સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -
જો મરચીની ક્વોલિટી કરવી હોય તો રોજ મરચીની ખેતી વિષે સાચું અને સમયસરની માહિતી જાણો અને બીજાને પણ સાચી માહિતી પહોંચાડો, પટેલ એગ્રોની ટેલીગ્રામ ચેનલ આજની ખેતી તમને ઉપયોગી થઇ શકે, પણ જો તમે રોજ વાંચવાના હો તો.
પ્રવીણ પટેલ દ્વારા મરચીનો બ્લોગ આજ ની ખેતીમાં તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે, આ બધું તમારા ઘેર બેઠા તમારા મોબાઈલમાં વિના મુલ્યે મળવાનું છે પણ જો તમે માહિતીના મૂલ્ય ને સમજતા હો તો !
જો તમારે મરચીની રોગ-જીવાત અને પોષણની ઉપયોગી માહિતી જોઈતી હોઈ તો તમે વોટ્સએપ જેવું ટેલિગ્રામ તમારા મોબાઈલમાં ડોઉનલોડ કરો તેથી તમને પ્રવીણભાઈના આજનીખેતી બ્લોગમાં મુકાયેલ પોસ્ટની માહિતી રોજ રોજ મળશે.
મરચીની માહિતી માંગતા ખેડૂતો ની સંખ્યામાં રોજ વધારો થાય છે
વોટ્સઅપ કરતા ટેલીગ્રામમાં માહિતી અનેકને મોકલી શકાય એટલે અમે આવું કર્યું છે અત્યારે હજારથી વધારે મિત્રોને સીધી માહિતી જાય છે
જો તમને મરચીનું ઉત્પાદન કેમ વધુ લેવું તેની માહિતી રોજ રોજ જરૂર હોય તો તમારા મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરો, ટેલીગ્રામ ડાઉનલોડ થઇ ગયા પછી અમારી ચેનલ ખેતરની વાત ચેનલમાં જોડાવ. આ પોસ્ટ માં નીચે આપેલા શેર બટન થી તમારા મિત્રોને પણ આ સંદેશ આપી રાખોતમારા મરચી ઉગાડતા ખેડૂત મિત્ર ને ફોરવર્ડ કરી દેજો ,
ચાલો મરચીની ખેતી સારી બનાવીએ અને આ વર્ષની મરચીની ખેતીને બદલી નાખીએ.
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
400 x 90
--
મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.