- 

વાવેતરના ૧૪ દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?
પહેલું મરચી ના પાક માં હજુ તંતુ મૂળ નો વિકાસ થતો હોઈ ત્યાં ક્યારા માં પાણી ભરાય રહે તો મરચી માં ઓક્સિજન ની ખામી ઉભી થાય એટલે નીચેના મૂળ કામ કરતા બંધ થયા હોઈ તો મરચી ને પાલર પાણી ને બદલે ટેક્નિકલ ઇરીગેશન આપો એટલે કે ડ્રિપ હોય તો જરૂર પૂરતુ જમીન ની ઉપરની સપાટી ભીની થાય એટલું પાણી આપો કારણ કે નીચે તો ભીનું છે ત્યાં પાણી ની જરૂર નથી એટલે વધુ પાણી આપીએ તો છોડ મરી જશે ,
પાન પીળા પાડવાનું બીજું કારણ લોહ એટલે કે ફેરસની ખામી હોઈ , માઈક્રોન્યુટ્રીયન્ટ છાંટો તે લેવા જાવ તો ચીલેટેડ ફોર્મ માં લેજો તો કામ કરશે ,
ત્રીજું જો પાંદડા 12 કલાક થી વધુ ભીના રહ્યા હોઈ તો કોપર સાથે સ્ટ્રેપ્ટોસાયક્લીનનો છંટકાવ કરો બેક્ટેરિયા ના કારણે પણ ના ટપક ના રોગ થી છોડ ને બચાવી શકાય
પી એસ એ પી ખાતર 200 ગ્રામ પેકીંગ જે 15 લીટર માં પમ્પ માં પાકની અવસ્થા મુજબ 5 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે 75 ગ્રામ નાખી ને છંટકાવ કરવો , આ ખાસ પ્રકારનો રિસર્ચ મોલેક્યુલ મરચી માં એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેશ એટલે કે તણાવ દૂર કરી છોડ ને રોગ સામે પ્રતિકારક અને તંદુરસ્ત બનાવે છે , વધુ વીગત માટે બ્લોગ માં નીચે પ્રસ્ન પૂછવાના વિભાગ માં પ્રશ્ન કરો

Photo courtesy : google Image
0 comments