વરસાદ પછીની માવજત - ૪ - આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે ?

 





વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ના હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે ,


જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.
પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
જયારે સતત વરસાદ આવે ત્યારે , જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,
સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.

અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે ,
આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે.
આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.

આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો નીતાર રહે.

કઈ દવા નું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી ,


આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 






0 comments