50 મણ મરચીના ખોખા - સૂકા મરચાં એટલે હકીકતે શું ? ફર્ટિગેશન -3 નો જવાબ - વાંચો જવાબ

50  મણ સૂકા મરચા કરવા છે?  તો એક ગણિત બરાબર સમજી લો 


તમે મરચી વાવી છે ,  તમે લીલા મરચા તોડીને રાજકોટ ની વેજિટેબલ માર્કેટ યાર્ડમાં  વેચવા જાવ છો , દલાલ તમારા મરચાની તોળાઈ કરે છે , તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા 

દા .ત . તમે તમારી નૂનહેમ 730 મરચીની ચોથી  વીણીમાં 1000 કિલો એટલેકે 50 મણ મરચા લઇ ને યાર્ડમાં ગયા એટલે કે તમારા ખેતરમાંથી પેદા કરેલા 50 મણ મરચા તમે વેચ્યાં ?   બરાબર 

તમારી જમીનમાં કઈ વસ્તુ ઓછી થઈ ? 
તમે શું વેચ્યું ? 

એક ખેડૂત તરીકે નહિ ઉત્પાદક તરીકે યાદ રાખો તમે મરચા નથી વેચ્યા પણ શું વેચ્યું ?આ પ્રશ્ન નો જવાબ માટે આપણે બધાને કહ્યું હતું થોડા મિત્રો સાચો જવાબ આપી શક્યા 

વાંચો જવાબ 

તમે તમારી મહેનત થી 1000 કિલો લીલા મરચા લઇ ને યાર્ડમાં ગયા યાદ રાખો તમે એક વેપારી છો , ઉત્પાદક છો 

તમારું કયું ક્યુ રો મટેરીઅલ તમે વાપર્યું ? 

તમારી જમીન ની અંદર રહેલા એન પી કે અને બીજા સૂક્ષ્મ તતવો ની મદદ થી  આ 1000 કિલો મરચા પાક્યા 
એમાં ક્યાં તત્વો કેટલા વપરાય તે પણ નોંધી લ્યો 


એક ટન લીલા મરચા પકવતા તમારી જમીનમાંથી 

પાંચ કિલો નાઇટ્રોજન તત્વ ના રૂપમાં 
બે કિલો ફોસ્ફરસ તત્વ ના રૂપમાં 
સાત કિલો પોટાશ તત્વ ના રૂપમાં 
અને 
નવસો ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વના રૂપમાં 
ઓછું થયું 

એટલે તમે યાર્ડમાં  તમારી જમીનમાં રહેલ ખતરો  5-2-7-0.900 જે તમારુંજમીનમાં પડેલું  રો મટેરીઅલ છે તેમાંથી માંથી બનેલા 1000 કિલો મરચા વેચવા ગયા , તમે તમારું રો મટેરીઅલ વેચ્યું , હવે તમે આ ખાતરની પૂરતી ના કરો તો શું થશે ?


હવે આગળ વિચારો 

 આપણે  જો 50  મણ ખોખા કરવા હોઈ તો 227 મણ કણ ચડેલા મરચા 
સૂર્ય પ્રકાશમાં સુકાવવા પડે તો 

227 મણ માટે  વિચારો ખાતર તો આપવુંજ પડે કે નહિ ? 

ક્યારે ? કેટલું ? કેવીરીતે?  વિચાર આવ્યો ? જો હા તો સારું

આ પોસ્ટ તમારા મિત્રને ફોરવર્ડ કરીને તેની પણ આંખ ખોલો 
જોઈએ કેટલા ફોરવર્ડ કરે છે ? હું કેટલાએ ફોરવર્ડ કર્યું તે આંકડો હવે પછી બતાવીશ  

0 comments