*કથીરી કેવી રીતે મરચાના પાકને સાવ નિર્માલ્ય અને ખાખરી જાય તેવી કરી દે છે? ઉપાય શું ? 4












કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,

કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,

આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.

કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.

રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.








0 comments