તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ?
વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી શું વપરાયું ?
નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાંઅને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ શક્ય બની .
હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો કેટલું ઉત્પાદન લેવું છે ?
મરચીની ખાતરની જરૂરિયાત પાકની અલગ અલગ અવસ્થા વખતે અલગ હોય છે દા.ત. તમારે વીઘે 12 ટનનું અથવા તો હેક્ટરે 75 ટન લીલા મરચાનું ઉત્પાદન લેવું છે તો તેના ગુણાંકમાં ખાતરની જરૂરિયાત ગણવી પડે પરંતુ સરળ રીતે નીચેના ગ્રાફ સાથે સમજીએ.
મરચીના છોડને શરૂઆતના ૬૦ દિવસમાં પાકને વિકાસ માટે સારું એવું સમતોલ ન્યુટ્રીશન-પોષણ જોઈએ છે પછી જયારે પ્રથમ તોડાય થાય ત્યારે ફરી વધુ પોષણની જરૂરિયાત રહે છે તે તમને ઉપરના ગ્રાફમાં દેખાશે. પહેલી વીણી પછી ખાતરની જરૂરિયાત સતત વધતી રહે છે જો તમે મલ્ચીંગ અને ડ્રીપનો પ્રયોગ કરતા હો તો નાઈટ્રેટના રૂપમાં નાઈટ્રોજન આપો અથવા ઠંડી હોય તો યુરિયાના રૂપમાં આપી નહિ શકો , ઠંડીમાં નાઇટ્રેટના રૂપમાં આપો
ઉપરના ગ્રાફનું અવલોકન કરો તો ગ્રાફમાં નીચે પાકના દિવસો અને ડાબી તરફ રોજનો પોષણનો ઉપાડ પ્રતિ હેક્ટરના ખેતરમાં કેટલો મરચી લે છે તે બતાવેલ છે ,બ્લુ લીટી ફોસ્ફરસ, લીલી લીટી નાઈટ્રોજનની અવશ્યકતા અને ગુલાબી લીટી પોટાશની જરૂરિયાત અને ઉપાડ દર્શાવે છે .તમે જુવો પચાસ સાંઠ દિવસ આસપાસ પોટાશનો અપટેક છ કિલો જેટલો પ્રતિ હેક્ટર પ્રતિ દિવસ તત્વના રૂપમાં વધી જાય છે . એટલે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષમાં પોટાશની જરૂરિયાત પણ વધુ રહે છે અને ૧૦૦ દિવસે તો પોટેશિયમની સર્વોતમ સ્થિતિએ જરૂરિયાત છે તે તમે નોધ્યું હશે. ફેર્ટીગેશન માટે અગત્યના ખાતરો નોંધો પોટેશિયમ નાઇટ્રેટ , મોનો અમોનિયમ ફૉસ્ફેટ , કેલ્શિયમ નાઈટ્રેટ , મેગ્નેસિયમ સલ્ફેટ વગેરે
ઉપરથી છાંટવાના ખાતરોનો ઉપયોગ કરીને લાભ લ્યો
કૃષિ નિષ્ણાત પાસે તમારા જમીન અને પાણીના રિપોર્ટના આધારે ડ્રિપ માં આપવાના ખાતરનો ફર્ટિગેશન પ્રોગ્રામ અવશ્ય બનાવડાવો
મરચીની ખેતીમાં ૫૦ મણ ખોખા કરવા એટલે છોડ દીઠ કેટલા કિલો લીલા મરચા કરવા પડે ?
તેજી નો લાભ લેવા જથ્થો વધે તેમાટે પ્રયાશ કરવો પડશે તે માટે નવીન ખાતર
પી એસ એ પી 100 ગ્રામ પ્રતિ પમ્પ દર 8 થી 10 દિવસે ઘાટો છંટકાવ કરો અને જુવો ચમત્કાર
આપનો સવાલ છે 50 મણ સૂકા મરચા વીઘે કરવા છે તો પહેલો વિચાર એ કરવાનો છે કે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચાને જયારે સનડ્રાય એટલે કે સૂર્ય પ્રકાશમાં સૂકવવા મુકો ત્યારે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચા સુકાય ત્યારે
કેટલા થાય ?
એક કિલો કણે ચડેલા મરચા ઘટીને કેટલા થાય ?અંદાજ કરીયે
તો નોધો કે મરચાની અંદર રહેલો ભેજ અંદાજે ૭૮ ટકા ઘટ થાય છે એટલે કે તમારે ૫૦ મણ ખોખા -સુકા મરચા કરવા હોય તો તમારે કણે ચડેલા લાલ ચટક અંદાજે ૨૨૭ મણ મરચા સૂકવો ત્યારે ૫૦ મણ સુકા મરચા થાય.
