મરચી નો સુકારો - ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ?


આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ
મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે.

પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે સેન્દ્રીયતત્વો નો વપરાસ વધારો,
પૂરું સડેલું કમ્પોસ્ટ વાપરવું , નહિ કે કાચુ .
પાળા ઉપર મરચીની ખેતી કરો
દવાની વાત કરીએ તો વરસાદ પછી અને સમયે સમયે આ રોગ માટે થડ પાસે મૂળ પ્રદેશમાં ડ્રેન્ચિંગ કરવું આવશ્યક હતું .


મેલોડી ડુઓ (ઇપ્રોવાલીકાર્બ + પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/પંપ અથવા

પ્રોલીફર (ફોસેટાઈલ+ ફ્લુઓપીકોસાઈડ) ૩૦ ગ્રામ/પંપ અથવા

ઇક્વેકશન પ્રો. (ફેમોક્ષાડોન + સાયમોક્ષાનીલ) ૨૫ ગ્રામ/પંપ
નું ડ્રેન્ચિંગ કરવું.


છોડ ને પાણી ઓછું વારંવાર આપો

0 comments