આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જયારે ત્રણ પરિસ્થિતિ નિર્માણ થાય.
રોગકારક હાજર છે , વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકશાન થાય છે
રોગ ત્રિકોણ યાદ રાખો
જો તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકુળ હોય તો જ રોગ આવે છે તે રોકવા ખેડૂતે સમયસર પગલા લેવાથી ઓછા ખર્ચે નુકશાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે
1- રોપ તદુરસ્ત અને સફેદ માખી થી મુક્ત પેદા કરો - રોપ માં દવા છાંટો -રોપ ની ઉપર ઇન્સેક્ટ નેટ લગાડો .
2- રોપમાં સફેદમાખી આવી તો સમજો કે વાયરસ રોગનો ચેપ લાગી ગયો
3- ગયા વર્ષે જ્યાં મરચી હતી તે ખેતર માં મરચીની ફેરરોપણી કરશો નહિ , જ્યાં પાણી ભરાય રહેતી હોય તેવી જમીન પસંદ કરશો નહિ , દર ત્રણ વર્ષે જમીનની ઊંડી ખેડ થતી હોઈ ત્યાં મરચી વાવો
4- મરચી ની ખેતી પાળા ઉપર કરો તેના ઉપર ડ્રિપ અને 30 માઇક્રોન મ્લચીંગ લગાડો અને પાળા ઉપર ફૂટ ફૂટ ના અંતરે તંદુરસ્ત રોપ ના મૂળ ને ઇમીડાક્લોપ્રીડ અને ફુગનાશકના દ્રાવણ માં બોળી ને ફેરરોપણી કરો
5- ખેતરમાં એકલ દોકલ વાયરસ ઉપદ્રવીત છોડ દેખાય તો વહેલાસર તેને ઉપાડીને બાળી દયો .
6- ખેતરમાં રહેલ કે શેઢેપાળે રહેલ નિન્દામણ રોગ ફેલાવનાર રોગકારકો ના વાહક હોઈ છે તે દૂર કરો .
7- આજુબાજુ ના ખેતર માંથી આવતી સફેદમાખીથી બચવા દર છ- સાત મરચી ની હાર છોડી એક હાર પિંજર પાક તરીકે મકાઈ નો ચાસ કરો
8- સફેદમાખી -થ્રિપ્સ જેવી જીવાત કુક્ડ ના રોગની વાહક છે તેનું સમયસર નિયંત્રણ કરો , વીઘે 6 થી 7 પીળા ક્રોપ ગાર્ડ ટ્રેપ લગાડો
9- ચુસીયા જીવાત થી બચવા નીમ અને વાયરસ માટે ગૌમૂત્ર અને હિંગ નો પ્રયોગ વારંવાર કરો , વધુ પડતો ઉપદ્રવ થાય તો સફેદમાખી માટે જંતુનાશક પાયરોપ્રોક્સિફેન ( લાનો, ઓબેરોન અથવા સુમિપ્રેપ્પટ ) પ્રયોગ કરો
10-ચુસીયા જીવાત ખાસ કરી ને સફેદ માખી કે ચુસીયા માટે બજારમાં મળતી નામનેઠા વગર ની દવા વારંવાર છાંટશો તો જીવાત માં પ્રતિકારશક્તિ આવી જશે અને તમે નુકશાનીમાં આવી જશો , માન્ય દવા યોગ્ય માત્ર માં વાપરવા નું ગોઠવો
મિત્રો, આપણા પાકને અને આપણી આવક ને સૌથી વધુ નુકસાન કરતી પરિસ્થિતિ એટલે રોગ ,
રોગ આવી ગયા પછી પાન ખરે તે બેક્ટેરિયલ સ્પોટ હોય કે મરચા પાકે ત્યારે એન્થ્રેક્નોઝના ડાઘ પડે તે રોગ હોય આ આપણા માટે નુકસાની નો સોદો બને એમાંય આ તેજી
એટલે રોગને તો આવે ત્યાં જ નિયંત્રણ કરવો સારો અથવા આવવાના કારણો જણાય કે તરત જ પગલાં લેવા.