દાખલા તરીકે તમે નિયમ આધારિત ખેતી કરો છો
એટલે કે મરચી તમે ડ્રિપ અને મ્લચીંગ સાથે પાળા ઉપર કરી છે
977 ગ્રામ સૂકા મરચા પકાવો તો તમારે વીઘે 50 મણ ખોખા થાય
હવે આ ૨૨૭ મણ મરચાનું ઉત્પાદન લેવા એટલે કે વજન વધે તે માટે કયું કયું ખાતર ક્યારે અને કેટલું આપવું , વજન વધે તેવું નવીન ખાતર એટલે પીએસએપી ખાતર, અત્યારથી પ્લાનિંગ કરો
જમીન ની ચકાસણી લેબમાં થાય છે લેબોરેટરી કન્ડિશનમાં તમારી જમીનના કણો સાથે ચોટી ગયેલ ફોસ્ફરસ ચકાસણી પરિણામમાં આવે છે પરંતુ તે ઘણી વાર લભ્ય થતો નથી બીજું કે . મરચીમાં એન.પી.કે ઉપરાંત મેગ્નેશિયમની આવશ્યકતા હોય છે, શુક્ષ્મ તત્વો પણ ઓછી માત્રામાં આપવા જરૂરી છે,
ટૂંકમાં જેટલું ઉત્પાદન લેવા માંગો છો તેને ત્રિરાશી માંડીને જરૂરી ખાતર સમયે-સમયે આપવું જરૂરી છે જો ડ્રીપ હોય તો તમારી જમીનનો અને પાણીનો પૃથ્થકરણ રિપોર્ટ કરાવ્યો હોઈ તો અને ડ્રિપ પદ્ધતિ લગાડેલ છે કે કેમ ? તમારે લીલા વેચવા છે કે સૂકા કરવા છે તે પણ વિચારો , સારું ઉત્પાદન લેવા ફર્ટીગેશન પ્રોગ્રામ કૃષિ નિષ્ણાત અથવા ડ્રિપ કંપની પાસે તૈયાર કરવો ,
70 દિવસ પછી મરચીનો ઉત્પાદનનો જથ્થો એટલે કે માસ વધારવો હોઈ તો દર 10 દિવસે પી એસ એ પી નામનું મોંઘુ લાગતું ખાતર સરવાળે તમને સસ્તું લાગશે
કારણ કે જે ખેડૂતોએ ગયા વર્ષે લીલા વેચાણ માટે મરચી કરી છે અને PSAP વાપર્યું હતું તેમને લાભ થયેલો અને જેમને વજનદાર સૂકા મરચા કરવા હોઈ તેણે તો ખાસ પી એસ એ પી વાપરવાનું શરુ કરવું જોઈએ , થોડા વિસ્તારમાં વધુ ઉત્પાદન કરો
કોલીથડ વિસ્તાર ના ખેડૂતોની પસંદ
વધુ વિગત અને પીએસએપી મંગાવાવ માટે ફોન કરો 9825229766
આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો
મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો
તમે હજુ તમારા ખેતર માં ડ્રિપ વસાવ્યું નથી ? બહુ કહેવાય ? ડ્રિપ વગર મરચીની ખેતી કરો છો તે જાણી આશ્ચર્ય થયું , ફેર્ટીગેસન વગર ખેતી માંથી ઉપજ કેમ મેળવશો , રોગો વધુ આવશે , નિંદામણ થશે વગેરે
તમારા પ્રશ્ન ના જવાબ માં પૂછવાનું કે શું તમારી જમીન પહેલેથીજ આવી છે ? તમારા દાદા ને પૂછજો કે હે દાદા આપડી જમીન પહેલાથીજ ખારાશ વાળું ખેતર છે ? જો તે ના પાડે તો તમારે વિચારવાનું છે આપડે શું ભૂલ કરી ?
ઊંડા બોર કર્યાં ને નબળા પાણી નો પિયત માટે ઉપયોગ કર્યો ? ?
ખેતર માં બહાર થી માટી કે ટાશ નાખી ને તમારી બાપદાદા એ કેળવેલી જમીન માં તમે જોયા કારાવ્યા વગર બહાર ની નઠારી માટી ની સાથે સોડિયમ અને કેલ્શ્યિમ નો સામે થી ઉમેરો નથી કર્યો ને ? ?
વધારે પડતા રાસાયણિક ખતરો નાખ્યા ? કે દર વર્ષે સેન્દ્રીય ખતરો નો વપરાશ ઓછો કરતા ગયા ? યાદ રાખો કે પાણી નો ટીડીએસ સારો ના હોઈ તો છોડ સારી રીતે પોષક તત્વો લઇ શકતો નથી એટલે મરચીની ખેતી માટે મીઠું અને કુવાનું પાણી માફક આવે છે .
ખારાશ વાળા પાણીમાં મરચી નું ૫૦ ટકા જેટલુ ઉત્પાદન ઘટે છે તમે સેન્દ્રીય ખાતર નો વધુ ઉપયોગ કરો, તમારી જમીન માં જીપ્સમ નાખો અને આવતા વર્ષે મરચી ને બદલે બીજો પાક કરો ને પહેલાં જમીન સુધારણા કરો.
ડ્રિપ પદ્દતિ નો ઉપયોગ કરો , આ વર્ષે કુવા નું પાણી સારું થાય માટે વરસાદ નું પાણી ઉતારો , તમારી નજીક ના વિસ્તાર માં ચેક ડેમ બનાવો, જમીન એ ખેતી નો આધાર છે તેને સાચવો