મરચીનો ફ્યુઝેરીયમ સુકારો































ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ. ગરમ વાતાવરણ ૩૨ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .



ફોલીક્યુર (ટેબુકોનાઝોલ) ૩૦ મિલી પ્રતિ પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી /પંપ અથવા
બાવીસ્ટીંન + એલીએટ ૩૦ ગ્રામ /પંપ અથવા
કેમ્પેનીયન (કાર્બેન્ડેનઝીમ + મેન્કોઝેબ) ૩૦ ગ્રામ/પંપ માં નાખી થડે ડ્રેન્ચિંગ કરો.

ટ્રાઇકોડરમા વિરિડી નું ડ્રેનચિંગ કરવું



0 comments