આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર
સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે
એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો
પાક છે, આઠ મહિનાનો, તો પહેલા ૧ નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ =
૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨
મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે
તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે ત્યાંથી રોપ
લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન
બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા કેમ
નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....
☝
યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી, ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા .
કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે સૂત્ર કૃમિ નામની મૂળમાં થતી નરી આંખે ન દેખાતી અને છોડમાં મૂળમાં રહી ખોરાક લઇ લેતી અને ગાંઠો કરતી અને છોડને વધવા ન દેતી જીવાતે ખેતી પૂરી કરી નાખી,
બોલો ખેડૂતને પૂછતા જાણવા મળ્યું કે આ કૃમી તેને રોપ સાથે આવી અને ખેતરની પથારી ફરી ગઈ !
આજે 🌿મરચી ઉગાડનાર ખેડૂતો પણ રોપ જે તે નર્સરી પાસેથી સસ્તાના લોભે લાવે છે પણ સીધા ચોપી દે છે. સાવચેતી રૂપે તમારે મૂળને જંતુનાશકના દ્રાવણ માં બોળી બોળીને ફરજીયાત વાવેતર કરવું પડશે . આજ થી નક્કી કરો કોઈ રોપ કે છોડને પોતાના ખેતર માં પ્રવેશ કરતા પહેલા માવજત કરી ને વાવેતર કરવું ફરજીયાત છે .
આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા એક નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !! આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....
જો સૂત્રકૃમિ આવી તો આ જીવાતનું નિયંત્રણ ખુબ જ ખર્ચાળ અને અશક્ય છે વર્ષો સુધી વાવેતર બંધ કરો તો અટકે અથવા જમીનને ફ્યુમીગેશન દ્વારા સ્ટરીલાયઝ કરવાની તૈયારી રાખજો વધુ વિગતો વાંચવા માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો
--
--
જે ખેડૂતો અન્ય પ્રાંત માંથી કે માન્ય નર્સરી સિવાય રોપ લાગીને વાવે છે તે ખેડૂતોએ વાવેતર કરતા પહેલા રોપ સાથે નીમેટોડ આવી જતા નથી ને ? તેની ખાત્રી કરી લેવી જોઈએ અને નર્સરી માંથી લાવેલા રોપની વાવણી કરતા પહેલા તેના મૂળને જંતુનાશકના દ્રાવણમાં બોળીને વાવેતર કરવું જોઈએ.
આપના કહેવા પ્રમાણેના લક્ષણો દર્શાવે છે કે મૂળમાં થયેલ ગાંઠોના લક્ષણો લીધે તમારા ખેતરમાં નીમેટોડનો ઉપદ્રવ છે જે મરચી અને હવે પછીના તમારા પાકમાં નુકશાન કરશે.
નીમેટોડ એક કૃમિનો પ્રકાર છે અને તે મોલોઈડોગાઈન પ્રજાતિના હોય છે. તેનો ઉપદ્રવ શરુ થાય પછી નિયંત્રણ કરવું ખુબ કઠણ થઇ જાય છે.
આ કૃમિ મૂળ પ્રદેશમાં ગાંઠ બનાવીને મૂળ દ્વારા લીધેલો ખોરાક પર જીવે છે અને છોડ ને પોષણ મળવા દેતો નથી
આજે આપણા વિસ્તારમાં નેમેટોડ સૂત્ર કૃમિ જમીનમાં હતી નહિ પરુંતુ પરપ્રાંત અને અમાન્ય નર્સરીમાંથી લાવેલા બાગાયત અને શાકભાજીના રોપ સાથે સામેથી નિમેટોડનું દાનમાં લઈને પોતાની જમીનમાં કૃમિનો ઉપદ્રવ કરી પોતાના પગ પર કુહાડો માર્યો છે.
આમાંથી શું શીખવાનું છે ? રોપ સારી માન્ય નર્સરીમાંથી લેવો અથવા જાતે તૈયાર કરવો
કૃમિની દવા માટે અગાઉ માહિતી આપી છે તે ફરી જોઈ જાવ
મૂળમાં થતી આવી ગાંઠોના લક્ષણો નેમેટોડના લક્ષણો છે.
મૂળમાં ગાંઠો ગાંઠો થઇ જાય છે ,
આ આપણી જમીનમાં બીજે થી આવી જાય છે
દા .ત . નજરે ના દેખાય તેવી કૃમિ ઘણી વાર નર્સરી માંથી રોપા દ્વારા આપણી જમીનમાં આવી જાય છે,
તમારી જમીનમાં રૂટનોટ નેમેટોડ આવી ગઈ હોય તો તમારે જમીનજન્ય આ નરી આંખે દેખાય નહિ તેવી કૃમિ - નેમેટોડને મારવા દવાનો ઉપયોગ કરવો પડશે ,
હવે તમારી ખેતી માં ખર્ચ વધશે
નિયમિત લીંબોળી નો ખોળ વાપરવો પડશે ,
એરંડા ખોળ આપવો પડશે ,
જમીન નું ફ્યુમીગેશન કરવું પડશે ,
ગલગોટા ઉગાડીને જમીન માં દબાવવા પડશે
તેમ છતાં તેનો સંપૂર્ણ નાબૂદ કરવું ખુબ મુશ્કેલ છે તેથી આપણે આપણી ખેતી પદ્ધતિ માં બહાર થી આવતું કોઈ પણ મટેરીઅલ ખેતર માં પ્રવેશબંધી અથવા કાળજી લેવી પડશે
બીજાના ખેતર માંથી પાણી આવવું , ખેતર માં વાહનો નો પ્રવેશ , ખેતર માં બીજા કોઈ વ્યક્તિ ના ચપ્પલ સાથે આવતા નિંદામણ કે બીજા રોગ માટે , તમને ખબર હશે કે ગ્રીન હાઉસ માં પ્રવેશ કરો ત્યારે તમારે ફોર્માલ્ડિહાઇડ ના દ્રાવણ માં પગ બોલોને પ્રવેશ કરવાનો હોઈ છે