હવે 12 થી 14 કલાક છોડ. ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે ફુગનાશક છાંટવી પડે તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય ભાઈ
ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો 12-14 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાકા ફળો નો આ રોગ આવશે ત્યારે તને 125 રૂપિયા નો પંપ થાય તેવી દવા ના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો , જેટલી વાર પાંદડા સતત ભીના રહ્યા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
રોગકારક :
આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .
ભૂકીછારો થવાનું કારણ :
ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.
ભૂકીછારો ક્યારે આવે ?
શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો ,
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો સસ્તું ને ફાયદાકારક રહે છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય
મોડું કરશો તો નીચેની દવા વાપરવી પડશે , મરજી તમારી
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અથવા ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.
કઈ દવા સાથે કઈ દવા ભળતી નથી તે યાદ છે ને ? જોજો દવા લેવા જાવ ત્યારે તમારું જ્ઞાન કામે લગાડજો, ગાંધારી એટલે કે આંખે પાટા બાંધી દવા લેવાનો સમય ગયો , ખુલ્લી આંખે દવા ખરીદો
ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.
પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.
રોગ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.
આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.
ઉગમણા-આથમણા વાવેતરમાં ભૂકીછારો ઓછો આવે છે કારણ કે હવા ઉજાસ રહે છે.
ભૂકીછારા થી પાન ખરે તે ખેડૂતની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે આપણા ગ્રુપને ખબર છે ,
એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?
સમજાય તેવી વાત છે
પાંદડું ખરે ત્યારે તો બહુ મોડું થયું ગણાય મારા ભાઈ , 😅
બોલો ભૂકી છારો ક્યારે લાગે ???? 15 નો તફાવતનો આંકડો યાદ છે ?
ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ?
ભૂકીછારો ક્યારે આવે ?
નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી.
જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે ,
હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો
અથવા
મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે યાદ રાખજો,
મરચીમાં પોચો સડો:
બેક્ટેરીયલ સોફ્ટ રોટ- પોચો સડો
ગ્રે મોલ્ડ ના લીધે
મરચીમાં પાંદડામાં કાણાં પડ્યા નું કારણ :
ગોકળગાય, ઈયળ, ઢાલીયાનો ઉપદ્રવ હોઈ શકે અથવા
મેંગેનીઝ તત્વની ખામી હોઈ શકે
વધુ માહિતી માટે વાચતા રહો
મરચીમાં આવતા એન્થ્રેક્નોઝ જેવો જ નુકશાનકારક ગુણધર્મો ધરાવતો રોગ અલ્ટરનેરીયા સ્પોટ એટલે કે પાંદડાના ટપકા અને ફળ ઉપર ટપકાનો રોગ આવે છે. આ રોગ અલ્ટરનેરીયા નામના રોગકારકના લીધે આવે છે. પાંદડા ઉપર ટપકા પડે છે. ફળ ઉપર ટપકા પડે છે. જે સમય જતા અનિયમિત આકારના ગોળ ગોળ ડાઘ પડે છે. સમય જતા તેમાં કાળી ફૂગના તાંતણા પણ જોવા મળે છે.
અલ્ટરનેરીયા લીફ સ્પોટ, પાન અને ફળના ટપકાના રોગ માટે
નેટીવો ૮ ગ્રામ/પંપ અથવા
એન્ટ્રાકોલ ૪૫ ગ્રામ/પંપ ટ્રાયકલોક્ષાસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ અથવા કસ્ટોડીયા ૨૫ મિલી/ પંપ અથવા એઝોસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ કેબ્રીઓટોપ અથવા મેટીરામ+ પાયરોકલોસ્ટ્રોબીન નો ઘાટો છંટકાવ કરવો.
