંગ જોઈને  વાવેતરને કરવું.
✅ વધુ સારા પાક સ્વાસ્થ્ય માટે સમયસર ખેત કામગીરી અને કૃષિ વ્યવહારો.
✅ ગુણવત્તા જાળવવા અને મહત્તમ વળતર મેળવવા માટે યોગ્ય તબક્કે લણણી.

4️⃣ યોગ્ય વ્યવસ્થાપન - શ્રેષ્ઠ ઉપજનું સંવર્ધન

✅ બીજ માવજત અને જીવાતો અને રોગો સામે રક્ષણ.
✅ શ્રેષ્ઠ વિકાસ માટે સંતુલિત પોષણ અને સચોટ સિંચાઈ.

✅ સ્વસ્થ પાક માટે સંકલિત નીંદણ અને જીવાત નિયંત્રણ.
✅ બીજની ગુણવત્તા અને ખેડૂતની નફાકારકતા સુનિશ્ચિત કરવા માટે લણણી પછીનું સંચાલન.





આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ

બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ

મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો

આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો

મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય


દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો



ગોંડલ વિસ્તારના ખેડૂતો  મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ?  શું કારણ ?

1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે  સારું બીજ પસંદ કરો 

2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા ,  મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં  મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .

3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .

4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .

Anthracnose of chilli in Thailand |opallpyp - YouTube


મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ એટલે રોગ ,
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી

એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા.

હવે 12 થી 14 કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ


ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો

છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..



ખેતીમા આપણા કાબુમાં શું છે? આપણા કાબુમાં છે કે પાકની અવસ્થા મુજબ શું કરવું અને શું આપવું તેનું સતત રોજ ધ્યાન આપવું,
ભાવ આપણા હાથમાં નથી પણ ઉત્પાદન વધારવું આપણા હાથમાં છે .

દા ત દુનિયાના કોઈપણ પાક ધાર્યું ઉત્પાદન મેળવવા કેટલું ખાતર તત્વોના રૂપમાં ખાતર જમીનમાંથી કેટલું ઉપાડે તેને ક્રોપ રિમૂવલ ડેટા કહેવાય ,


તમારી જમીન ની ફળદ્રુપતા અને નકામાં તત્વોની હાજરીની માહિતીના આધારે તેમાં વધઘટ કરીને તમારા પાકનો ફેર્ટીગેશન પ્રોગ્રામ બની શકે , જો તમારે ડ્રિપ થી પાણી અપાતું હોઈ તો !

તો તો આપણને ઉત્પાદનની ચાવી મળી ગઈ. જો મારે ૧૦ ટન ઉત્પાદન લેવું હોય તો ક્રોપ રિમૂવલ આંકડાને દસ ગુણીને પાક અવસ્થા પ્રમાણે જરૂરી પોષક તત્વો આપવાના આનું નામ ધાર્યું ઉત્પાદન લેવાની એક ચાવી. ના સાવ એટલું સહેલું નથી એગ્રોનોમીસ્ટ ની મદદ લેવી પડે ભલેને ઈ એકર દીઠ ફી લે


આવી તો મરચાની ખેતી માં ઘણી ચાવી છે બધી મળી જાય તો !!
પણ
આપણને ચાવી ક્યાં જોઈએ છે ?

શું તમે આવતા વર્ષ માટે ચીલી કી પાઠશાલા સેમિનાર કર્યો ? ના , તો જોડાવા માટે 9825229966 ઉપર વોટ્સએપ કરો



વાંચતા રહો ટેલિગ્રામ ની પ્રખ્યાત ચેનલ ખેતરની વાત બીજાને જોડવાનું ભૂલતા નહિ




આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.





મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.


દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે

આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.

પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,

કારણ શું છે ? ઉપાય શું છે ?

અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો

અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો



Powdery mildew, oidium - fungi on your plants | CANNA Australia



રોગકારક :

આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .


ભૂકીછારો થવાનું કારણ :

ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.

ભૂકીછારો ક્યારે આવે ?

શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.

બઝારમાં મળતી નવી દવાઓ :

નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા

કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા

એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા

અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ

અથવા

ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.



Powdery mildew, oidium - fungi on your plants | CANNA Australia

ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , પણ જો ભૂલી ગયાતો પાન ખરશે ત્યારે દવા લેવા દોડસો , ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે

શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સી. સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે

આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો,

આ રોગ રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે આવે છે.





