Showing posts with label .બેકટેરીયલ સ્પોટ. Show all posts
Showing posts with label .બેકટેરીયલ સ્પોટ. Show all posts
મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ એટલે રોગ ,
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી
એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા.
હવે 12 થી 14 કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ
ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.
દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે
આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.
પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,
કારણ શું છે ? ઉપાય શું છે ?
અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો
અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો
ભર ચોમાસામાં મરચી સતત 12 કલાક વરસાદથી ભીની રહી હોય , વાતાવરણ માં 90 ટકા ભેજ હોય , સતત 14 કલાક મરચીના છોડ ભીના રહ્યા હોય , ખરાડ નીકળતા તમે બે કામ કદી કરતા નહિ
એક :
દવા છાંટો તેની સાથે આવા સમયે સ્ટીકર કદી ઉમેરતા નહિ , ઉપરની વાતાવરણીય પરિસ્થિતિ હોય ત્યારે આવું કરશો તો બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનના ટપકાંઓ રોગ મરચીમાં આવવાની શક્યતા ખુબ વધી જશે
બીજું :
જો તમારી મરચીના પાનમાં બેક્ટેરિયલ લિફ્ટ સ્પોટ એટલે કે પાનના ટપકાનો રોગ દેખાય છે તો દવા સાથે તમે મેગ્નેશિયમનો સ્પ્રે કરશો તો પાનના ટપકાનો રોગ બેકાબુ થઇ જશે એટલે મરચીમાં પાનના ટપકાની અસર હોય તો મેગ્નેશીયમનો સ્પ્રે ત્યારે કરતા નહિ , ભલે તમને વેપારી આપે તો પણ નહિ ,મેગ્નેશીયમ મરચી માટે જરૂરી સૂક્ષ્મ તત્વ છે પણ ક્યારે ? જયારે પાનના ટપકાનો રોગનો ઉપદ્રવ હોય નહિ ત્યારે
પહેલા એ નોંધો કે સતત વરસાદ થી જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા બને છે.
સતત વરસાદ પડતો હોય , વાતાવરણમાં 90 નો ભેજ હોય , સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, આવા વખતે જો જો 14 કલાક મરચીના પાંદડા કે છોડમાં લાગેલા મરચાં ભીના રહે તેવી શક્યતા હોય તો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.
વરસાદનું પાણી ૧૪ કલાક પાંદડાં કે ફળ ઉપર વધુ રહેશે તો બેક્ટેરિયલ સ્પોટ કે એન્થ્રેક્નોઝ આવવાની શક્યતા વધી જશે. એટલે શું ન કરવું એ પણ યાદ રાખો અને નિયમ આધારિત ખેતી કરો , નામનેઠા વગર ની દવાને પણ ખેતર માં લાવતા નહિ , સમય પ્રમાણે કાર્ય પદ્ઘતિ ગોઠવજો , ઉપર બતાવ્યું તેવું નો કરવાનું કરતા નહિ
ફૂગ અને બેક્ટેરિયા બંને જુદા છે બેક્ટેરિયાને જીવાણું પણ કહેવાય.બેક્ટેરિયાને મારવા બેક્ટેરિસાઇડ અને ફુગને મારવા ફંજીસાઈડ જોઈએ .
ફૂગ કરતા બેક્ટેરિયા નાનું હોય છે જ્યાં સતત ભેજ રહે ત્યાં બેક્ટેરિયા લાગે.
દા.ત. 12 કલાક સતત મરચીના પાન કે મરચા વરસાદ કે ઝાકળના લીધે ભીનાને ભીના રહ્યા તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો ચેપ મરચીને લાગશે. જે મરચીમાં પાનના ટપકાનો રોગ લાવશે. ચેપ લાગ્યા પછી પાનના ટપકાનો રોગ માટે સમયસર પગલાં લેવા ખુબ અગત્યના છે પણ આપણે મરચીના પાનને ચેપ લાગ્યા પછી જયારે પાન 15 દિવસ પછી આપમેળે ખરે પાટલામાં પાંદડા ખરેલા જોઈએ ત્યારે દવા છાંટવા દોડીએ.ક્યારે દવા ની જરૂર હતી ? વિચારો .
ફુગને સમજવા એક દાખલો લઈએ આપણા ચામડાના બુટ ભીંજાય ગયા તો છાંયડામાં સુકવ્યા છે , બે ચાર દિવસમાં શું થશે ? બુટ ઉપર સફેદ કલરની ફૂગ લાગશે , ફૂગને વિકાસ પામતા સમય લાગે , શિયાળામાં આવતી સફેદ ફૂગ ભુકીછારો રોગ લાવે છે , આ બે ચાર દિવસમાં આપણી મરચીને નુક્શાન કરવાનું શરુ કરે તે પહેલાં જાગવું પડે ભાઈ.
ફૂગ નુકશાનકારક અને ઉપયોગી બંને પ્રકારની હોય , ટ્રાઇકોડરમાં વિરિડી , માયકોરાયઝા વગેરે ખેતીની ઉપયોગી ફૂગ છે, પીથીયમ , ફાઇટોપથોરા વગેરે ફૂગ દ્વારા સુકારો આવે છે .