મરચી માં આવતા વિવિધ રોગો અને જીવાતો સામે જતુંનાશક દવાનો ખુબ મોટો ખર્ચ થાય છે તે ઘટાડવો કેવી રીતે ?

Sandia Pepper: Surprisingly Spicy - PepperScale








મરચી માં આવતા વિવિધ રોગો અને જીવતો સામે જતુંનાશક દવા નો ખુબ મોટો ખર્ચ થાય છે તે ઘટાડવો કેવી રીતે ?


આ પ્રશ્ન ના જવાબ માં કહેવાનું કે આપણે મરચી ની ખેતી માં આવતા રોગો અને જીવાત માટે ઘણીવાર અઠવાડિયે એક વાર દવા તો ક્યારેક તો અઠવાડિયે બે વાર જતુંનાશક ના છંટકાવ કરીયે છીએ , રોગ કે જીવાત કાબુમાં લાવવા માટે વેપારી પણ એક નહિ બે નહિ પાંચ પાંચ દવા ના ડબલાં આપે છે તો ક્યારેક પરિણામ મળે છે તો ક્યારેક નથી મળતું તો કરવું શું ? બધા મરચી ઉગાડનાર અને દવાના વેપારીનો પણ આ સળગતો સવાલ છે ?


કરવું શું ?


આપણે રોગ , જીવાત , વાયરસને ટાર્ગેટ બનાવીને કાર્ય કરી રહ્યા છીએ એટલે કે  ખેતર માં દેખાય તેને ઠાર કરોની નીતિ અપનાવીએ છીએ . રોગ જીવાત દેખાય એટલે પગલાં લેવા દોડીએ છીએ.આપણે કેવું હવામાન થાય ત્યારે કયો રોગ આવવાની શક્યતા વધે છે તે જાણતા નથી 

થ્રિપ્સ થી પાંદડા વાટકા થયા દોડો દવા લેવા
પાંદડા ખરે છે , પાટલા માં પાંદડા ખરેલા દેખાય છે દોડો દવા લેવા
અમુક અમુક છોડ માં એકાદ ડાળી સુકાયેલી અને નમી ગયેલી દેખાય છે દોડો દવા લેવા
છોડ ઉભે ઉભો સુકાય છે દોડો દવા લેવા

અમુક ખેડૂતો તો આ બધું થાયને છોડ સાવ ખલાસ થય જાય ત્યારે દોડે

બોલો આ બધા ખેડૂતો શું કરે છે ? કેટલા મોડા પડે છે ? રોગ , જીવાત આવ્યા પછી કેટલો સમય વીતી ગયો પછી આ સારવાર કરે છે ? શું કરવું ? 
મરચીની ખેતીનું અત થી ઇતિ માહિતી મેળવવવા માટે કૃષિ નિષ્ણાંત ના સંપર્કમાં રહો , ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ , વાડીયે એક થર્મો મીટર વસાવી લો , ગુગલ વેધર જોતા રહો .



ચાલો આ વર્ષની મરચીની ખેતી બદલી નાખીએ .....

ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ એટલે મરચીના બધું ઉત્પાદન માટે કૃષિનું વિજ્ઞાન






0 comments