વરસાદ પછીની માવજત - ૧૭- મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો



મરચીમાં ટપકાનો આ રોગ ઝેન્થોમોનાસ રોગકારક બેક્ટેરિયાને લીધે થાય છે.

સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે.

રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે. ફળ ઉપર પણ ડાઘા પડતા જેવા મળે છે. ફળ પરના આ ટપકા ખરબચડા હોય છે.

0 comments