ગોંડલ વિસ્તારના ખેડૂતો મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ? શું કારણ ?
1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે સારું બીજ પસંદ કરો
2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા , મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .
3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .
4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .
વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના
હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે ,
જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ
રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો
નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
વર્ષો સુધી જમીનમાં પડી રહે તેવી ફૂગ રેલોફસી રાઈ ના દાણા જેવી ખાસ કરીને એસિડિક જમીનમાં આ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે , મરચીના રોપ વવાયાં પછી જમીન અને થડ પાસે આ ફુગના માયસેલિયા છોડ પર આક્રમણ કરીને જમીન પાસેના થડ ઉપર ગળું પડે છે , છોડ ની ચામડી ઘવાતા છોડ પોષણ ઉપર સુધી પહોંચાડી શકતો નથી તેથી છોડ પીળો થઇ ડુલી જાય છે .
મરચીમા ગળું પડવા માટે જવાબદાર ફુગ (સ્ક્લેરોસિયા રેલૌફસી ) જમીન માં રાયડા ના દાણા સ્વરૂપે જમીન માં પડી હોય છે અનુકૂળ વાતાવરણ એટલે કે પહેલો વરસાદ વખતે જો વાતાવરણ માં ગરમી નું પ્રમાણ વધુ હશે, વાતાવરણ માં ભેજ વધુ હશે ને તમારી જમીન અમ્લીય હશે તો આ રોગ વધુ આવશે એટલે તમે ચોપેલી મરચીના થડ ઉપર એટેક કરશે જમીનને અડી ને રહેલ થડ માં ફુગ લાગશે ને મરચી ની ઉપરની છાલ માં ગળું પડશે , છોડ પોષણ મેળવતો બંધ થશે ને છોડ મરી જશે ,
આ માટે તમે ફેરરોપણી વખતે મરચી ને રિડૉમીલ ના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો , મરચી ની ફેરરોપણી પછી તરતજ કોપર ઑક્ક્ષીકલોરાઇડ અથવા કોપર હાઇડ્રોક્સાઇડ નું ફરજીયાત ડ્રેનચિંગ કરવું જરૂરી , જો મોડું કરીયે તો અથવા તે ફૂગ નું પ્રમાણ વધી જાય તો પણ કાબુ માં આવવી મુશ્કેલ થઇ જાય છે , આવી જમીન માં ટ્રાઇકોડર્મા વિરિડી કે હાર્જેનિયમ જૈવિક ફુગનાશક પહેલેથીજ આપી દેવું જોઈએ .
મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે ,
વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું.
પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી જાય. ઓક્સિજન બહાર નીકળી જાય તો મૂળ શ્વસન કેમ કરે ?
થોડું ટેક્નિકલ થઇ જશે છતાં સમજવું તો જમીનમાં રહેલ આયન(લોહતત્વ) આયનમાંથી ફેરિક બની જાય અને ફેરિક છોડ ઉપાડી શકે નહિ એટલે છોડમાં આયનની ઉણપ દેખાવા માંડે છોડ પીળા પડી જાય.
મરચીની ખેતી એટલે જ તો પાળા ઉપર કરાય ,
ખેતી કરવી તો સમજી ને ,
સાચી માહિતી ક્યાંથી મળે એની કિંમત સમજાય તો પછી ખેતી ખંત થી થાય
મૂળ પ્રશ્ન વિચારોને , મરચીની ખેતીમાં સારા નીતાર વાળી જમીન જોઈએ તેવું કેમ નથી વિચારતા ? સેન્દ્રીય તત્વોનું ઉમેરણ વાળી જમીનમાં મરચી કરો અને સપાટ જમીનમાં મરચી કરવા ને બદલે પાળા ઉપર ખેતી કરો.
હવે તમારો જવાબ સતત વરસાદ પડે એટલે જો તમારી જમીન હાર્ડપાન કઠણ હોય તો પાણી ઉતરશે નહિ, પાલર પાણી થી કોઈને ફાયદો થયો હશે પણ શું થયું હશે તે તો સમજો.
