થ્રીપ્સની જીવન અવસ્થામાં પહેલી ઈંડા અવસ્થા, બીજી ઈયળ (લાર્વા) બચ્ચું અવસ્થા, ત્રીજી પ્રી-ટ્યુંપા અવસ્થા, ચોથી પ્યુપા અને પાંચમી પુખ્ત અવસ્થા.
થ્રીપ્સની આ અવસ્થાઓમાં ઈંડામાંથી નીકળતી નાની લાર્વા અવસ્થામાં જો મારીએ અથવા ઈંડાનાશકથી ઈંડા મારી નાખીએ તો જ થ્રીપ્સનું નિયંત્રણ આપણા માટે સહેલું,
નહિતર મોટી લાર્વા પ્યુપા માં જાય તે પહેલાની અવસ્થા પાંદડા ઉપર આવી ગઈ ને તો પછી નુકશાન હી નુકશાન. ત્રીજી અને ચોથી અવસ્થામાં પ્યુપા તો જમીનમાં થતી હોય છે. તેમાંથી પુખ્ત બહાર નીકળીને નર-માદા ને એકવાર સંવનન -મેટિંગ કર્યું એટલે માદા ઈંડા મુક્યા જ કરે બોલો, તમે જ વિચારો કઈ અવસ્થામાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ કરી દેવું જોઈએ
થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે તમે તંમારા દવા વાળા ને પૂછ્યું કે નહિ ? તેને ખબર છે કે નહિ ? કસોટી કરો , નહીંતર તમને દવા સાચી કેમ આપશે ? જવાબ અમને મોબાઈલ દ્વાર મોકલજો 9825229966
મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો
થ્રીપ્સનો ઉપદ્રવ ક્યારે શરૂ થાય? તમારા ખેતરમાં થ્રીપ્સ ક્યારે આવે ? તે જાણવા તમારે તમારી વાડીએ થર્મોમીટર એટલે કે મહત્તમ અને મિનિમમ તાપમાન માપવાનું સાધન વસાવી રોજ ડાયરીમાં નોંધ કરવી પડે .
થર્મોમીટર 200 -600 રૂપિયા થી સસ્તું આવતું હોય છે, પરંતુ આ ફાર્મ ડેટા તમારા માટે ખૂબ મૂલ્યવાન સાબિત થઈ શકે. એક 200 રૂપિયાનું થર્મોમીટર તમને 3000 નો લાભ આપવી શકે છે .
વાદળા વાળી રાત નું તાપમાન આગલી રાત કરતાં અચાનક ત્રણ થી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારે હોય ત્યારે તે તાપમાન થ્રીપ્સને ઈંડા મુકાવા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે તેના ઈંડા મુકવા માટે આ સારો સમય કહેવાય
આવા વાતાવરણ વખતેની રાત્રીમાં થ્રિપ્સના નર-માદા પ્યુપા માંથી નીકળીને સંવનન એટલે કે મેટિંગ કરે અને માદા બીજા દિવસથી ઈંડા દેવાનું ચાલુ કરે.
થ્રિપ્સ ઈંડા ક્યાં મૂકે ? શું તમને ખબર છે ?
થ્રિપ્સ ઈંડા પાનમાં ખાંચ કરીને અંદર મૂકે
જો આ ખબર હોઈ તો તેના માટે કેવા પ્રકારની દવા લેવી પડે ?
મરચીના પાનમાં ખાંચમાં ઈંડા મુખ્ય છે તે ઈંડા મારવા જોઈએ
આ તમને ખબર હોઈ તો દુશ્મનને તમે તેની સૌથી નબળી કડીમાં મારી શકો , બચ્ચા ને મારવા કરતા કરતા ઈંડાનો જ નાશ કરી દ્યો ,
થ્રિપ્સના ઈંડા મારવા કઈ ખાસ દવા ચાલે ? ટ્રાન્સ્લેમીનીયર કે સિસ્ટમીક કે કોન્ટેક ?
ચાલો સમજીયે
ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમીક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે, પાંદડાની વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેતી લીફ માયનર પાનમા સર્પોલીયું કરતી જીણી જીવાત . ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં ઊંડે સુધી ઊતરી જાય.
સીસ્ટેમિક દવા છાંટીએ એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય અને કોન્ટેક્ટ એટલે દવા કીટકના સંપર્કમાં આવે તો મારે
ટૂંકમાં વિવિધ દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, થ્રિપ્સના ઈંડા મારવા હોઈ તો જુદી અને ઇંડામાંથી બચ્ચા બહાર આવી ગયા તો જુદી , બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?
કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,
કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,
આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.
કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.
રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.