લાલ મરચાની ખેતી કરનારને એટલે કે સૂકા મરચા ની ખેતી કરતા ખેડૂતો ને મહાપજવનારો આ રોગ ને
એન્થ્રેકનોઝ કહેવાય છે. આ રોગ કોલેટોટ્રીટમ પ્રજાતિના રોગકારકને લીધે થાય છે.
રોગ વહેલો લાગે છે એટલે કે કે મરચી માં ફળ લાગેલા હોઈ ત્યારે વધુ વરસાદ વખતે જો મરચી નો છોડ કે મરચા સતત વરસાદ ના પાણી કે ઝાકળને લીધે ભીનાને ભીના રહ્યા હોય તે છોડ અને તે મરચામાં અન્થ્રેકનોઝ ત્યારે લાગી ગયો હોય છે, સમય જતા પાછળ થી મરચાના ફળમાં પાણી પોચા ડાઘ ગોળાકારમાં પડે છે ફળ પાકે ત્યારે આપણને ખબર પડે છે.
રીંગ આકારે ફળમાં ૩ થી ૪ સેમી સુધી ગોળ ગોળ ડાઘ થતા ફળ નકામાં બને છે. મરચા સુકાય જાય તોય ડાઘવાળા રહે છે તેથી આવું મરચું ફોરવર્ડના નીચા ભાવે વેચાય છે ,
આ રોગ થી ઘણું આર્થિક નુકશાન ખેડૂતો ને જાય છે,
આ રોગને ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. ૨૦ થી ૨૮o તાપમાન અને ભેજવાળું વાતાવરણમાં આ રોગ લાગે છે. થડ ઉપર પણ આ રોગના ડાઘ પડે છે
0 comments