વધુ વરસાદથી નીચેના મુળિયા કામ કરતા બંધ થયા અથવા વધુ પાણીને લીધે ખતમ થઇ ગયા છોડ ઉપરના તંતુમૂળને વધુ ફેલાવશે. તમે જોજો વધુ વરસાદ પછી ૧૦-૧૫ દિવસે જમીન ઉપર પાતળા મુળિયા દેખાય હવે આ મુળિયા સાવ ઓછું પાણી લઇ શકે તમે જો સાવ હળવું પિયત આપો તો ફાયદો નહિતર છોડ મરી જાય. ડ્રીપ વાળાને આવા વખતે બહુ મોટો લાભ થાય કારણ કે તે ધાર્યું પાણી આપી શકે.
પાલરપાણી નહિ પાળા કરવા અને તેમાં મરચી વાવવી તે તમારો ઉકેલ છે.
મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય ,
બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં વાત થયા મુજબ આપણી ખેતી પદ્ધતિને લીધે ગોંડલ વિસ્તારમાં હવે ફાયટોપથોરા દેખાવા મંડશે , હવે બધા કહેશે કે પ્રવીણભાઈ સાચું તમે કહેતા હતા તે તાપમાને આ રોગ ગોંડલ વિસ્તાર માં જોયા મળ્યો , આ રોગ થી બચવા બદલાવવું જરૂરી છે ,
બીજું કે જો છોડ નબળો રહે પણ લીલો રહે અને સુકાય નહી,
જો આવું થતું હોય તો તમે પાળા ઉપર મરચી કરવાને બદલે સપાટ પાણી ભરાય તેવા ક્યારામાં મરચી વાવતા હોય તો તમારે મરચી માં ફાયટોપ્થોરા રૂટરોટ નામનો સુકારો હોય તો પણ આવું થાય,
આ રોગ ગોંડલ વિસ્તારનો વારંવાર એકજ જમીનમાં મરચી વાવતા ખેડૂતોને જોવા મળે છે જ્યાં મરચી ની ખેતી પાળા પર થતી નથી ત્યાં ખાસ થાય છે આવતા વર્ષે મરચી વાળા માં મરચી કરવી નહિ
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
મરચીની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ને બદલે સારા નિતાર વાળી જમીન માફક છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથેની જમીન હોય તે પડું પસંદ કરાય
તમારી જમીન નો પી એચ 6.5 થી 7.5 સુધી નો હોઈ તેવી જમીન માં મરચી નો પાક સારો થાય છે , મરચી માટે જમીન ની પસંદગીની વાત છે ત્યારે એટલું યાદ રાખો કે મરચી માં જમીનજન્ય રોગકારક જેવાકે ફુગ , વાયરસ , બેક્ટેરિયા લાગવાની શક્યતા વધુ છે તેથી જમીનની પસંદગી સારી કરો તમે બીજી જમીન પસંદ કરીના શકો તેમ હો તો એટલું તો કરી શકોને કે જ્યાં મરચી વાવેતર કરવાની છે ત્યાં ટામેટા , રીંગણાં , બટેટા , કપાસ કે સોયાબીન નું વાવેતર છેલ્લા 3 વર્ષ માં ના કરેલું હોય ,
પાક ફેરબદલી એટલે જરૂરી છે કે જમીનજન્ય રોગો તાજેતરના પાક માં ઓછા નુકશાન કરે , યાદ છે આપણે આ અગાવ કીધું તું કે અત્યારે કોઈ પાક પૂરો થાય તેમ હોય તો તે પાકના જડીયાનો સંપૂર્ણ નિકાલ કરવા તરતજ ગ્લયફોસેટ છાંટી ને નાબૂદ કરી દો ,
