ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું
સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ?
મને ખબર છે તમારો જવાબ ના છે
તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી છે , એટલે 30 રૂપિયામાં પતે તેવો ઉકેલ તમને ક્યાંથી ગમે ? કારણ તમને 300 નું થર્મોમીટર મોંઘુ લાગે છે ને 180 વાળો પમ્પ વહાલો લાગે છે ......
આજેજ અત્યારે ગૂગલ ખોલીને ગણતરી કરો
આજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે શું તફાવત છે ? બાદબાકી કરો .....
જો આ તફાવત 15 ડિગ્રી કે તેથી વધુ થયો ? તો બીજે દિવસે તમારે સામાન્ય દવા સલ્ફર 80 % પાવડર છાંટી દ્યો ,જો આ તફાવત 14 થયો તો ના છાંટો
હા , આવું આજે થયું અને પાછું 5 દિવસ પછી થયું તો ફરીવાર છાંટી દ્યો , મજૂરી ખર્ચ વધુ લાગશે પણ મરચી ભુકીછારાથી બચી જશે
યાદ રાખજો ભૂકીછારાના રોગની સમયસર દવા છાંટીએ તો આ રસ્તો સરળ અને સસ્તોને ફાયદાકારક છે મોડું કરવા થી સફળતા મળતી નથી , પાંદડા ખરે પછી છાંટવું તે આપણી બેદરકારી ગણાય, અને તમે બેદરકાર નથી તે મને ખબર છે
નહીંતર પછી તો તમારે નવી આવેલી દવા છાંટવી પડે
કઈ દવા તે વાત માટે વાંચતા રહો આપણો બ્લોગ ખેતર ની વાત
|
|
|




Photo courtesy : google Image
0 comments