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.
મરચીના પાકમાં શરુ શરૂમાં નીચેના પાન પીળા પડે અને થોડા વખતમાં જ લીલો છોડ આખો ઉભે ઉભો સુકાય જાય આવી પરિસ્થિતિ માટે ફયુઝેરીમ રોગકારકને જમીનનું તાપમાન જો ૩૨૦ સે. થી વધુ મળે અને જમીનમાં રોગકારક હોય અને વધુ પડતો ભેજ જમીનમાં હોય તો ફ્યુઝેરીયમ વિલ્ટ ફાટી નીકળે છે. ઉભે ઉભા એટલે લીલેલીલા છોડ સુકાય જાય છે. આ રોગ જે જમીનમાં આવતો હોય ત્યાં વર્ષો સુધી ટકે છે. આ રોગ ખેતીના સાધનો દ્વારા, પાણી દ્વારા પ્રસરે છે.
મરચીની ખેતી માં રોજ ખેતર નું સ્કાઉટીંગ કરવું એટલે કે આંટો મારીને અવલોકન કરવું જરૂરી છે , ઉપરની ત્રણ રીત માંથી કોઈ પણ રીતે તમે અવલોકન લઇ શકો
અવલોકન કેમ કરવું ?
ડાયરી રાખવી તેમાં અવલોકન લખવું , છોડના પાન , ડાળી , મૂળ વગેરે નું અવલોકન કરવું
બિલોરી કાચ , મોબાઇલ સાથે હોઈ તો ફોટો પાડી ઝૂમ કરીને આવલોકન કરવું
પ્રસ્ન કે સમશ્યાનો નજીક થી પાડેલ ફોટો કૃષિ નિષ્ણાંતને મોકલવો વગેરે
આપણે રોગ ત્રિકોણ વિશે અગાઉ વાત કરી ગયા છે તે તમને યાદ હશે
રોગ માટે જવાબદાર રોગકારકોની હાજરી છોડ પર વિવિધ લક્ષણો બતાવીને કરે છે. દા.ત. મરચીના પાનના ટપકા, મરચીના પાન ઉપર પાણી પોચા ટપકા, મુળિયામાં ગાંઠ,
એકાએક છોડનું સુકાવું અથવા ધીરે ધીરે છોડનું સુકાવું ,
મરચાની એકાદ ડાળી સુકાય જવી વગેરે લક્ષણો દ્વારા છોડ આપણને સુચવે છે કે રોગકારકની તમારા ખેતરમાં હાજરી છે.
આ અવલોકન સતત અને રોજે રોજ થવું જોઈએ એકાદ દિવસ નું પણ મોડું ઘણી વખત મોટું નુકશાન આપી જાય છે , નિયમિત અવલોકન દ્વારા રોગ આવે કે તુરત જ નિયંત્રણ કરવાથી લાભ થાય છે.
ઘણી વખત બે ત્રણ દવા એકસાથે ભેળવીને છાંટી હોય અને દવાઓ એકબીજામાં ભેળવવાથી નવુ જ રસાયણ બનતું હોય તો અથવા સાચી દવાનો છંટકાવ ના થયો હોય તો બીજા દિવસે ફાયદો દેખાતો નથી , જો આંટો મારીયે તો બીજા દિવસે છોડ તેની અસર બતાવે છે અને ભૂલ થઇ હોય તો સુધારી ને રીપેર કરવું હોય તો વહેલી ખબર પડે તો લાભ થાય છે .....
રોજ મરચીના પાક નું સ્કાઉટીંગ કરો આંટો મારો
મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,
૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે
ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? કેટલા દિવસ મોડા પડ્યા ? વિચારજો
ફયુઝેરીયમ સુકારો , ફયુઝેરીયમ ઓક્સિસ્પોરમ રોગકારક ને લીધે થતો સુકારો છે , આ રોગમાં છોડના પાન વળી જાય છે અને પીળા પડી જાય છે , આ રોગ ખેતરમાં અમુક જગ્યાએ શરુ થાય છે , છોડ મરી જાય તો પણ પાન જોડાયેલ રહે છે , જ્યાં સુકારો આવતો હોય તે જમીન માં મરચી ૨ વર્ષ વાવવી જોઈએ નહિ.
