
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?  
 ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ? 
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે , 
સૂકા મરચા  કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે  વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ , 
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય, 
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય  , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે, 
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે , 
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય , 
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ  વાંચતા અને વંચાવતા રહો 


Photo courtesy : google Image 
0 comments