મરચીમાં આવતો બીજો વાયરસ ચીલી વેઈનલ મોટેલ વાયરસ (CVMC) ના લક્ષણો મરચીમાં કેમ ઓળખવા ? નિયંત્રણ શક્ય છે ?



સીવીએમવી વાયરસ મરચી માટે પણ એફીડ મોલો જવાબદાર છે ટૂંકમાં વાયરસ ફેલાવનાર ચુસીયાનું નિયત્રણ કરો તો શક્ય છે અન્યથા તેનો બીજો કોઈ ઉકેલ નથી. મરચીમાં આ વાયરસથી પાંદડા કુક્ડાઈ જાય છે. પાનમાં ઘાટાલીલા ડાઘા પડે છે. થડ ઉપર પણ ઘાટા લીલા ડાઘ પડે છે. પાંદડા અનિયંત્રિત કઢંગા અને કુક્ડાઈ ગયેલા થઇ જાય છે. ફળો બનતા અટકી જાય છે. છોડ સાવ નિષ્ક્રીય અને વિકાસ અટકી જાય છે. પાન ઉપર તરફ વળે છે.

મરચીમાં ફરતે અને વચ્ચે વચ્ચે મકાઈ/જુવારના ચાસ કરો તેના ઉપર નિયમિત દવા છાંટો. રોગીષ્ટ છોડને દુર કરી બાલી નાખો, મરચીમાં એફીડ એટલે કે મોલોનું નિયંત્રણ કરતા રહો.
ઈમીડાક્લોપ્રીડ + એસીફેટ ૬ ગ્રામ/ પંપ અથવા
પ્રોફેનોફોસ ૨૫ મિલી/પંપ અથવા
લાન્સરગોલ્ડ અથવા મોવેન્ટો વારાફરતી છાંટી નિયંત્રણ કરતા રહો.




0 comments