ગરમ વાતાવરણ ૩૨ ૦ સે. ગ્રે.તાપમાન હોય ત્યારે વધુ પડતું પિયત આપવાથી આ રોગ ફેલાય છે માટે આવા સમયે વધુ પડતું પાણી આપવાની ટેવ છોડવી પડશે. ડ્રીપ ઈરીગેશન અપનાવો. રોગ માટે ફૂગનાશકનું થડ પાસે ડ્રેન્ચિંગ કરો. ટ્રાઇકોડરમા વીરિડી ફુગનાશકનું પહેલેથીજ છાણીયા ખાતર સાથે ભેળવીને આપવું . આવી જમીનમાં પહેલાથી સોઇલ સોલેરાઈઝેશન એટલે કે પ્લાસ્ટિક પાથરીને જમીન ગરમ કરીને નિર્જિવિકરણ કરી વાવેતર કરવું જોઈએ .
હવે આવનારા રોગ વિશે જાણો અને કૃષિ નિષ્ણાંત ની સલાહ લ્યો
સારા અને અનુભવી વેપારી પાસેથી માર્ગદર્શન લ્યો ,
દા . ત . પશુને ખરવા થયો હોય તો દવા કરીએ એટલે રૂઝ આવી જાય.
સમયસર દવા પીવડાવીએ તો પગ કાપવો ન પડે !
જ્યારે તમે મરચીના રોગ ના ચિન્હોની ખબર ના હોય , તમે ભાગીયા ભરોશે હો , તમે રોજ મરચીના ખેતરમાં અવલોકન કરતા ના હો તો ......મરચીના રોગ લાગે તેની ખબર ન રહે તો પાંદડું જ ખરી જાય.
રસોડું નાશ પામે, શું કરો ખોરાક બનતો બંધ, ચેપ લાગે તે વધારામાં, નુકસાનનો પાર નહીં !
એટલે જ જીવાત કરતા રોગ નુકસાન મોટું.
મરચીના પાકની રસી એટલે કે પી એસ એ પી ખાતરના પરિણામો
અત્યારે વરસાદ ખુબ પડ્યો જેમને ખુબ પાણી ભરાયા અને નિકાલ નથી થયો તેમના માટે તો પાણીના નિકાલ પછી કોઈ આપી શકાય પરંતુ તે ખેડૂતોને પાણી નીકળી ગયા અને ખેતર માં જઈ શકાય તેમ છે તેને શું કરવું તેનો વિચાર કરવા નો સમય છે
પી એસ એ પી ખાતર જેને વરસાદ પહેલા પંપે 150 થી 200 નાખીને થડે થડે કે ઉપરથી સ્પ્રે કર્યો છે તેને વરસાદની સામે મરચી વધું સારી રહી છે તેમણે ફરી પી એસ એ પી દર 10 દિવસે ઉપરથી સ્પ્રે કરવો અને કુક્ડ હોઈ તો 200 ગ્રામ નાખી સ્પ્રેય કરવો
ચાર કામ મરચીના પાક માં ખાસ કરવા
એક : વરસાદ ગયા પછી તરતજ કોપર સાથે સ્ટ્રેપ્ટો સાયક્લીન દવાનો આપણે અગાઉ કીધું તેમ ઉપરથી છાંટવા નો પ્રયોગ કરવો
ત્રીજું : ઉપરથી છાંટવાના ખાતર 19-19-19 પંપે 150 ગ્રામ સાથે ચીલેટેડ માઈક્રો ન્યુટ્રીઅન્ટ નો ઘાટો સ્પ્રે કરવો જેથી અત્યારે મૂળિયાં કામ કરતા નથી ત્યારે ઉપરથી ખોરાક મળી જાય
ચોથું : મરચી ને વધુ સારી કરવી હોય તો વીઘે 3 કિલો ઝાયટેનિકસ બાયો ફેર્ટીલાઇઝર નું થડે થડે ડ્રેનચીગ કરો , તમારી નજીક ઝયટોનિક્સ ક્યાંથી મળશે તે જાણવા 9825229766 પાર ફોન કરો
પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ ઘાટો છટકાવ થયો ત્યાં
પી એસ એ પી નો 200 ગ્રામ પ્રતિ પમ્પ નો છંટકાવ - કુક્ડ હતી ત્યાં
