Showing posts with label .બેક્ટેરીયલ વિલ્ટ. Show all posts
Showing posts with label .બેક્ટેરીયલ વિલ્ટ. Show all posts
વર્ષો થી જે ખેતર માં મરચીનો પાક લેવાતો હોય અને જમીન માં નિતાર શક્તિ સારી ના હોય તો ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે સુકારો આપણા ગોંડલ વિસ્તારમાં ખુબ આવે છે,
મરચી ની ખેતી પાળા બનાવીને કરવાનો સમય આવી ગયો છે પરંતુ હજુ આપણે સમજતા નથી
પુષ્કળ ફળ લાગ્યા પછી આ રોગ ગોંડલના મરચી ઉગાડતા ગામો માં દેખાય છે ,
રોગ ના ચિન્હો માં છોડ ઘાટો લીલો બને, પાંદડા ઉપર પાણી પોચા ડાઘ પડે, થડ ઉપર કાળો ડાઘ અથવા ઉપરની ડાળીઓમાં કાળો ડાઘ દેખાય, ઘણી વખત ક્રીમ કલરની ફૂગના સ્પોર જોવા મળે
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
બંને રોગ છે અને બંને વાતાવરણમાંના બેક્ટેરિયાને લીધે થાય છે , બંને ને ઉગતા ડામો તો ફાયદો થાય ,
બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે સુકારો તેમાં છોડ લીલે- લીલો છોડ સુકાઈ જાય છે આવું એસિડિક પીએચ વાળી જમીનમાં વધુ થાય છે , આપણા રાજકોટ જિલ્લા માં આવી જમીન મોટાભાગે નથી , પછી ખબર નહિ ટાશ કે નકામો કાંપ ઉમેરીને કોઈએ બગાડી હોઈ તો ......
બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનનાં ટપકાનો રોગમાં પણ પર ટપક પડે છે જેમાં મરચી ના પાન ખરી પડે છે એટલે મોટુનુકશાન થાય છે
બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે બેક્ટેરિયા થી થતો સુકારો
મરચીનો આ સુકારો બેક્ટેરિયાથી થાય છે. ફૂગથી થતો સુકારો અને બેક્ટેરિયાથી થતો સુકારો અલગ અલગ હોય છે.
બેક્ટેરીયલ વિલ્ટનો સુકારો નીચેના પાન પીળા પડવાનું શરુ થાય છે અને એકા એક કાયમી માટે આખો છોડ સુકાય જાય છે. આખો છોડ પીળો પણ નથી પડ્યો હોતો ને લીલેલીલો છોડ સુકાય જાય છે. મૂળિયું ચીરતા તેના થડમાં ભૂખરા કલરનો ભાગ જોવા મળે છે એટલે કે અચાનક તેના મૂળ પાણી ખેંચવાનું બંધ કરી દે છે. આ જમીનજન્ય બેક્ટેરિયા થી થતો સુકારો છે.
જુના મૂળ અને થડમાં લાંબા સમય સુધી આ રોગ સચવાઈ રહે છે તેથી મરચીવાળા ખેતરમાં મરચી વાવવી નહિ. આ રોગ આવવાનુ કારણ ખેતી કરતી વખતે કે નીમેટોડ ડંખ થી કે જમીનજન્ય જીવાતના મૂળમાં પડતા ઘાવને લીધે ત્યાંથી આ રોગ દાખલ થાય છે.
ખુબ ઊંચું તાપમાન અને વધુ પડતો ભેજ આ રોગના ફેલાવા માટે જવાબદાર છે, પાણી દ્વારા પણ આ બેક્ટેરિયા બીજા છોડમાં સુધી ફેલાઈ શકે છે. પ્રથમ ચિહ્ન દેખાય ત્યારે તુરત જ મૂળ પાસે બેક્ટેરીસાઈડ જેવી કે એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાય્ક્લીન) ૧૨ ગ્રામ/ પંપ અથવા કોપર + ફોઝેટાઈલ ૩૦ ગ્રામ/ પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ડ્રેન્ચિંગ કરવું.