રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?







યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી,  ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા .

કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે સૂત્ર કૃમિ નામની મૂળમાં થતી નરી આંખે ન દેખાતી અને છોડમાં મૂળમાં રહી ખોરાક લઇ લેતી અને ગાંઠો કરતી અને છોડને વધવા ન દેતી જીવાતે ખેતી પૂરી કરી નાખી,

બોલો ખેડૂતને પૂછતા જાણવા મળ્યું કે આ કૃમી તેને રોપ સાથે આવી અને ખેતરની પથારી ફરી ગઈ !

આજે 🌿મરચી ઉગાડનાર ખેડૂતો પણ રોપ જે તે નર્સરી પાસેથી સસ્તાના લોભે લાવે છે પણ સીધા ચોપી દે છે.  સાવચેતી રૂપે તમારે મૂળને જંતુનાશકના દ્રાવણ માં  બોળી બોળીને ફરજીયાત  વાવેતર કરવું પડશે . આજ થી નક્કી કરો કોઈ રોપ કે છોડને પોતાના ખેતર માં પ્રવેશ કરતા પહેલા માવજત કરી ને વાવેતર કરવું ફરજીયાત છે .


આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા એક  નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે  ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા  કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....

જો સૂત્રકૃમિ આવી તો આ જીવાતનું નિયંત્રણ ખુબ જ ખર્ચાળ અને અશક્ય છે વર્ષો સુધી વાવેતર બંધ કરો તો અટકે અથવા જમીનને ફ્યુમીગેશન દ્વારા સ્ટરીલાયઝ  કરવાની તૈયારી રાખજો  વધુ વિગતો વાંચવા માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 

-- --




1 comments