ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું
સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?
મને ખબર છે તમારો જવાબ ના છે
તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......
આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો
આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....
જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો
હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે
નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે
કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત
--
--
ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?
ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી.
જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,
હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો
અથવા
મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે યાદ રાખજો,
આ એક ફૂગથી થતો સીનોફોરા બ્લાઈટ નામનો રોગ છે. આ ફૂગ એમનામ કોઈ લીલા છોડને લાગતો નથી. પરુંતુ તમારા છોડમાં જો ઘાવ પડ્યો હોય, કોઈ ડાળી હાલતા ચાલતા કે મજુરોના પગથી ભાંગી ગઈ હોય અથવા એક બે દિવસમાં તમે મરચા ઉતાર્યા હોય અને છોડમાં તોડાઈ ને લીધે ડીટીયું તોડ્યું ત્યાં ઘાવ થયો હોય , અથવા તો ખેત ઓજાર ચલાવતી વખતે ડાલી તૂટી હોઈ તો ત્યાંથી આ ફૂગ ખાસ કરીને ચોમાસામાં પ્રવેશ કરે છે.
એટલે એમ નથી કે મરચા ઉતારવા નહિ, પરંતુ ક્યારે ના ઉતારવા તે સમજી લ્યો જો તેવા સમયે રાત ઠંડી હોય દિવસ ગરમ હોય રાત્રે ઝાકળ આવી હોય અને બીજા દિવસે સખ્ત તાપ પડે તો આ ફૂગ મરચીના છોડના ઘાવ કે ઇઝા થઇ છે ત્યાંથી પ્રવેશ કરી આ રોગ લાવે છે. ટૂંકમાં આ રોગ માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું વાતાવરણ જવાબદાર છે.
મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો