Showing posts with label ઇન્ફોર્મેશન ઇઝ પાવર. Show all posts
Showing posts with label ઇન્ફોર્મેશન ઇઝ પાવર. Show all posts
આ પ્રશ્ન ના જવાબ માં કહેવાનું કે આપણે મરચી ની ખેતી માં આવતા રોગો અને જીવાત માટે ઘણીવાર અઠવાડિયે એક વાર દવા તો ક્યારેક તો અઠવાડિયે બે વાર જતુંનાશક ના છંટકાવ કરીયે છીએ , રોગ કે જીવાત કાબુમાં લાવવા માટે વેપારી પણ એક નહિ બે નહિ પાંચ પાંચ દવા ના ડબલાં આપે છે તો ક્યારેક પરિણામ મળે છે તો ક્યારેક નથી મળતું તો કરવું શું ? બધા મરચી ઉગાડનાર અને દવાના વેપારીનો પણ આ સળગતો સવાલ છે ?
કરવું શું ?
આપણે રોગ , જીવાત , વાયરસને ટાર્ગેટ બનાવીને કાર્ય કરી રહ્યા છીએ એટલે કે ખેતર માં દેખાય તેને ઠાર કરોની નીતિ અપનાવીએ છીએ . રોગ જીવાત દેખાય એટલે પગલાં લેવા દોડીએ છીએ.આપણે કેવું હવામાન થાય ત્યારે કયો રોગ આવવાની શક્યતા વધે છે તે જાણતા નથી
થ્રિપ્સ થી પાંદડા વાટકા થયા દોડો દવા લેવા
પાંદડા ખરે છે , પાટલા માં પાંદડા ખરેલા દેખાય છે દોડો દવા લેવા
અમુક અમુક છોડ માં એકાદ ડાળી સુકાયેલી અને નમી ગયેલી દેખાય છે દોડો દવા લેવા
છોડ ઉભે ઉભો સુકાય છે દોડો દવા લેવા
અમુક ખેડૂતો તો આ બધું થાયને છોડ સાવ ખલાસ થય જાય ત્યારે દોડે
બોલો આ બધા ખેડૂતો શું કરે છે ? કેટલા મોડા પડે છે ? રોગ , જીવાત આવ્યા પછી કેટલો સમય વીતી ગયો પછી આ સારવાર કરે છે ? શું કરવું ?
મરચીની ખેતીનું અત થી ઇતિ માહિતી મેળવવવા માટે કૃષિ નિષ્ણાંત ના સંપર્કમાં રહો , ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ , વાડીયે એક થર્મો મીટર વસાવી લો , ગુગલ વેધર જોતા રહો .
ચાલો આ વર્ષની મરચીની ખેતી બદલી નાખીએ .....
ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ એટલે મરચીના બધું ઉત્પાદન માટે કૃષિનું વિજ્ઞાન
મરચી ની ખેતી માં હવામાન ની અસરો વિષે આપણે વારંવાર વાતો કરીયે છીએ , તમારો પ્રશ્ન પુરે પૂરો સાચો નથી કારણ કે રાતે વાદળ આવે તો દર વખતે મરચી ને નુકશાન થાય એવું નથી
વરસાદના મહિનામાં ઘણી વખત રાત્રે વાદળ વધુ આવે ને વરસાદ પડે તે શક્ય છે એટલે રાત્રે વાદળ આવે તો ભલેને આવે એનાથી મરચીના પાકને નુકશાન થાય જ તેવું નથી , સતત વરસાદ આવે 14 કલાક પાન ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનો એટેક મરચીઉપર લાગી શકે તે , ભેજ થી ફૂગ આવી શકે તેની આપણે અગાઉ વાત કરી હતી
તમારો પ્રશ્ન બીજી રીતે સાવ સાચો છે
એક દાખલા સાથે તમારો પ્રશ્ન સમજીયે
દા .ત . આજના ગુગલ ડેટા પ્રમાણે રાત્રિનું મિનિમમ તાપમાન 25 સેન્ટિગ્રેડ છે , કાલે રાત્રે વાદળાં આવી જાય વરસાદ નથી અને કાલ નું મિનિમમ તાપમાન 28 થયું તો શું થશે રાત ઠંડી હશે કે ગરમ ?
રાતે વાદળ હોઈ એટલે આખા દિવસની ની જમીન ની ગરમી જે રાત્રે ઓછી થવી જોઈએ તે થશે નહિ ને ગરમી વધશે , એટલે કે રાતનું મિનિમમ તાપમાન ગઈ કાલ કરતા જો 3 ડિગ્રી થી વધુ વધ્યું તો , થ્રિપ્સની માદા પાન ની અંદર ખાંચો કરી ને ઈંડા મુકશે તે ઈંડા બીજા દિવસે ફૂટશે ને તેમાંથી બચ્ચા બહાર આવશે, બચ્ચા બહાર આવી ગયા એટલે નુકસાન હી નુકશાન .....
આ કયારે થયું તે બરાબર સમજી લો ગઈ રાત્રી ના તાપમાન કરતા આજની રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું તો થ્રિપ્સ ઈંડા મુકશે , આવા વખતે આપણે શું કરવાનું સવારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીએર દવા છાંટી દ્યો તો મોટા નુકશાન માંથી બચી જશો
આટલા જાગૃત રહી શકો તો મરચી સારી થાય , બાકી મારા પાન કુક્ડાય ગયા છે તેવું કહી મોંઘી દવાના ખર્ચ કરવાના બીજું શું ? તોય કાબુ માં આવે તો આવે ,
આવી માહિતી તમને અને તમારા મિત્ર ને ઉપયોગી લગતી હોય તો તમારા મિત્રોને પણ ટેલિગ્રામ ચેનલ જોડો
આપણે આ અગાઉ સમજ્યું છે કે એન્થ્રેકનોસ એટલે કે ડાઈબેક કે લાલ ફળોનો ડાઘીનો રોગ ક્યારે આવે ?
હવામાનના બદલાવના લીધે બે પરિસ્થિતિ સાથે થાય તો આવે
તમારી મરચીમાં એન્થ્રેકનોસનો મોટો એટેક આવી શકે છે
તાપમાન 28 સેન્ટિગ્રેડ ( ગુગલ જુવો ) અને
રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ 95 % થાય તો એન્થ્રેકનોસ નો ચેપ મરચીને લાગી શકે છે
આપણી ચેનલ માં એન્થ્રેકનોસની દવા જણાવી છે તે તમારે તાત્કાલિક ઘાટો સ્પ્રે કરવો પડશે ક્યારે ?
જો આ બે વાતો એક સાથે બને તો જ
તાપમાન 28 ડિગ્રી સેન્ટિગ્રેડ
ભેજ ની ટકાવારી 95 %
આપણી ચેનલના ખેડૂત મિત્રોએ ગુગલ વેધર જોતા રહો
થર્મોમીટર વાંચતા રહો
પ્રવીણ પટેલ
આ પોસ્ટ આજેજ વોટ્સએપથી તમારા સગા -સંબંધી -મિત્રને મોકલવા માટે અહીં નીચે સોસીઅલ મીડિયા લોગો છે તેમાં વોટ્સએપ લોગો પર ક્લિક કરી મોકલો
દવાના નામ નોંધો ,
નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ
ડાયફેનકાઝોલ + અઝોસ્ટરૉબિન 20 પ્રતિ પમ્પ
આપણે ખેતી ને ધંધો સમજીયે છીએ અને ખેતી માંથી પૈસા કેમ કમાવા તે વિચારીયે છીએ
તમે ખેતી માંથી પૈસા કમાવ તે અગત્ય ની વસ્તુ છે અને પૈસા કમાવાની જવાબદારી આપણી પોતાની છે એટલે ખેતી માટે સારું શું છે તે જાણવું ? ખેતી માં શું કરવા થી વધુ પૈસા કમાઈ શકાય ? જે જાણવાની જવાબદારી પણ આપણી છે .
ઘણીવાર માહિતીના અભાવના કારણે આપણ ને જોઈએ તેટલી સફળતા અને પૈસા મળતા નથી,
એવું ના બને એટલા માટે આ બ્લોગ દ્વારા તમને માહિતી આપવાનો અમારો આ પ્રયાશ છે , બીજા કૃષિ મિત્રોની જેમ તમે પણ સ્માર્ટ કૃષિ મિત્ર બનીને તેનો ઉપયોગ કરી શકો છો ને તમારી ખેતી ની આવક વધારી શકો છો .
ખેતી માં ઘણી પ્રતિકૂળતાતો છે જ પણ આપણે વિજ્ઞાનને સમજીને તે બધા માંથી રસ્તો કાઢવાનો છે , આપણા છોડ તમે ઉત્પાદન આપવા તૈયાર છે પરંતુ આપણે છોડ ને પ્રતિકૂળતા ( સ્ટ્રેસ ) માંથી અનુકૂળતા કરી આપવાની છે .
એક વાત તમને કહું આપણે જંતુનાશક અને બિયારણ પર જેટલું ધ્યાન આપ્યું તેટલું ધ્યાન આપણે છોડની અનુકૂળતા , જમીન ની તંદુરસ્તી , જરૂરી સપ્રમાણ ખોરાક આપવાની વાત પર. સાવ ઓછું ધ્યાન આપીયે છીએ , સાચું કે નહિ ?
ખેતર ની વાત ટેલિગ્રામ ચેનલ દ્વારા અમે તમારા સુધી મરચી ,કપાસ અને બાગાયત પાકો ની અસરકારક માહિતી પહોંચાડવા નું ધ્યેય લીધું છે , તમે પણ વાંચો અને તમારા મિત્ર ને પણ અમારી ટેલિગ્રામ ખેતી ની ચેનલ ખેતર ની વાત માં જોડો
ચાલો જીતો ને જિતાડો ધ્યેય સાથે આપણે ખેતી ની આવક વધારવા એક બીજા ને મદદ કરી આપણી ખેતી નું ઉત્પાદન વધારીએ ,
અમારી એક વિનંતી છે કે જો તમને આ માહિતી સારી લાગે અને તમે અમારો આભાર વ્યક્ત કરવાં માંગતા હોતો એટલું કરજો કે તમારા ખાસ બે મિત્રો ને ટેલિગ્રામ ની ચેનલ ખેતર ની વાત માં જોડજો તેજ અમારો આભાર છે કારણ કે ખેતી ની માહિતી ના લાભ આપણે આપણા પૂરતા નથી રાખવા વહેંચવાં છે
આપણે ખેતર ની વાત ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત અને મારો બ્લોગ આજનીખેતી દ્વારા શું કરવા માંગીયે છીએ તે પ્રશ્ન ના જવાબ માં લખવાનું કે આ ચેનલ નો ઉદેશ બહુ સ્પષ્ટ છે ઇન્ફોર્મેશન ઇઝ પાવર
ખેડૂત મિત્ર ને સાચી માહિતી દ્વારા જાણકાર બનાવવો જેથી ખોટા ખર્ચ માંથી બચે
ખેડૂત મિત્ર ને આધુનિક ખેતીની માહિતી આપી તેને સફળ બનવા મદદ કરવી
ખેડૂત મિત્ર પોતે પોતાની ખેતીનો કૃષિ નિષ્ણાંત જાણકાર બનાવવા
ખેડૂત મિત્ર પોતે નિર્ણય લેતા થાય તેવું જ્ઞાન આપવું
ખેડૂત મિત્ર બીજાના નિર્ણયો કરતા પોતાનો નિર્ણય ને માને અને સાચી ખેતી કરે
ખેડૂત મિત્ર પોતે મરચી નું અથ તિ ઇતિ જાણે અને સાચો નિર્ણય કરે
હજુ મને જે પ્રતિભાવ મળવો જોઈએ તે મળતો નથી ,
સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે પણ પ્રતિભાવ ખૂટે છે
દા .ત . મેં તમારા ખેતર ના રોગ જીવાત અવલોકન સપ્ટેમ્બર સર્વે ફોર્મ મોકલ્યું તે 343 જણાએ જોયું પણ ખાલી 25 જણાએ ભર્યું , બોલો શું કરવું ?
એમાં શું માહિતી હતી ખબર છે ?
તમારી મરચી માં ક્યાં રોગ જીવાત ડ્રિપ વગેરે માહિતી ને આધારે આપણ ને આપણા વિસ્તાર નો સર્વે થાય તે માટે પૂછેલું તો મને ખબર પડે મારે હવે પછી ક્યાં રોગ જીવાત કે વાયરસની માહિતી મોકલવી,
મને કઈ સપનું ના આવે કે તમારા ખેતર માં થ્રિપ્સ છે કે કથીરી , સમજ્યા કે ?
પણ આપણે પ્રતિભાવ ન આપીયે શું સમજવાનું ?
કા તો તમે ખાલી ખોટા મારી સાથે એટલે કે ખેતર ની વાત સાથે આપનો સમય નો વ્યય કરો છો
અથવા
તમે ભૂલથી અહીં આવી ગયા છો , આવું હોઈ તો ડિલીટ બટન તમારી રાહ જુવે છે
અથવા
તમે એમ માનતા હો કે આતો પોતાના ધંધા માટે કરતા હોઈ આપણે કઈ થર્મોમીટર ના વસવાય , તો તમને ઠીક લાગે તે કરજો
અથવા
પ્રતિભાવ ની જરૂર એટલા માટે હોઈ છે કારણ કે આપણા ઉદેશ પ્રમાણે તમારે માહિતી કઈ જોઈએ છે? તે તો ગ્રુપ એડમીન ને ખબર હોવી જોઈએ આ કઈ ફોરવર્ડ ગ્રુપ નથી કે જે હોઈ તે ઉપર થી આવ્યું fwd મોકલી ને ઇનબૉક્સ ભરી દેવું
આશા છે કે હવે પછી ના બધા માસિક સર્વે માં આપ ભાગ લેશો તો આપણા માટે માહિતી આપવી અને તમને સમય પ્રમાણે ની સાચી માહિતી મળી રહેશે , મરજી તમારી ,
હું પ્રતિભાવ ના આપું તો ચાલશે એવું નહિ વિચારતા , તમારો અભિપ્રાય મારા માટે કિંમતી છે
આપણે સંખ્યા નથી વધારવી , આપણે સારું ઉત્પાદન લઇ ને જીતો ને જિતાડો કરવું છે
તમારા માટે આ ગ્રુપ ઉપયોગી ના હોઈ તો તમારી જગ્યા તમારા કોઈ મિત્રને આપી તેને મદદ કરજો , તમને આભાર મળશે એની ખાતરી રાખજો
નીચે આપેલું બટન તમારો પ્રસન પૂછવા અહીં ક્લિક કરો છે ત્યાં પ્રશ્ન પૂછી શકો છો
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.