યાદ રાખો મરચીમાં જીવાત, ફૂગ, બેક્ટેરિયા, વાયરસની સાથે સાથે તાપમાન, વધુ ભેજ, ઓછો સૂર્ય પ્રકાશ, અપૂરતા પોષક તત્વો, જમીનનો પી.એચ. અને હવા ઉજાસ પણ રોગકારકને ખુલ્લું મેદાન આપે છે એટલે જ કહેવાય  છે કે જે ખેડૂત મરચીના પાકના દુશ્મનને તેની નબળી કડીમાં અથવા તો પાણી પહેલા પાળના સિધ્ધાંત મુજબ નિર્ણય લ્યે છે તે મહત્તમ ખોખા લણી શકે છે.. 


દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,

યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય

મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી


નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા

કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા

એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા

અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ

અથવા

ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.

કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો


ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું


સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?

મને ખબર છે તમારો જવાબ ના છે

તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......


આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો

આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....

જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો

હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે


યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે

નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે

કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત


થ્રીપ્સનું નિયંત્રણ ક્યારે કરવું? તે ખુબ અગત્યનું છે તેથી ખેતરમાં આંટો મારી સ્કાઉટીંગ કરી ને મરચી ની થ્રેસોલ્ડ લેવલ પ્રમાણે પાંદડા દીઠ કેટલી થ્રીપ્સ છે તેનુ અવલોકન કરતુ રહેવું નહીતર થ્રીપ્સ નો ઉપદ્રવના નુકશાનમાંથી મરચીનો છોડ બહાર આવી શકતો નથી તેટલું થ્રીપ્સ પાંદડા ઉપર ઘસરકા કરીને નુકશાન કરી દે છે. મરચી ની ખેતી બહુ ટેક્નિકલ ખેતી છે , મરચી ની ખેતી નિયમ આધારિત કરો , ક્વોલિટી મરચા પકાવશો તો ફાવશો
થ્રીપ્સના નિયંત્રણ માટે

જંપ (ફીપ્રોનીલ) ૫ ગ્રામ/પંપ અથવા
સ્પીન્ટોરમ અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
ફેનપ્રોપેથ્રીન અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) ૨૫ મિલી/પંપ અથવા
રીઝન્ટ (ફીપ્રોનીલ) ૨૫ મિલી/પંપ અથવા
સ્પીન્ટોર (સ્પીનોસાડ) ૧૫ મિલી/ પંપ અથવા
મોવેન્ટો (સ્પયરોટેટ્રામેટ) ૧૨ મિલી/પંપ વારાફરતી પ્રયોગ કરવો.


ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.

પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.

રોગ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.

આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.

ઉગમણા-આથમણા વાવેતરમાં ભૂકીછારો ઓછો આવે છે કારણ કે હવા ઉજાસ રહે છે.

ભૂકીછારા થી પાન ખરે તે ખેડૂતની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે આપણા ગ્રુપને ખબર છે ,

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?
સમજાય તેવી વાત છે

પાંદડું ખરે ત્યારે તો બહુ મોડું થયું ગણાય મારા ભાઈ , 😅

બોલો ભૂકી છારો ક્યારે લાગે ???? 15 નો તફાવતનો આંકડો યાદ છે ?


ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?

ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી.

જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,


હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો

અથવા

મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે યાદ રાખજો,

સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.

સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો  ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ


 પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -
Thrips in Greenhouse Crops - Biology, Damage and Management

થ્રીપ્સ જેવી નાનકડી જીવાત મરચીનો મહાદુશ્મન છે , થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અન્યથા એકવાર તેનો ઉપદ્રવ ખૂબ વધે તો છોડને ખૂબ જ નુકસાન કરે છે એટલે તો સમયસર થ્રિપ્સ નો કંટ્રોલ કર્યો ના હોય તો ઉત્પાદન ઘટે છે એ આપણા માટે મરચીની ખેતીનો નુકસાનનો સોદો પડી શકે.

થ્રીપ્સનાં નુકસાન માંથી ઘણી વખત છોડ બહાર આવી શકતો નથી. તેટલું નુકસાન આ નાનકડી જીવાત કરી શકે છે. થ્રીપ્સ પાન ઉપર ઘસરકા કરી રસ ચૂસે છે. ઈંડા પણ તે પાનમાં સ્લીટ ખાંચો કરી પાનની વચ્ચે મૂકે છે, પાન કુકડાઈ જાય છે, જો આનું જીવન ચક્ર ની જાણકારી ના હોઈ તો ખેડૂત ખર્ચના ખાડા માં પડી જાય છે ,

દવા ઈંડા માટે જુદી અને દવા નાનકડા બચ્ચા માટે જુદી હોઈ છે એ પણ ખબર ના હોઈ તો ખર્ચ ના ખાડા માં ઉતાર્યા સમજો , તમારા પણ પાર ક્યાં સ્ટેજ ની થ્રિપ્સ છે તે જોજો , દવા લેવા ક્યારે જાવ છો તે મુજબ દવા બદલી જાય છે , સારી અને સાચી દવા વાપરજો , ટેક્નિકલ ક્યુ છે તે જાણજો અને દવા સીલબંધ પેકીંગ માં ખરીદજો , નિયમ આધારિત ખેતી કરો

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે ...

તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે રોજે રોજ ના તાપમાન ના આંકડા ગુગલ, અશોક પટેલ ની વેબસાઈટ કે મેઘદૂત એપ્પ માંથી નોંધો છો ? જો હા તો તમારી મરચી સારી રહેશે કારણ કે હવામાન અનુસાર તમારે મરચી ની માવજત કરવાની છે નહિ કે બાજુવાળો દવા છાંટે છે એટલે છાંટવી ! એમાંય આ વર્ષે ભાવ સારા રહેવાની શક્યતા છે ત્યારે 

જાગી જજો 

દા ત દિવસનું તાપમાન ૩૫ છે અને રાત્રિનું મીનીમમ ૨૫ છે
તફાવત કેટલો થયો ? ૧૦ સેન્ટિગ્રેડ દવા છાંટવાની જરૂર નથી.

પણ આજે દિવસનું તાપમાન ૩૭ છે અને રાત્રિનું ૨૨ થઈ ગયું તો તફાવત કેટલો થયો ? ૧૫ તો દવા છાંટી દયો.

ચોથા દિવસે દિવસનું તાપમાન ૩૮ અને રાત્રિનું ૨૦ થઈ ગયું તો ફરી દવા છાંટવાનું શરૂ કરો

અથવા

સહેલો ઉપાય તમારી પત્નીના હોઠ અને ચામડી સૂકા હવામાનને લીધે તરડાઈ કે તે પોતાની ચામડી ઉપર નખથી તમારું નામ લખી શકે ત્યારથી ભૂકીછારા માટેની દવા છંટકાવ કરવો

અથવા 15 સેન્ટીગ્રેટ તફાવત વાળું વાતાવરણ જેટલી વાર થાય એટલી વાર ભુકીછારા ની દવા 80 ટકા સલ્ફર છાંટો ,તો તમે ભૂકીછારાના નુક્શાનમાંથી બચી જશો

સારું તે તમારું

પણ મરચી હજુ ઉગે ત્યારથી ભૂકીછારાની દવા છાંટવાની જરૂર નથી એમ મારુ તમને કહેવાનું છે,

મરચી હોય કે ટામેટી વાનસ્પતિક વિકાસ માટે કોઈ પણ પાક ને નાઇટ્રોજન ની આવશ્યકતા હોય છે , નાઇટ્રોજન ની પૂરતી
માટે સારું અને સસ્તું ખાતર યુરિયા છે તે આપણે બધા જાણીયે છીએ એટલે આપણે તેને સમજી ને વાપરવા ને બદલે વધુ
વાપરીને પાક ને નુકશાન કરીયે છીએ

ઘણા ખાતરો મોંઘા હોય છે પરંતુ જરૂરિયાત હોય તો મોંઘા ખાતરો પણ વાપરવા પડે.

દા.ત નાઇટ્રોજન માટે યુરિયા સસ્તુ ખાતર છે અને તે જ વાપરવું જોઈએ પણ
છોડ કંઈ યુરિયા ખાતો નથી તે તો જમીનમાં રહેલા બેક્ટેરિયા ની હાજરીમાંજ એમોનિકલ ફોર્મ અથવા
નાઈટ્રેટ માં રૂપાંતરિત બને છે. પણ જો ૧૨ સે.ગ્રે થી વધુ ઠંડી હોય તો બેક્ટેરીયા ઓછા પ્રવૃત્ત હોય ત્યારે યુરિયાનો લાભ જલ્દી મળતો નથી તેથી આવા વખતે ન છૂટકે એમોનિયમ સલ્ફેટ કે પોટેશિયમ નાઇટ્રેટ વાપરીને લાભ લઈ લેવાય.

વિજ્ઞાન સમજાય તેને ખેતી માં ફાયદો ઘણો થઈ શકે કારણ કે બચત ઘણી થાય છે

Widespread crop damage from dicamba herbicide fuels controversy

મરચી ના પાંદડા પર આપણે કેમિકલ ઇન્જુરી ખોટી દવા કે દવાના મિશ્રણ નું નુકશાન ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ

આપણે કેવા ખબર છે ? આપણે અભ્યાશ બહુ ઓછો કરીયે અને ડાયરી પણ રાખીયે નહિ

આપણે બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટીએ
અથવા
ઘણી વાર પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બે કે ચાર દવા ને મિક્સ કરી ને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી

આવું થાય ત્યારે કેટલું નુકશાન જાય તેની આપણને જરાય ખબર નથી બોલો,

છોડ આ આઘાત કે નુકસાની માંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ

મરચી માં ટબુકોનાઝોલ અને મેટાલેકઝીલ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો


ટેબુકોનાઝોલ સાથે કોપર હાઇડ્રોક્સાઇડ કે કોપર ઓક્સીકલોરાઇડ ભળતું નથી

મેટાલેકઝીલ સાથે કોપર કે માઇક્રોનાઇઝડ સલ્ફર કે લૂફેનયુરોન કે થાયોડિકાર્બ ભેળવવું નહિ


દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?

કારણ મરચી તો તમારી છે ને તેમાંથી તમારે આવક મેળવવા ની છે તો પછી કાળજી તમારી હોવી જોઈએ ને દવાના વેપારી ની ?

વિચારજો , વાંચતા રહો આજની ખેતી ચેનલ



તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં  એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ? 

વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી  શું વપરાયું ?

નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાં અને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ શક્ય  બની .

હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના  કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો  કેટલું ઉત્પાદન લેવું છે ?


પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે



એફીડોપાયરાપેન

સાયન્ત્રાનીલીપરોલ

ફ્લોનીકામીડ

એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ) 


પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા


કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ







મરચીમાં પોચો સડો: 

  • બેક્ટેરીયલ સોફ્ટ રોટ- પોચો સડો
  • ગ્રે મોલ્ડ ના લીધે 




મરચીમાં પાંદડામાં કાણાં પડ્યા નું કારણ : 
  • ગોકળગાય, ઈયળ, ઢાલીયાનો ઉપદ્રવ હોઈ શકે અથવા 
  • મેંગેનીઝ તત્વની ખામી હોઈ શકે 

વધુ માહિતી માટે વાચતા રહો 


ChiLCV ચીલી લીફ કર્લ વાઈરસ એ મરચી ઉગાડનાર ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તેનું નિયંત્રણ કરવા માટે જંતુ દવા દ્વારા સફેદ માખીનું નિયંત્રણ સતત કરવું તે ખૂબ મહત્વનું છે

બીજના ઉગવાથી શરૂ કરી રોપ કરો ત્યારે રોપ ની નર્સરી ઉપર 40 થી 50 મેશ ની ઇન્સેક્ટ નેટ અથવા તો ગ્રો કવર લગાડો , સફેદમાખી આ વાઇરસ ફેલાવ્યા કરે છે એમાંય જેના રોપમાં સફેદમાખી આવી તેને કુકડ આવ્યો જ સમજો

આ કૂકડ પાંદડાની નસો પીળી પાડે છે પાન ઉપરની તરફ કુકડાઈને વાટકા જેવા થઇ જાય છે અથવા તો પાનની કિનારી વળી જાય છે

મરચીના ઉપરના પાન ઝુમર જેવા થઇ જાય છે છોડનો વિકાસ અટકી જાય છે વેપારીઓને સમજાતું નથી કે શું કરવું ? તેથી એક નહીં બે નહીં પાંચ પાંચ દવાનું મિશ્રણ છાંટવાની ભલામણ કરે છે ઘણા તો જીબ્રેલીક એસિડનો સ્પ્રે કરાવે છે

પણ સાચું શું ?


સાચું છે સફેદ માખીનું પહેલાથી નિયંત્રણ મરચીમા ફરતે જુવાર/મકાઈના ચાસ કરો અને વચ્ચે વચ્ચે જુવાર/મકાઈના ચાસ કરો અને તેમાં નિયમિત દવા છંટકાવ કરો.

સફેદ માખીના નિયંત્રણ માટે અસરકારક પગલા લ્યો

તમારા ખેતર માં પીળા સ્ટીકી ટ્રેપ -ક્રોપ ગાર્ડ લગાડો 10 પ્રતિ એકર - 9825229766



લાનો (પાયરોપ્રોક્સિફેન) 9 મિલી / પંપ અથવા

ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) 8 મિલી /પંપ અથવા

પેગાસસ (ડાયફેન્થુંરોન )૧૫ ગ્રામ / પંપ અથવા

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨૫ મિલી/પંપ અથવા

સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨૫ મિલી/ પંપ અથવા


મિયોંથ્રીન

વારાફરતી ઉપયોગ કરવા.








