મરચીમાં ફાયટોપ્થોરા રોગ છે કે બેક્ટેરિયા વિલ્ટ નામનો રોગ છે તે કેમ ખબર પડે ?




વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,


મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી 

પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,

રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે

જયારે બેક્ટેરિયલ વિલ્ટમાં મરચીનો છોડના પીળા પાંદડા થયા વગર છોડ લીલે લીલો સુકાય.




આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 








400 x 90
--



1 comments