હવે તમે કહેશો અમારે તો કપાસ વાળું પડું છે અને સાંઠી ખેંચી લીધા પછી ખેતર તપેલું છે , ઊંડી ખેડ કરી છે , છાણીયું પૂરું ભર્યું છે તો તમને કહેવાનું કે તો પણ તમારે જમીનજન્ય રોગ આવશે , જો તમારી જમીનમાં ગયા વર્ષે ફાયટોપથોરા આવેલ હોય તો તે જમીનમાં મરચી આવર્ષે કરતા નહિ , મરચી માં ફાયદો લેવો હોઈ તો પાળા કરી મરચી વાવજો , બાકી પાક ફેરબદલી કરવી જરૂરી છે
આ વર્ષના અનુભવે આવતા વર્ષે પણ મરચીની ખેતી સારી થશે તો આજથીજ નક્કી કરો કે ખેતરની વાત ચેનલ સાથે જોડાઈને આવતા વર્ષની ખેતી પાળા ઉપર,મ્લચીંગ , ટેકા પદ્ધતિથી કરીને ખૂબસારું ઉત્પાદન લેવું છે , તો કરો તૈયારી
વાંચતા રહો આપણી મરચીની ચેનલ ખેતરની વાત
વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા વધુ હોવાથી ટ્રેક્ટરનો ટ્રાફિક બંધ કરવા અથવા તો કંટ્રોલ અથવા તો ઓછું કરવાની આ પદ્ધતિ આજે ભારતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં પ્રચલિત થતી જાય છે. હાઆવી પદ્ધતિમાં ડ્રીપ અને મલ્ચીંગનો પ્રયોગ આવશ્યક છે.
આ પધ્ધતિમાં પાળામાં જ મુળિયા રહેતા હોવાથી ખાતર પણ સીધું ત્યાં આપીને ખાતરની બચત થાય છે. રોગો ઓછા લાગે છે, કેટલાય ખર્ચ બચી જાય છે. તમને થશે તો પછી એક પાક પૂરો થઈ પછી શું કરવાનું ? , બે પાંચ વર્ષ પાળા એમ ને એમ રેવા દેવા ના , જરૂર પડે તો પણ વચ્ચે સબસોઇલર નામનું એક દાંતી વાળું સાધન ચલાવવાનું જેથી નીચેનું હાડપાન કડક હોય તો ખેડવાનું જેથી ટામેટા કે રીંગણાં જેવા પાક મૂળ વધુ ઊંડે સુધી જઈ શકે .
વિચાર કરો આ પદધતિ ને લીધે જેટલી જમીન ઉપયોગી છે એટલુંજ આપણે વાપરીએને ખાતર પણ ખુબ બચે છે , તો કરો શરૂઆત પ્રયોગ કરી ખર્ચ બચાવી નફો વધારો , આવી નવી નવી ખેતી પદ્ઘતિ જાણવા ને બીજાને જણાવવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ ખોલતા રહેજો , વિનામુલ્યની આ વાતો બીજાને પણ શેર કરજો , જીતો અને જીતાડો
મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
વરસાદ પડ્યો એટલે શું થયું ? તમારા પડામાં પાણી ભરાયું , તમારી જમીનમાં પાણી ભરાય છે. એનો મતલબ કે તમારી જમીનનો નીતાર સારો નથી, આવી જમીનમાં મરચીની ખેતી કરાય નહિ. આવતા વર્ષે ધ્યાન રાખજો , જમીન સુધારણા કરો
તમને ખબર છે કે વધુ વરસાદ માં અમુક જમીન મગફળી પીળી પડે છે , કેમ ખબર છે તમને ? એવી જમીન માં મગફળી માં લોહતત્વની ખામી ઉભી થાય છે એટલે આપણે હીરાકશી ને લીંબુ ના ફૂલ છાંટીએ , એવું જ મરચીમાં પણ આયનની ખામી હોય તો થઇ શકે.
આવી જમીનમાં રેઈઝબેડ એટલે કે પાળા બનાવીને મરચીની ખેતી કરવી જોઈએ. પાળાને લીધે આવા વખતે પાણીનો નીતાર સારો મળે. એટલે મૂળને શ્વાસ લેવાની તકલીફ નહિ પડે.પીળી પડે નહિ ,