વરસાદ પછીની માવજત - ૫ - એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે ?
વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે ,
જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી ને પાંદડા ઉપર પડી ને બીજા દિવસે સૂરજની તીવ્રતા વધુ હશે કારણ કે વાતાવરણ માં ધૂળ નથી ,
સખત તાપ પડશે , ઝાકળ છે તો જ્યાં મરચી ઈજા કે ઘાવ થયો છે ત્યાંથી આ ફૂગ લાગશે ,
સીનેફોરા બ્લાઈટના રોગ વાતાવરણના આવા બદલાવની સાથે જો મરચી ના છોડ માં તમારા કે મજૂરો દ્વારા મરચી ની ડાળી તૂટી તો ત્યાં પડેલ ઘાવ કે પછી તમે કાલે તોડાઈ કરી હશે તો છોડ પર થયેલ આ નુકશાન ના ખુલા ભાગમાંથી રોગકારક પ્રવેશે છે ,
રોગ ત્રિકોણ પ્રમાણે એવું હવામાન થશે તો ઘાવ પડ્યો ત્યાંથી રોગ લાગશે ,
આનું લક્ષણ એ છે કે અમુક અમુક છોડની એકાદ ડાળી સુકાતી નજરે ચડશે , આખો છોડ નહિ
સિનોફોરા બલાઈટ માટે અઠવાડિયામાં બે વાર ઘાટો સ્પ્રે કરવો.
પ્લાન્ટોમાઈસીન ૩૦ ગ્રામ / પંપ અથવા
એલીએટ + કોસાઈડ ૩૦ ગ્રામ/ પંપ અથવા
કમ્પેનિયન ૩૦ ગ્રામ/પંપ અથવા
કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ/ પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ નો છંટકાવ કરવો.
દવા નો સમયસર છંટકાવ કરવો આવશ્યક છે એક બે દિવસનું પણ મોડું મરચી ના ઉત્પાદન માં મોટું નુક્શાન કરી જાય છે , આ રોગ ભર ચોમાસે આવે છે એ ખાસ યાદ રાખજો
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
0 comments