1 - કુક્ડ નું જોખમ ઓછું થયું , નવી કૂંપળ માં કુક્ડ નથી
2 - જ્યાં 200 ગ્રામ પ્રતિ પમ્પ ના સતત બે છંટકાવ ચાર દિવસ ના અંતરે થાય ત્યાં કુક્ડ આગળ વધતો અટક્યો
પી એસ એ પી નો છઁટ્કાવ ઘાટો અને પાંદડા ભીંજાય તેમ કરવો , વીઘા દીઠ સ્પ્રે પમ્પ વધતા રહેવા જોઈએ
તમારા મિત્ર ને કહો કે તમારી મરચી ને સારી બનાવવા દર દશ દિવસે પી એસ એ પી છટકાવ કરવા માંગો છો? તમારી મરચી માં પ્રતિકાર શક્તિ લાવી રોગ જીવાત સામે રક્ષણ મળે તેવી મરચી બનાવો7
વધુ વિગત માટે ફોન કરો 9825229766
મરચીમા લાગતો સુકારાનો રોગપીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારક ને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજ ને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે.
રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એપ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, રોપની જગ્યા સારી પસંદ કરો
રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો,બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપનાથડે થડે ડ્રેન્ચિંગ કરો, ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે
તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળા ને આપીને રોપ નર્સરી મા તૈયાર કરાવતા હો તોજે નર્સરી ઇન્સેક્ટ નેટ નો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોઈ તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આ વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે
આ જમીનજન્ય ફૂગ પીથીયમ અને રાઈઝેક્ટોનીયા ને લીધે રોપ ઉભો જમીન પાસેથી સુકાય છે , જમીન પાસે ગળું પડે, પાણી પોચા ડાઘ થડ ઉપર અને
ડાળી ઉપર જોવા મળે, પાણી અપાતું હોઈ તે પાણીનાપ્રવાહ તરફ રોગ
આગળફેલાય, ઘાટા વાવેતરમાં આ રોગવધે, પાણીની નિતાર સારો ના હોય તેવી જમીન આ રોગ જોવા મળે છે , વધુ પડતું નાઈટ્રોજન આપવાથી આ
રોગ વધે . જે જમીનમાં ફાયટોપથોરા આવે છે ત્યાં વધુ જોવા મળે છે .
આ રોગ થવાનું કારણ : ઘાટું વાવેતર, નાઈટ્રોજન નો વધુ પડતો વપરાશ, એકને એક
ખેતરમાં મરચી કરવી , નિતાર સારો ના હોય તેવી જમીન .
નિયંત્રણ : નીતાર સારો રાખો , જમીન સુધારણા કરો , સેન્દ્રીય તત્વો નું ઉમેરણ
કરો , પાક ફેરબદલી કરો , વરસાદ પછી ખાસકાળજી લેવી, રેઈસ બેડ
એટલે કે પાળાઉપર મરચી વાવો, ફૂગનાશક પ્રયોગ કરો . ડ્રેનચિંગ કરો
આ એકડાળીનો સુકારો મરચીને ઘાવ પડેલ હોય તો આવે બોલો આ તમને ખબર હતી ?