મરચીના પાકમાં શરુ શરૂમાં નીચેના પાન પીળા પડે અને થોડા વખતમાં જ લીલો છોડ આખો ઉભે ઉભો સુકાય જાય આવી પરિસ્થિતિ માટે ફયુઝેરીમ રોગકારકને જમીનનું તાપમાન જો ૩૨૦ સે. થી વધુ મળે અને જમીનમાં રોગકારક હોય અને વધુ પડતો ભેજ જમીનમાં હોય તો ફ્યુઝેરીયમ વિલ્ટ ફાટી નીકળે છે. ઉભે ઉભા એટલે લીલેલીલા છોડ સુકાય જાય છે. આ રોગ જે જમીનમાં આવતો હોય ત્યાં વર્ષો સુધી ટકે છે. આ રોગ ખેતીના સાધનો દ્વારા, પાણી દ્વારા પ્રસરે છે.
Showing posts with label ફ્યુઝેરીયમ વિલ્ટ. Show all posts
Showing posts with label ફ્યુઝેરીયમ વિલ્ટ. Show all posts
ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ. ગરમ વાતાવરણ ૩૨ ૦ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .
ફોલીક્યુર (ટેબુકોનાઝોલ) ૩૦ મિલી પ્રતિ પંપ અથવા
વેલીડામાયસીન ૨૫ મિલી /પંપ અથવા
બાવીસ્ટીંન + એલીએટ ૩૦ ગ્રામ /પંપ અથવા
કેમ્પેનીયન (કાર્બેન્ડેનઝીમ + મેન્કોઝેબ) ૩૦ ગ્રામ/પંપ માં નાખી થડે ડ્રેન્ચિંગ કરો.
ટ્રાઇકોડરમા વિરિડી નું ડ્રેનચિંગ કરવું
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.