ફર્ટીગેશન એટલે ડ્રીપમાં ખાતર આપવું, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન અથવા ન્યુટ્રીગેશન આપી મબલક ઉપજ મળી શકે છે. પરંતુ જે ખાતરો આપવાના છે અલગ માત્રાના તે ખાતરો વેન્ચુરી અથવા ટેંકમાં ભેળવવા પહેલા ઓગળવાના હોય છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે કારણકે તેવું ન કરવામાં આવે તો ડ્રીપર ચોકઅપ- બંધ થવાના પ્રશ્નો આવી શકે.,

કોઇપણ ખાતર હોય તેને એકસરખા પાણીમાં ઓગળવાને બદલે ખાતરના પ્રકાર પ્રમાણે જુદા જુદા જથ્થામાં પાણી લેવું પડે છે. કારણ કે બધાજ ૧ કિલો ખાતરને તમે એક લીટરમાં ઓગાળી ન શકો હા કેલ્શિયમ નાઈટ્રેટ હોય તો શક્ય બને પરંતુ પોટેશિયમ નાઈટ્રેટ (૧૩-૦-૪૫) હોય તો ૮ ગણું પાણી લેવું પડે પોટેશિયમ ક્લોરાઈડ (૦-૦-૫૦) હોય તો ૩ ગણું પાણી જોઈએ, આપણને ખબર છે કે ફોસ્ફરસ ખાતરો પાણીમાં ઓગળતી વખતે અઢીગણું પાણી લઇને સોલ્યુશન બની શકે છે આવા સોલ્યુશન અલગ અલગ વાસણ કે ડોલ કે ડ્રમ માં બનાવીને વેન્ચ્યુરી દ્વારા ચડાવવા જોઈએ. વધુ ફર્ટીગેશન ની વાતો માટે વાચતા રહો મારો બ્લોગ આજ ની ખેતી











     








આ મચ્છર જેવી જીવાત મરચીમાં ઘણું નુકશાન કરી શકે
સાવધાન
Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કથીરીના નિયંત્રણ માટે મરચીમાં કઈ નવી દવાઓ કઈ આવી છે? 3
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • રાત્રે વાદળ આવે અને ગઈ રાત કરતા 3 ડિગ્રી ગરમી વધે તો મારી મરચી માં કઈ જીવાત ઈંડા મૂકે ?
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • *કથીરી કેવી રીતે મરચાના પાકને સાવ નિર્માલ્ય અને ખાખરી જાય તેવી કરી દે છે? ઉપાય શું ? 4
  • વરસાદ પછીની માવજત - ૫ - એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે ?
  • આવતા વર્ષની સફળ ખેતી માટે નું આ પાનું સાચવી રાખો
  • વરસાદ પછીની માવજત - ૧૮ - મરચી નો સુકારો - ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• ખાસ નોંધઃ જે શાકભાજી કે ફૂલછોડ ( પાક ) આંગણે વાવેતર કરવાના હો તેના વિશે અંત થી ઈતિ જાણો • દરેક પાક પુરો થયા પછી તેના ઝડીયાનો સંપૂર્ણનાં કરશો માટીમાં રહી ન જાય તે જોશો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછી વાવનાર છોડમાં ઓછું નુકશાન કરે. -રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શક્યતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવથી લાગે છે તે અગાઉથી સમજીને વાવો . • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. પાક ઉત્પાદનનો આધાર માટી, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, માટીની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે, કિચન ગાર્ડનિંગ એટલે કુદરત ને સમજીને માવજત . ઉત્તમ દેશી બીજ એ સારા ફળો આપે છે. દેશી બીજ ઉત્તમ ક્વોલીટીનું અને વિશ્વાસપાત્ર સ્થળેથી લેવાનો આગ્રહ રાખો. • એગ્રોનોમિસ્ટ નો સંપર્ક માટે તેમના નંબર 9825229966 તમારા મોબાઈલમાં સાચવો. કિચન ગાર્ડનીંગ માટેની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારા રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના સોશિયલમીડિયા ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહો અને નિયમિત માહિતી વાંચતા રહો. માટીની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો માટીમાં ઉમેરો. જીવામૃત, વર્મીકમ્પોસ્ટ અને સ્પૂન સપ્લિમેન્ટ દર મહિને પાણી સાથે આપો . અહિં આપવામાં આવતી માહિતી સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફાર થઈ શકે છે . www.growdesi.in powerd by RKGC and patelagroseed

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates