મરચીની ખેતીમાં વધુ એક વાયરસ ગ્રાઉન્ડનટ બડ નેક્રોસીસ વાયરસ (EGBNV) નો લક્ષણો શું ? નિયંત્રણ માટે કઈ કાળજી ?



બડ નેક્રોસીસ એક એવો વાયરસ છે કે જે મરચીના પાનમાં અનિયમિત આકારના ચાઠા પાડે છે. પાન ઉપર ઘણી વખત ડાઘમાં રીંગ દેખાય છે. પાન વિકૃત થઇ જાય છે. ફળો પણ સફેદ- લીલા અને અનિયમિત રીતે કઢંગા થઈને ખરી પડે છે. આ રોગ ઉપરના પાનમાંથી શરુ જાય છે અને છેલ્લે આખો છોડ સુકાય જાય છે આ વાયરસને તમારા ખેતરમાં લઈને આવે છે. થ્રીપ્સ, થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ પહેલેથી જ કરવું જરૂરી છે. તે માટે થ્રીપ્સ ક્યારે આવે, કેવા વાતાવરણમાં આવે, ઈંડા મારવા હોય તો કઈ દવા કામ લાગે અને બચ્ચા થઇ ગયા પછી કઈ દવા કામ આવે તે સમજવું પડશે, નહીતર છેલ્લે હાથમાં કઈ નહિ આવે થ્રીપ્સ કેવા વાતાવરણમાં આવે અને પાંદડાની અંદર કેવી રીતે પોતાના ઈંડા મુકે તે જોતું રહેવું પડે, આંટો ન માર્યોં તો પછી દવા બદલી જશે. ઈંડાને બદલે બચ્ચા મારવાની દવા છાંટવી પડશે અને તેમાય મોડું કર્યું તો મરચીની ખેતીમાંથી હાથધોઈ નાખવાનો પણ વારો આવી શકે. વાંચતા રહો...




0 comments