મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.
દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે
આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.
પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,
કારણ શું છે ? ઉપાય શું છે ?
અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો
અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો
ભર ચોમાસામાં મરચી સતત 12 કલાક વરસાદથી ભીની રહી હોય , વાતાવરણ માં 90 ટકા ભેજ હોય , સતત 14 કલાક મરચીના છોડ ભીના રહ્યા હોય , ખરાડ નીકળતા તમે બે કામ કદી કરતા નહિ એક :
દવા છાંટો તેની સાથે આવા સમયે સ્ટીકર કદી ઉમેરતા નહિ , ઉપરની વાતાવરણીય પરિસ્થિતિ હોય ત્યારે આવું કરશો તો બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનના ટપકાંઓ રોગ મરચીમાં આવવાની શક્યતા ખુબ વધી જશે
બીજું :
જો તમારી મરચીના પાનમાં બેક્ટેરિયલ લિફ્ટ સ્પોટ એટલે કે પાનના ટપકાનો રોગ દેખાય છે તો દવા સાથે તમે મેગ્નેશિયમનો સ્પ્રે કરશો તો પાનના ટપકાનો રોગ બેકાબુ થઇ જશે એટલે મરચીમાં પાનના ટપકાની અસર હોય તો મેગ્નેશીયમનો સ્પ્રે ત્યારે કરતા નહિ , ભલે તમને વેપારી આપે તો પણ નહિ ,મેગ્નેશીયમ મરચી માટે જરૂરી સૂક્ષ્મ તત્વ છે પણ ક્યારે ? જયારે પાનના ટપકાનો રોગનો ઉપદ્રવ હોય નહિ ત્યારે