Showing posts with label .સીનોફોરા બ્લાઈટ. Show all posts
Showing posts with label .સીનોફોરા બ્લાઈટ. Show all posts
સીનેફોરા બ્લાઈટ : સીનોફોરા રોગકારક ને લીધે મરચીનો એક ડાલી નો સુકારો રોગ છે આ રોગ મરચી ફૂલેફાલે હોય ત્યારે દેખાય છે, પાંદડા ઉપર શરૂઆતમાં પાણી પોચા ડાઘ પડે છે, ફૂગના આ રોગ ઉપરથી નીચેની તરફ ફેલાય છે. ડાર્ક ગ્રે ફૂગ છોડ પર દેખાય છે. આ રોગ આવ્યો હોય તેના ફળમાં પણ કાળી ફૂગ લાગે છે. ભરચોમાસે આ રોગ મરચીમાં લાગે છે તેથી ઉત્પાદનમાં નુકશાન આપે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ છે. રોગકારક હાજર છે તમે મરચીની તોડાઈ કરો છો એટલે કે મરચીમાં ઘાવ પડેલો છે ત્યારે અથવા મજુરોથી કે પશુથી છોડની ડાળી ભાંગી છે તેના ઘાવમાંથી આ ફૂગ છોડમાં લાગી જાય છે. પછી ડાળી આખી સુકાય જાય છે અને મરચા પણ કાળા પડે છે.આને એક ડાળીનો સુકારો પણ કહે છે , આ રોગ આપણી બેદરકારીને લીધે વધુ લાગુ પડે છે
આ એક ફૂગથી થતો સીનોફોરા બ્લાઈટ નામનો રોગ છે. આ ફૂગ એમનામ કોઈ લીલા છોડને લાગતો નથી. પરુંતુ તમારા છોડમાં જો ઘાવ પડ્યો હોય, કોઈ ડાળી હાલતા ચાલતા કે મજુરોના પગથી ભાંગી ગઈ હોય અથવા એક બે દિવસમાં તમે મરચા ઉતાર્યા હોય અને છોડમાં તોડાઈ ને લીધે ડીટીયું તોડ્યું ત્યાં ઘાવ થયો હોય , અથવા તો ખેત ઓજાર ચલાવતી વખતે ડાલી તૂટી હોઈ તો ત્યાંથી આ ફૂગ ખાસ કરીને ચોમાસામાં પ્રવેશ કરે છે.
એટલે એમ નથી કે મરચા ઉતારવા નહિ, પરંતુ ક્યારે ના ઉતારવા તે સમજી લ્યો જો તેવા સમયે રાત ઠંડી હોય દિવસ ગરમ હોય રાત્રે ઝાકળ આવી હોય અને બીજા દિવસે સખ્ત તાપ પડે તો આ ફૂગ મરચીના છોડના ઘાવ કે ઇઝા થઇ છે ત્યાંથી પ્રવેશ કરી આ રોગ લાવે છે. ટૂંકમાં આ રોગ માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું વાતાવરણ જવાબદાર છે.
મરચીનો આ રોગનું નામ છે સીનેફોરા બ્લાઈટ,
આ રોગ મરચી ફૂલે ફાલે હોય અને વરસાદી માહોલ હોય ત્યારે અથવા મોટા ફોરે વધુ વરસાદ પડે ત્યારે ફેલાય છે આના ફેલાવા માટે વાડીમાં કામ કરતા મજુરોના કપડા દ્વારા, સાધનો દ્વારા, ખેડના સાધનો દ્વારા, તોડાઈને લીધે જે છોડ ઉપર ઘાવ પડ્યો હોય તેમાંથી અથવા હાલતા વખતે કોઈ ડાળી તૂટી હોય ત્યાંથી આ રોગ પ્રવેશે છે.
ભેજ વાળું અને ઊંચા તાપમાન આ રોગને માફક આવે છે. મરચીની ખેતીમાં રૂપિયા કમાવા કેટકેટલું ધ્યાન રાખવું પડે તે હવે તમને સમજાયું હશે.
વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે ,
જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી ને પાંદડા ઉપર પડી ને બીજા દિવસે સૂરજની તીવ્રતા વધુ હશે કારણ કે વાતાવરણ માં ધૂળ નથી ,
સખત તાપ પડશે , ઝાકળ છે તો જ્યાં મરચી ઈજા કે ઘાવ થયો છે ત્યાંથી આ ફૂગ લાગશે ,
સીનેફોરા બ્લાઈટના રોગ વાતાવરણના આવા બદલાવની સાથે જો મરચી ના છોડ માં તમારા કે મજૂરો દ્વારા મરચી ની ડાળી તૂટી તો ત્યાં પડેલ ઘાવ કે પછી તમે કાલે તોડાઈ કરી હશે તો છોડ પર થયેલ આ નુકશાન ના ખુલા ભાગમાંથી રોગકારક પ્રવેશે છે ,
રોગ ત્રિકોણ પ્રમાણે એવું હવામાન થશે તો ઘાવ પડ્યો ત્યાંથી રોગ લાગશે ,
આનું લક્ષણ એ છે કે અમુક અમુક છોડની એકાદ ડાળી સુકાતી નજરે ચડશે , આખો છોડ નહિ
સિનોફોરા બલાઈટ માટે અઠવાડિયામાં બે વાર ઘાટો સ્પ્રે કરવો.
પ્લાન્ટોમાઈસીન ૩૦ ગ્રામ / પંપ અથવા
એલીએટ + કોસાઈડ ૩૦ ગ્રામ/ પંપ અથવા
કમ્પેનિયન ૩૦ ગ્રામ/પંપ અથવા
કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ/ પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ નો છંટકાવ કરવો.
દવા નો સમયસર છંટકાવ કરવો આવશ્યક છે એક બે દિવસનું પણ મોડું મરચી ના ઉત્પાદન માં મોટું નુક્શાન કરી જાય છે , આ રોગ ભર ચોમાસે આવે છે એ ખાસ યાદ રાખજો
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.