રોગકારક :
આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .
ભૂકીછારો થવાનું કારણ :
ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.
ભૂકીછારો ક્યારે આવે ?
શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.