વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના
હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,
જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે ,
જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.
અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ
રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.
આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો
નીતાર રહે.
કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
ગોંડલ વિસ્તારના ખેડૂતો મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ? શું કારણ ?
1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે સારું બીજ પસંદ કરો
2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા , મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .
3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .
4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .
જે ખેતરમાં મરચી વાવતી હોય અથવા મગફળીની ખેતી થતી હોય તે મરચીના ખેતરમાં સ્ક્લેરોસિયા નામની રાઈ જેવા દાણા ધરાવતી ફૂગના દાણા પડ્યા રહે છે જેમાં અનુકુળ વાતાવરણ એટલે કે ભેજ વાળું વાતાવરણ મળતા મરચીની ફેરરોપણી કરી હોય કે મરચી ચોપી હોય તેમાં થડ પાસે લાગે છે આપણે તેને ગળું પડ્યું તેમ કહીએ છીએ ઘણીવાર છોડ મારી જાય છે.
આ રોગનું કારણ છે વધારે ભેજ, બહુ ઓછો ભેજ, વધુ ગરમ વાતાવરણ, ખાતર ગળતીયું ન વાપર્યું હોય, આ રોગ માટે ડ્રેન્ચિંગ તાત્કાલિક કરવું પડે અથવા પહેલા વરસાદ પછી થડે થડે ટ્રાયકોડરમાનું ડ્રેન્ચિંગ કરવું પડે.
રીડોમિલ (મેટાલેક્ષીલ + મેન્કોઝેબ) ૭૦ ગ્રામ/પંપ નાખી નોઝલ કાઢી ડ્રેન્ચિંગ કરો.
મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે ,
વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું.
પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી જાય. ઓક્સિજન બહાર નીકળી જાય તો મૂળ શ્વસન કેમ કરે ?
થોડું ટેક્નિકલ થઇ જશે છતાં સમજવું તો જમીનમાં રહેલ આયન(લોહતત્વ) આયનમાંથી ફેરિક બની જાય અને ફેરિક છોડ ઉપાડી શકે નહિ એટલે છોડમાં આયનની ઉણપ દેખાવા માંડે છોડ પીળા પડી જાય.
મરચીની ખેતી એટલે જ તો પાળા ઉપર કરાય ,
ખેતી કરવી તો સમજી ને ,
સાચી માહિતી ક્યાંથી મળે એની કિંમત સમજાય તો પછી ખેતી ખંત થી થાય