આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ
મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો
મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ એટલે રોગ ,
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી
એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા.
હવે 12 થી 14 કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ
ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય
મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો
થ્રીપ્સનું નિયંત્રણ ક્યારે કરવું? તે ખુબ અગત્યનું છે તેથી ખેતરમાં આંટો મારી સ્કાઉટીંગ કરી ને મરચી ની થ્રેસોલ્ડ લેવલ પ્રમાણે પાંદડા દીઠ કેટલી થ્રીપ્સ છે તેનુ અવલોકન કરતુ રહેવું નહીતર થ્રીપ્સ નો ઉપદ્રવના નુકશાનમાંથી મરચીનો છોડ બહાર આવી શકતો નથી તેટલું થ્રીપ્સ પાંદડા ઉપર ઘસરકા કરીને નુકશાન કરી દે છે. મરચી ની ખેતી બહુ ટેક્નિકલ ખેતી છે , મરચી ની ખેતી નિયમ આધારિત કરો , ક્વોલિટી મરચા પકાવશો તો ફાવશો
થ્રીપ્સના નિયંત્રણ માટે
જંપ (ફીપ્રોનીલ) ૫ ગ્રામ/પંપ અથવા
સ્પીન્ટોરમ અથવા
સાયન્ટ્રીનીલીપ્રોલ અથવા
ફેનપ્રોપેથ્રીન અથવા
બેનેવીઆ (સાયઝાપિયર) ૨૫ મિલી/પંપ અથવા
રીઝન્ટ (ફીપ્રોનીલ) ૨૫ મિલી/પંપ અથવા
સ્પીન્ટોર (સ્પીનોસાડ) ૧૫ મિલી/ પંપ અથવા
મોવેન્ટો (સ્પયરોટેટ્રામેટ) ૧૨ મિલી/પંપ વારાફરતી પ્રયોગ કરવો.
મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે ...
તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે રોજે રોજ ના તાપમાન ના આંકડા ગુગલ, અશોક પટેલ ની વેબસાઈટ કે મેઘદૂત એપ્પ માંથી નોંધો છો ? જો હા તો તમારી મરચી સારી રહેશે કારણ કે હવામાન અનુસાર તમારે મરચી ની માવજત કરવાની છે નહિ કે બાજુવાળો દવા છાંટે છે એટલે છાંટવી ! એમાંય આ વર્ષે ભાવ સારા રહેવાની શક્યતા છે ત્યારે
જાગી જજો
દા ત દિવસનું તાપમાન ૩૫ છે અને રાત્રિનું મીનીમમ ૨૫ છે
તફાવત કેટલો થયો ? ૧૦ સેન્ટિગ્રેડ દવા છાંટવાની જરૂર નથી.
પણ આજે દિવસનું તાપમાન ૩૭ છે અને રાત્રિનું ૨૨ થઈ ગયું તો તફાવત કેટલો થયો ? ૧૫ તો દવા છાંટી દયો.
ચોથા દિવસે દિવસનું તાપમાન ૩૮ અને રાત્રિનું ૨૦ થઈ ગયું તો ફરી દવા છાંટવાનું શરૂ કરો
અથવા
સહેલો ઉપાય તમારી પત્નીના હોઠ અને ચામડી સૂકા હવામાનને લીધે તરડાઈ કે તે પોતાની ચામડી ઉપર નખથી તમારું નામ લખી શકે ત્યારથી ભૂકીછારા માટેની દવા છંટકાવ કરવો
અથવા 15 સેન્ટીગ્રેટ તફાવત વાળું વાતાવરણ જેટલી વાર થાય એટલી વાર ભુકીછારા ની દવા 80 ટકા સલ્ફર છાંટો ,તો તમે ભૂકીછારાના નુક્શાનમાંથી બચી જશો
સારું તે તમારું
પણ મરચી હજુ ઉગે ત્યારથી ભૂકીછારાની દવા છાંટવાની જરૂર નથી એમ મારુ તમને કહેવાનું છે,
પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખો તેના નિયંત્રણ માટે
એફીડોપાયરાપેન
સાયન્ત્રાનીલીપરોલ
ફ્લોનીકામીડ
એડમાયર (ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ)
પ્રોફેનોફોસ 25મીલી/ પંપ અથવા
કાર્બોફ્યુરાન અથવા કાર્બોસલ્ફાન અથવા કવીનાલફોસનો પ્રયોગ કરી જુઓ
ChiLCV ચીલી લીફ કર્લ વાઈરસ એ મરચી ઉગાડનાર ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તેનું નિયંત્રણ કરવા માટે જંતુ દવા દ્વારા સફેદ માખીનું નિયંત્રણ સતત કરવું તે ખૂબ મહત્વનું છે
બીજના ઉગવાથી શરૂ કરી રોપ કરો ત્યારે રોપ ની નર્સરી ઉપર 40 થી 50 મેશ ની ઇન્સેક્ટ નેટ અથવા તો ગ્રો કવર લગાડો , સફેદમાખી આ વાઇરસ ફેલાવ્યા કરે છે એમાંય જેના રોપમાં સફેદમાખી આવી તેને કુકડ આવ્યો જ સમજો
આ કૂકડ પાંદડાની નસો પીળી પાડે છે પાન ઉપરની તરફ કુકડાઈને વાટકા જેવા થઇ જાય છે અથવા તો પાનની કિનારી વળી જાય છે
મરચીના ઉપરના પાન ઝુમર જેવા થઇ જાય છે છોડનો વિકાસ અટકી જાય છે વેપારીઓને સમજાતું નથી કે શું કરવું ? તેથી એક નહીં બે નહીં પાંચ પાંચ દવાનું મિશ્રણ છાંટવાની ભલામણ કરે છે ઘણા તો જીબ્રેલીક એસિડનો સ્પ્રે કરાવે છે
પણ સાચું શું ?
સાચું છે સફેદ માખીનું પહેલાથી નિયંત્રણ મરચીમા ફરતે જુવાર/મકાઈના ચાસ કરો અને વચ્ચે વચ્ચે જુવાર/મકાઈના ચાસ કરો અને તેમાં નિયમિત દવા છંટકાવ કરો.
સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨૫ મિલી/ પંપ અથવા
મિયોંથ્રીન
વારાફરતી ઉપયોગ કરવા.
કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે.
કથીરી પાન ફૂલ ફળમાંથી રસ ચૂસે છે. પાનને કુકડાવી નાખે છે જે ફૂલમાંથી રસ ચુસ્યો હોય ત્યાં ફળ બનતા નથી.
વધુ નુકસાન થાય તો પાન તાંબાવણૉ થઈ જાય છે્ ફળો પણ કઢંગા થઈને ખરી પડે છે. જ્યારે છોડમાં પાણીની ખેંચ હોય ત્યારે કથીરીનો ઉપદ્રવ વધુ દેખાય છે. કથીરીનું નિયંત્રણ કથીરીનાશક દવાથી કરવાનું હોય છે તે યાદ રાખો
થ્રિપ્સ જીવાત ક્યારે ઈંડા મૂકે અને ક્યાં મૂકે તે આપણને ખબર છે કરણ કે આગળ આપણે જોઈ ગયા .થ્રિપ્સ ઈંડા પાંદડામાં ખાંચ કરીને અંદર ઈંડા મૂકે અને તે બેદિવસમાં સેવાઈને બચ્ચા બહાર આવી જાય . જો ઈંડા ને મારવા હોય તો ટ્રાન્સ્લેમીનીયર એટલે કે આંતરપ્રવાહી , આ દવા ઈંડાનાશક એટલે ઓવિસાઈડ કામ આવે છે.બચ્ચા બહાર આવી ગયા પછી આ દવા નહિ ચાલે ત્યારે કોન્ટેક્ટ દવા છાંટવી પડે
આ દવા સમય પ્રમાણે છાંટવી જોઈએ , ઈંડા અવસ્થા પુરી થયા પછી નહિ
આવી દવાની વાત કરીએ તેમાં પાંચ દવા નોંધો ,
ક્લોથીયાનીડીન,
ફીપ્રોનીલ,
ઈમીડાક્લોપ્રીડ,
પાયરીપ્રોક્ષીફેન
ઈટોફેનપ્રોક્ષ
વગેરે છે
બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...
ટ્રાન્સલેમીનિયર એટલે "લોકલ સીસ્ટેમેટિક". આ દવા જ્યાં છાંટો ત્યાં પાંદડામાં ઊંડી ઉતરે બે પાંદડા વચ્ચે થ્રીપ્સના ઈંડા હોય કે પાંદડાંના પડની વચ્ચે રહેલી લીફ માયનર પાનમાં (સર્પોલીયું) લીટા કરતી જીણી જીવાત. ટૂંકમાં ટ્રાન્સલેમીનિયર દવાઓ લોકલ સિસ્ટમેટીક છે. પાંદડામાં શોષાય અને પાનમાં ઊંડે સુધી ઊતરી જાય.
સીસ્ટેમિક એટલે આખા છોડમાં પાન, ડાંડલી, ફૂલ, થડ, મૂળ સુધી પ્રસરી જાય તેવી દવા અથવા ફુગનાશક
ટૂંકમાં આ બંને દવાના કાર્ય જુદી જુદી રીતે થાય. જેવી તમારી જરૂરિયાત એવી રીતે તેનો વપરાશ કરાય, બોલો જંતુ.દવા અને ફુગનાશક ક્યારે, કેવી અને કેટલી વાપરવી તે તમારે ખુદને જાણવું જરૂરી છે કે નહીં ?
થ્રીપ્સને ઈંડા મુકવા છે પણ તેને કેવું વાતાવરણ થાય ? ત્યારે તે સંવનન કરે અને પછી માદા ક્યાં ઈંડા મૂકે? . સાવ સાદા દાખલા સાથે સમજીયે ,
૩-૪ ડિગ્રી તાપમાન ગઈ રાત કરતા આ રાતનું વધે તો આપણને શું થાય? ચાલો સમજીએ
દાખલા તરીકે તમે કુલર કે એસી વગરના રૂમમાં રાત્રે સુતા છો. થોડું વાતાવરણ ઠંડુ છે તમે ગોદડું ઓઢ્યું છે. રાત્રે વાદળા આવી જાય એટલે વાતાવરણ એટલે કે જમીનની ગરમી હવે ઠંડી થશે નહીં. એટલે રાત્રે તમને ગોદડુ કાઢી નાખવાનું મન થશે આવું બને ત્યારે તમે દોડીને ફળિયામાં જાવ અને જુઓ વાદળા છે? ગઈ રાત્રી કરતા આજની રાત્રિનો આ ૩-૪ ડિગ્રીનો વધારો થ્રીપ્સની નર-માદાને મેટિંગ સંવનન કરાવશે.
બીજા દિવસથી જ થ્રીપ્સની માદા ઈંડા મુકશે. ક્યાં મુકશે? પાન ઉપર સ્લીટ એટલે કે ચીરો કરીને પાનની વચ્ચે, ઈંડામાંથી બે દિવસમાં બચ્ચા બહાર આવી જશે. તમારે ઈંડાનાશક ક્યારે છાંટવાનું હોય ?
જ્યારે આગલી રાત કરતા ૩-૪ ડિગ્રી આ રાત્રે તાપમાન વધ્યું, વાદળા છે બસ તે રાતથી બે દિવસમાં તમારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીયર છાંટી શકાય, આવું વાતાવરણ જેટલીવાર થાય તેટલીવાર દવા છાંટવી પડે એ ખાસ યાદ રાખો . નહિતર બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટમીક દવા બદલવાની અથવા મોટા નુકસાન માટે તૈયાર રહેવાનું,
તમારી પાસે પાંદડામાં થ્રિપ્સ ના બચ્ચા જોવાનો બિલોરી કાચ છે ? નથી તો તમારે થ્રિપ્સ ની ફરિયાદ કરવાનો હક્ક નથી
હવે કહેતા નહીં કે હું તો બહારગામ હતો, હું ભૂલી ગયો, બીજો નથી છાંટતો હું શા માટે છાંટું? દવા વાળાએ બીજી દવા દીધી, વગેરે વગેરે
તમારી મરચી હોય તો નિર્ણય તમારો હોવો જોઈએ. અને આપણે આજદી સુધી બીજાનો નિર્ણય ચલાવ્યો હવે નિયમ આધારિત ખેતી કરી રોજના રાત્રીના તાપમાન પર નજર રાખો .
મરચાની ખેતી કરીએ અને થ્રીપ્સ ને કાબુમાં ન કરી શકીએ તો અડધા મીમી વાળી આ નાનકડી જીવાત ખૂબ જ મોટું નુકસાન કરે છે અને ઉત્પાદન માં મોટું નુકશાન કરે છે , ડુંગળી કે લસણ થી મરચી નું વાવેતર દૂર રાખવું
30 દિવસ ની મરચી થાય પછી 50 કિલોગ્રામ પ્રતિ એકર લીંબોળી નો ખોળ ( નીમ કેક ) આપવું
સાયાંટ્રાનીલીપ્રોલ 20 મિલી /પંપ
અથવા
સ્પિનટૉરમ - ડેલિગેટ 5 મિલી / પમ્પ
અથવા
ફેનપ્રોફેથરિન
અથવા
સ્પાયરોટેટ્રામેટ
અથવા
જંપ (ફ્રીપોનીલ) ૭ મિલી/પંપ,
અથવા
બેનેવીયા (સાયઝીપાયર) ૨૫ મિલી/પંપ
અથવા
રીજન્ટ (ફ્રીપોનિલ ) 30 મિલી/ પંપ
અથવા
સ્પીન્ટોર - ટ્રેસર ( સ્પીનોસાડ) 6 મિલી/પંપ
( ચોખ્ખું પાણી લેવું અને બીજી દવા કે ખાતર આ ટેક્નિકલ સાથે ભેળવવું નહિ )
અથવા
બેલ્ટ એક્સપર્ટ (ફ્લુબેન્ડીયામાઈન + થાયોકલોપ્રીડ) ૮ મિલી/પંપ
ટ્રાન્સ્લેમીનીયર ઇફૃફેક્ટ આપે તેવી દવાને ઈંડા અવસ્થા માં વાપરીને લાભ લઇ શકાય
લાર્ગો અથવા ડેલીગેટ ( સ્પિનટૉરામ ) ટ્રાન્સ્લેમીનીયર ઇફૃફેક્ટ આપે છે તેથી ઈંડા અવસ્થા માં પણ પ્રયોગ કરી શકો
એક ને એક કીટનાશક ફરીવાર વાપરશો નહિ , દવાનું ગ્રુપ બદલતા રહો
જો ડ્રિપ દ્વારા જમીનમાં આપવું હોય તો લેસેન્ટા( ઈમીડાક્લોપ્રીડ+ફ્રીપોનીલ) આપવું
અથવા ૩૦ ગ્રામ/૧૫ લિટર પ્રમાણે ડ્રેન્ચિગ કરવું
કાળી થ્રિપ્સ માટે અસરકારક નવી દવા નોંધો
સિંજેન્ટા ની સિમોડીશ
આપણે જંતુનાશક દવા થી અથવા નિંદામણ નાશક ની આડ અસર અથવા મરચીના પાંદડા પર વિપરીત અસર ની વાત કરી રહ્યા છીએ
આજ નો પ્રશ્ન પણ ખુબ અગત્યનો છે કે પ્રોફેનોફોસ સાથે કઈ દવા ભેળવવી જોઈએ નહિ ?
આપણે તો શું કરીયે છીએ ?
બે ખોટી દવા ગાંધારી ની જેમ આખે પાટા બાંધી ને લાવવી અને છાંટવી ( સમજાયું) ? અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણ ના કરાય તેવી બંને દવા ને મિક્સ કરી ને પાણી નું પ્રમાણ કે છંટકાવ માં વપરાતા પાણી ના પી એચ નું ધ્યાન રાખ્યા વગર ભાગીયાને કહીયે કે છાંટી દે અથવા પ્રમાણ ના જાળવવાથી ઘણી વાર મરચી ના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને પછી છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચી નો વિકાસ અટકે ને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ?
આ નુકશાન ને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણ ના ઘાવ
મરચી માં પ્રોફેનોફોસ દવા સાથે કઈ બીજી દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
ક્લોરોથેનોલીન દા .ત કવચ
કોપર હાઇડ્રોક્સાઇડ
કોપર ઓક્સીકલોરાઈડ
માઈક્રોનાઇઝડ સલ્ફર
અને અન્ય
માઈટસ એટલે કે કથીરી નામની જીવાત પાંદડા ઉપર અને મરચીના ફળ મરચા ઉપર ખરબચડા ડાઘા પાડે છે, માઈટસના પાંદડાના નુકશાનમાં ઘણી વખત પાન ઉપર સફેદ ભૂખરા ડાઘ જોવા મળે છે.
તમારી મરચીમાં કથીરીનો ઉપદ્રવ છે કે કેમ ? તે જોવા મરચી ના પાન ને આઈગ્લાસ દ્વારા નીરખી ને જોવું જોઈએ , તમારી પાસે હીરાના વેપારી રાખે તેવો બિલોરી કાચ ના હોઈ તો તમે મરચી ની ખેતી કરી રહ્યા ?
કથીરી માટે કથીરીનાશકનો છંટકાવ કરવો જોઈએ. જોજો કથીરી માટે કથીરીનાશક ચાલે , માયટીસાઈડ ચાલે
આ રોગનું નામ છે એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ.
આ રોગ આવી ગયો હોય છે લીલા મરચા હોય ત્યારે પરંતુ તેના લક્ષણ દેખાય છે મરચા જયારે પાકે ત્યારે અથવા આ રોગના લક્ષણો દેખાય છે જ્યારે લાલ મરચાં થાય ત્યારે .
યાદ રાખી લેજો કે ૧૨ કલાક તમારા છોડ અને લીલા મરચાં વરસાદ થી સતત ભીના રહે અથવા ઝાકળ થી ભીના રહ્યા હોય તો દવા વરસાદ પછી તરતજ છાંટવાની હોય છે , શિયાળામાં ઝાકળ આવે ત્યારે આ વાત યાદ રાખજો
જેટલીવાર ૧૨ કલાક છોડ સિઝનમાં ભીના રહે તેટલીવાર સામાન્ય ફુગનાશક છાંટો તો મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝમાંથી બચી શકાય.આવી ગયા પછી પિયત સાધારણ આપો ડ્રિપ થી આપો , વધુ પડતો ભેજ કે ભેજવાળું ગરમ હવામાન કે માવઠું મરચીને નુકશાન કરી શકે
કવચ (ક્લોરોથેનોલીન) ૪૫ ગ્રામ/પંપ અથવા
કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ /પંપ અથવા
એમીસ્ટાર (એઝોકસીસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ)૪૫ ગ્રામ /પંપ અથવા
ટેબુકોનાઝોલ 25 મિલી પ્રતિ પમ્પ
વારાફરતી ટેક્નિકલ બદલતા રહો
પ્રશ્ન છે : પાન નો ટપકાં નો રોગ માટે કઈ દવા છંટકાવ કરવો?
જો વરસાદ સતત મરચીના છોડને ભીના રાખે છે સતત વરસાદ થી જેની મરચી 12 થી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી ખરશે ?
મરચી માં આ પરિસ્થિતી થી વાતાવરણ ના બેક્ટેરિયા પાન પર લાગશે , મરચી ના પાન ઉપર ટપક પડશે આને બેક્ટેરિયલ લિફ્ સ્પોટ કહે છે , ટપકા મોટા થશે , કોઈ કાળજીના લીધી તો 15 દિવસ પછી પાન ખરશે , ત્યારે તમે દવા લેવા દોડસો તો તમે 15 દિવસ મોડા છો એટલું યાદ રાખજો
શું કરવાનું ?
જો ૧૪ કલાક છોડ ભીના રહ્યા અને ઉઘાડ નીકળ્યો કે તરતજ સ્ટ્રેપ્ટોસાયક્લીન + કોપર છાંટી દયો.
ફરી ૨ - દિવસ પછી સતત ૧૪ કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો
11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી.
આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાક માં 2 રોગ લાગવા ના એક પાન ના ટપકાં અને બીજો મરચા જયારે લાલ થશે ત્યારે લાલ મરચાનો અન્થ્રેકનોઝ રોગ આવશે ત્યારે તમે 125 રૂપિયા નો પંપ થાય તેવી દવાના છંટકાવ કરસો તોય કાઈ ફેર નહિ પડે તો પછી અત્યારે ચોમાસુ વરસાદમાં ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા સતત 14 કલાક ભીના રહ્યા પછી ઉઘાડ નીકળતા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
ઉઘાડ નીકળે એટલે પહેલું કામ આ કરજો
બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે બેક્ટેરિયા થી થતો સુકારો
મરચીનો આ સુકારો બેક્ટેરિયાથી થાય છે. ફૂગથી થતો સુકારો અને બેક્ટેરિયાથી થતો સુકારો અલગ અલગ હોય છે.
બેક્ટેરીયલ વિલ્ટનો સુકારો નીચેના પાન પીળા પડવાનું શરુ થાય છે અને એકા એક કાયમી માટે આખો છોડ સુકાય જાય છે. આખો છોડ પીળો પણ નથી પડ્યો હોતો ને લીલેલીલો છોડ સુકાય જાય છે. મૂળિયું ચીરતા તેના થડમાં ભૂખરા કલરનો ભાગ જોવા મળે છે એટલે કે અચાનક તેના મૂળ પાણી ખેંચવાનું બંધ કરી દે છે. આ જમીનજન્ય બેક્ટેરિયા થી થતો સુકારો છે.
જુના મૂળ અને થડમાં લાંબા સમય સુધી આ રોગ સચવાઈ રહે છે તેથી મરચીવાળા ખેતરમાં મરચી વાવવી નહિ. આ રોગ આવવાનુ કારણ ખેતી કરતી વખતે કે નીમેટોડ ડંખ થી કે જમીનજન્ય જીવાતના મૂળમાં પડતા ઘાવને લીધે ત્યાંથી આ રોગ દાખલ થાય છે.
ખુબ ઊંચું તાપમાન અને વધુ પડતો ભેજ આ રોગના ફેલાવા માટે જવાબદાર છે, પાણી દ્વારા પણ આ બેક્ટેરિયા બીજા છોડમાં સુધી ફેલાઈ શકે છે. પ્રથમ ચિહ્ન દેખાય ત્યારે તુરત જ મૂળ પાસે બેક્ટેરીસાઈડ જેવી કે એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાય્ક્લીન) ૧૨ ગ્રામ/ પંપ અથવા કોપર + ફોઝેટાઈલ ૩૦ ગ્રામ/ પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ડ્રેન્ચિંગ કરવું.
કથીરી ને અંગ્રેજીમાં માઈટસ કહેવાય. કથીરી અને જીવાત માં ફેર છે. કથીરી એ કરોળિયા વર્ગનું છે. જીવાતને ૬ પગ હોય, જ્યારે કથીરી અષ્ટપાદ વર્ગમાં આવે તેને ૮ પગ હોય,
કથીરી મરચાંના છોડમાં છે કે કેમ ખબર પડે? કથીરી કરોળિયાની જેમ ઝાળા બનાવે,
આ કથીરીનો એટેક મરચીમાં થાય તો પાન નીચે તરફ વળી જાય અને પાન તાંબાવર્ણ જાણે કટાઈ ગયા હોય તેવા થઈ જાય. કથીરી મરચીના પાન રૂપી રસોડાને ભારે નુકસાન કરે છે. ફળ ઉપર ખરબચડા ડાઘા કરે ને મરચાં પણ બગાડે.
કથીરી માટે સલ્ફર એ સારી દવા છે.
ઓબેરોન (સપાયરોમેસિફેન) ૨૫ મિલી/પંપ અથવા
વર્ટીમેક (એબામેક્ટીન) ૧૫ મિલી/પંપ અથવા
મેજીસ્ટર (ફેનાઝાક્વીન) ૪૫ મિલી/પંપ અથવા
ઓમાઈટ (પ્રોપરગાઇટ) ૪૫ મિલી/પંપ અથવા
કેલ્થેઇનનો વારાફરતી પ્રયોગ કરવો.
રોજ ખેતરમાં હીરાવાળા રાખે એવા આઈગ્લાસ રાખી પાનની નીચે જોયા કરવું.
કથીરી માટે એકેરીસાઈડ એટલે કે કથીરીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ,
કથીરીના ઈંડા અવસ્થા અથવા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે તે અવસ્થામાં નિયંત્રણ કરવું ઓછું ખર્ચાળ બને છે. નહિતર પુખ્ત ખૂબ મોટું નુકસાન કરે પછી વધુ ખર્ચ પણ થાય અને પાક ઉત્પાદન પણ ઘટે.
જે ખેડૂતો પિયત વાવસ્થાપન સરખું કરતા નહિ અને તાપમાન વખતે ખેતરમાં ભેજનું પ્રમાણ નહિવત થવાથી કથિરીનો ઉપદ્રવ વધુ થાય છે .તાપમાનના ઉતાર ચડાવ થી કથિરીનો ઉપદ્રવ વધે છે તે યાદ રાખવું .