આ રોગનું નામ છે એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ.
આ રોગ આવી ગયો હોય છે લીલા મરચા હોય ત્યારે પરંતુ તેના લક્ષણ દેખાય છે મરચા જયારે પાકે ત્યારે
અથવા આ રોગના લક્ષણો દેખાય છે જ્યારે લાલ મરચાં થાય ત્યારે .
યાદ રાખી લેજો કે ૧૨ કલાક તમારા છોડ અને લીલા મરચાં વરસાદ થી સતત ભીના રહે અથવા ઝાકળ થી ભીના રહ્યા હોય તો દવા વરસાદ પછી છાંટવાની હોય છે , શિયાળામાં ઝાકળ આવે ત્યારે આ વાત યાદ રાખજો
જેટલીવાર ૧૨ કલાક છોડ સિઝનમાં ભીના રહે તેટલીવાર સામાન્ય ફુગનાશક છાંટો તો મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝમાંથી બચી શકાય.આવી ગયા પછી પિયત સાધારણ આપો ડ્રિપ થી આપો , વધુ પડતો ભેજ કે ભેજવાળું ગરમ હવામાન કે માવઠું માર્ચિને નુકશાન કરી શકે
કવચ (ક્લોરોથેનોલીન) ૪૫ ગ્રામ/પંપ અથવા
કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ /પંપ અથવા
એમીસ્ટાર (એઝોકસીસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ)૪૫ ગ્રામ /પંપ અથવા
ટેબુકોનાઝોલ 25 મિલી પ્રતિ પમ્પ
વારાફરતી ટેક્નિકલ બદલતા રહો
2 comments