પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે
એફીડોપાયરાપેન
સાયન્ત્રાનીલીપરોલ
ફ્લોનીકામીડ
એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ)
પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા
કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ
ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમેટિક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે બે પાંદડા વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેલી લીફ માયનર પાનમાં (સર્પોલીયું) લીટા કરતી જીણી જીવાત. ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં શોષાય અને પાનમાં ઊંડે સુધી ઊતરી જાય.
સીસ્ટેમિક એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય તેવી દવા અથવા ફુગનાશક
ટૂંકમાં આ બંને દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?
થ્રીપ્સ એક નાનકડી અને મરચીને નુકશાન કરતી ટચુકડી જીવાત છે જે પાનની નીચે રહી ઘસરકા કરીને પાનનો રસ ચૂસે છે થ્રીપ્સનું લાર્વા એક્ટીવ હોતું નથી. પરંતુ પુખ્ત થ્રીપ્સ અડધા મીમીનું હોય છે. તે પાંદડાને નુકશાન કરે છે. આ પુખ્ત અંદાજે ૨૦ દિવસ જીવે છે. રોજના ૨ થી ૧૦ ઈંડા ઉપરના નવા પાંદડા ની અંદર સ્લીટ મારી ને મુકે છે. આ ઈંડા ૨ થી ૭ દિવસમાં બચ્ચા બહાર આવે છે.
થ્રીપ્સના લીધે મરચીનું ૩૦ થી ૫૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે.
લીફ કર્લ ફેલાવવામાં પણ થ્રીપ્સ ઘણો ભાગ ભજવે છે. ખેતરમાં આંટો મારતા તમને એક પાન દીઠ ૩ બચ્ચા અથવા ૧ પુખ્ત દેખાય તો તરત જ દવા છાંટવી જોઈએ. થ્રીપ્સનું પુખ્ત પછી પ્યુપા (કોશેટા)માં જઈને જમીન ઉપર પડીને ૨૫ મીમી ઊંડું જતું રહે છે. ત્યાં ૩ થી ૬ દિવસમાં બહાર આવી ફરી એકડે એકથી નવું જીવન ચક્ર શરુ કરી પાકને નુકશાન કરતુ રહે છે.
થ્રીપ્સ ઘણા પ્રકારના વાયરસને ફેલાવવામાં મદદ કરે છે. જેવા કે CLCV, TSV, WsMoV, MYSV અને CaCV જેવા વાયરસ.
મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે
એટલે કૂકડનું.
આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,
કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે
એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.
સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો
ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.
ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,
સફેદમાખી આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે