થ્રિપ્સ : મરચી માં લાગતી થ્રીપ્સ માટે બજારમાં કઈ કઈ દવા ઉપલબ્ધ છે ? 7


મરચાની ખેતી કરીએ અને થ્રીપ્સ ને કાબુમાં ન કરી શકીએ તો અડધા મીમી વાળી આ નાનકડી જીવાત ખૂબ જ મોટું નુકસાન કરે  છે અને ઉત્પાદન માં મોટું નુકશાન કરે છે , ડુંગળી કે લસણ થી મરચી નું વાવેતર દૂર રાખવું 

30 દિવસ ની મરચી થાય પછી 50 કિલોગ્રામ પ્રતિ એકર લીંબોળી નો ખોળ ( નીમ કેક ) આપવું જંપ (ફ્રીપોનીલ) ૭ મિલી/પંપ, 
અથવા 
બેનેવીયા (સાયઝીપાયર) ૨૫ મિલી/પંપ  
અથવા 
રીજન્ટ (ફ્રીપોનિલ )૨૫ મિલી/ પંપ 
અથવા 
સ્પીન્ટોર ( સ્પીનોસાડ)  6 મિલી/પંપ 
( ચોખ્ખું પાણી લેવું અને બીજી દવા કે ખાતર આ ટેક્નિકલ સાથે ભેળવવું નહિ ) 
અથવા
 બેલ્ટ એક્સપર્ટ (ફ્લુબેન્ડીયામાઈન + થાયોકલોપ્રીડ) ૮ મિલી/પંપ 
અથવા 
( સાયાંટ્રાનીલીપ્રોલ )  
વધુ પડતો ઉપદ્રવ હોઈ તો લાર્ગો અથવા ડેલીગેટ ( સ્પિનટૉરામ )  ટ્રાન્સ્લેમીનીયર ઇફૃફેક્ટ આપે છે તેથી ઈંડા અવસ્થા માં પણ  પ્રયોગ કરી શકો  

અથવા લેમડા સાઈલોથરીન  અથવા થયોક્લોપ્રીડ અથવ ફેનપ્રોફેથરીન અથવા કાર્બોફ્યુરાન વગેરે વારાફરતી કીટનાશક નો  છંટકાવ કરવો. એક ને એક કીટનાશક ફરીવાર વાપરશો નહિ 
 
જો ડ્રિપ દ્વારા જમીનમાં આપવું હોય તો લેસેન્ટા( ઈમીડાક્લોપ્રીડ+ફ્રીપોનીલ) આપવું 
અથવા ૩૦ ગ્રામ/૧૫ લિટર પ્રમાણે ડ્રેન્ચિગ કરવું

0 comments