કેમિકલ ઇન્જુરીની વાત હવે મને સમજાણી , પ્રવીણભાઈ કોપર ઓક્ઝિક્લોરાઇડ સાથે કઈ દવા ના ભેળવાય ?


Maharashtra Orders Probe Into Death of 18 Farmers Due To Pesticide ...




બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી ( સમજાયું ? ) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવા ને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ?



આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ

મરચી માં કોપર ઓક્ઝિક્લોરાઇડ અને કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવાનું મિશ્રણ ના કરાય તે નોંધો

આજે આપણે કોપર ઓક્ઝિક્લોરાઇડ સાથે કઈ દવા નથી ભળતી તે નોંધી રાખો

મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
અને અન્ય


દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ?

કારણ મરચી તો તમારી છેને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ?

0 comments