
થ્રીપ્સને ઈંડા મુકવા છે પણ તેને કેવું વાતાવરણ થાય ? ત્યારે તે સંવનન કરે અને પછી માદા ક્યાં ઈંડા મૂકે? . સાવ સાદા દાખલા સાથે સમજીયે ,
૩-૪ ડિગ્રી તાપમાન ગઈ રાત કરતા આ રાતનું વધે તો આપણને શું થાય? ચાલો સમજીએ
દાખલા તરીકે તમે કુલર કે એસી વગરના રૂમમાં રાત્રે સુતા છો. થોડું વાતાવરણ ઠંડુ છે તમે ગોદડું ઓઢ્યું છે. રાત્રે વાદળા આવી જાય એટલે વાતાવરણ એટલે કે જમીનની ગરમી હવે ઠંડી થશે નહીં. એટલે રાત્રે તમને ગોદડુ કાઢી નાખવાનું મન થશે આવું બને ત્યારે તમે દોડીને ફળિયામાં જાવ અને જુઓ વાદળા છે? ગઈ રાત્રી કરતા આજની રાત્રિનો આ ૩-૪ ડિગ્રીનો વધારો થ્રીપ્સની નર-માદાને મેટિંગ સંવનન કરાવશે.
બીજા દિવસથી જ થ્રીપ્સની માદા ઈંડા મુકશે. ક્યાં મુકશે? પાન ઉપર સ્લીટ એટલે કે ચીરો કરીને પાનની વચ્ચે, ઈંડામાંથી બે દિવસમાં બચ્ચા બહાર આવી જશે. તમારે ઈંડાનાશક ક્યારે છાંટવાનું હોય ?
જ્યારે આગલી રાત કરતા ૩-૪ ડિગ્રી આ રાત્રે તાપમાન વધ્યું, વાદળા છે બસ તે રાતથી બે દિવસમાં તમારે ઈંડાંનાશક ટ્રાન્સ્લેમીનીયર છાંટી શકાય, આવું વાતાવરણ જેટલીવાર થાય તેટલીવાર દવા છાંટવી પડે એ ખાસ યાદ રાખો . નહિતર બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટમીક દવા બદલવાની અથવા મોટા નુકસાન માટે તૈયાર રહેવાનું,
તમારી પાસે પાંદડામાં થ્રિપ્સ ના બચ્ચા જોવાનો બિલોરી કાચ છે ? નથી તો તમારે થ્રિપ્સ ની ફરિયાદ કરવાનો હક્ક નથી
હવે કહેતા નહીં કે હું તો બહારગામ હતો, હું ભૂલી ગયો, બીજો નથી છાંટતો હું શા માટે છાંટું? દવા વાળાએ બીજી દવા દીધી, વગેરે વગેરે
તમારી મરચી હોય તો નિર્ણય તમારો હોવો જોઈએ. અને આપણે આજદી સુધી બીજાનો નિર્ણય ચલાવ્યો હવે નિયમ આધારિત ખેતી કરી રોજના રાત્રીના તાપમાન પર નજર રાખો .

Photo courtesy : google Image
0 comments