મિત્રો દવા છંટકાવ માં ધ્યાન આપો : ટેબુકોનાઝોલ અને મેટાલિકઝીલ જેવી ફુગનાશક સાથે કઈ દવા નહિ ભેળવવી ?

મરચી ના પાંદડા પર આપણે કેમિકલ ઇન્જુરી ખોટી દવા કે દવાના મિશ્રણ નું નુકશાન ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
આપણે કેવા ખબર છે ? આપણે અભ્યાશ બહુ ઓછો કરીયે અને ડાયરી પણ રાખીયે નહિ
આપણે બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટીએ
અથવા
ઘણી વાર પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બે કે ચાર દવા ને મિક્સ કરી ને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી
આવું થાય ત્યારે કેટલું નુકશાન જાય તેની આપણને જરાય ખબર નથી બોલો,
છોડ આ આઘાત કે નુકસાની માંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં ટબુકોનાઝોલ અને મેટાલેકઝીલ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
ટેબુકોનાઝોલ સાથે કોપર હાઇડ્રોક્સાઇડ કે કોપર ઓક્સીકલોરાઇડ ભળતું નથી
મેટાલેકઝીલ સાથે કોપર કે માઇક્રોનાઇઝડ સલ્ફર કે લૂફેનયુરોન કે થાયોડિકાર્બ ભેળવવું નહિ
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?
કારણ મરચી તો તમારી છે ને તેમાંથી તમારે આવક મેળવવા ની છે તો પછી કાળજી તમારી હોવી જોઈએ ને દવાના વેપારી ની ?
વિચારજો , વાંચતા રહો ખેતર ની વાત ચેનલ
-- --
![]() |
![]() |
![]() |
0 comments