મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.
દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે
આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.
પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,
કારણ શું છે ? ઉપાય શું છે ?
અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો
અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો
સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
મરચી ની ઉપજ વધુ મળે તેવા ખાતરો ના પ્રયોગ વિશેની ખબર હોય
મરચીના ઉત્પાદન વધુ લેવા યુરિયાનો પ્રયોગ એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ના થાય તે જોવું
કોઈ કહે અમારું આ ખાતર વાપરો
કોઈ કહે અમારું ઓર્ગનિક ખાતર વાપરો
કરવું શું ?
ઉપજ વધારવી છે પણ ખોટું ખાતર વપરાય જાય તો પણ જોઈએ તેટલો ફાયદો થાય નહિ
તમારી મરચી જમીનમાંથી તમે આપેલું ખાતર મેળવે છે તે મૂળ મજબૂત હોવા જોઈએ
મરચી નબળી હોઈ તો મૂળના સારા વિકાસ માટે મરચીના થડે થડે ઝેનક્રેસ્ટનું માઈકોઝેન નું ડ્રેનચિંગ કરો
પછી જુવો કમાલ , મરચી થશે ફૂલફટાક .
મરચીના મૂળ જ એવા હોય કે જે ખાતર આપો કે તે સીધું આપણા મરચાનું વજન વધારે
રોગના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
પીએસએપી નવા ખાતર વિશે જાણી રાખો
એક વિશિષ્ટ પ્રકારનું નવું મોલેક્યુલ કે જેમાં આપણે જોઈએ છે તે પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ છે. પીએસએપી એ ટોનિક નથી પરંતુ છોડને રક્ષણ આપતી રસી છે. વધુ વિગત માટે મોબાઇલ કરો - 9825229766
પીએસએપીના પ્રયોગ પછી છોડમાં શું થાય છે ? ૧. છોડ જીવાત અને રોગ સામે ન છાંટેલા છોડ કરતા 70% જેટલો અલગ પડે છે ૨. પાન લીલા , પહોળા અને તંદુરસ્ત થાય છે. ૩. નવી ફૂટ સાથે પુષ્કળ ફળ લાગતા રહે છે. ૪. મરચીના છોડમાં લાગેલા મરચાનું વજન વધે છે
પીએસએપી વાપરવું ક્યારે ?
1. મરચીમાં ફૂલો આવવાનું શરુ થાય ત્યારથી મરચા લાલ થાય ત્યાં સુધી
તમારા મિત્રોને પણ આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડો અને તેને પણ આ નવા સમાચાર આપો
આ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે
કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા એન્ડ રોટ લાગુ પડે છે
મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વની ખાસ આવશ્યકતા હોય છે તે ખાસ યાદ રાખવું .
જમીન ચકાસણીના આધારે જો ૭ પીએચ થી વધુ એટલેકે 8 પીએચ હોઈ તો વીઘે ૧.૬ થી ૨.૦ ટન જીપ્સમ નાખો , જીપ્સમ ઉમેરવાથી કેલ્શિયમ વધે છે PH એમનેમ રહે છે, જીપ્સમ વરસાદ પહેલા નાખો તો વધુ ફાયદો થાય છે
શાકભાજીના પાક માં કેલ્શિયમની ખાસ જરૂર છે તે માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરી શકો
વધુ વરસાદમાં મેગ્નેસીયમની ખામી વધે છે તે યાદ રાખો
કેલ્શિયમ અને પોટાસીયમનો વધુ પડતો વપરાશ થવાથી MgSo4 magnesium shulphate મેગ્નેશિયમની ખામી ઉભી થાય છે આવા સમયે મેગ્નેશિયમની પુરતી કરજો , વધુ ઉપજ લેવા માટે આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખજો .
બોરોનની ખામી દૂર કરવા માટે એકરે સોલ્યુબોર ૮૦૦ ગ્રામ આપો અથવા સેફગાર્ડ /નેનોગાર્ડ ડ્રિપ માં 500 મિલી ડ્રિપ માં ચડાવો
ઝીંક ની પૂરતી કરવા માટે ઝીકસલ્ફેટ ૫ કિલો નાખો
યાદ રાખો બોરોન અને ઝીંક સાથે ભેળવવાનું નથી
આવી નાની નાની વાતો તમને કોઈ કહેશે નહિ તમારી પાસે જાણકારી - માહિતી હોવી જોઈએ આવી માહિતી આપતા ગ્રુપ સાથે સતત જોડાયેલા રહો , એક એક નાની માહિતી તમારી ખેતીની આવક વધારી શકે છે , આ માહિતી બીજાને શેર કરો
--
--
મરચીની ખેતી માટે જમીનનો પીએચ ૭ થી ૮.૫ વચ્ચે હોય તો મરચીની ખેતી માટે સારું છે.
તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.
તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.
હવે જો તમે મરચીની ઉત્તમ ખેતી કરવાની ઈચ્છા ધરાવો છો ત્યારે તમારી પાસે પૃથ્થકરણ ના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,
તમારી નજીક માં રાનડે માઈક્રોનુટ્રીઅન્ટ કે એરીસ એગ્રો કે યારા ફર્ટિલાઇઝર બનાવતી કંપની ના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માં તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી સારી થાય.
મરચી ના છોડની રોજની અગવડતા દૂર કરી વિકાસ કરાવવા અને તણાવ માંથી બહાર કાઢવા આ કરવું જરૂરી છે મિત્રો
વાવેતરના ૧૪ દિવસ પછી મરચીના પાન પીળા પડે છે તો શું કરવું ?
પહેલું મરચી ના પાક માં હજુ તંતુ મૂળ નો વિકાસ થતો હોઈ ત્યાં ક્યારા માં પાણી ભરાય રહે તો મરચી માં ઓક્સિજન ની ખામી ઉભી થાય એટલે નીચેના મૂળ કામ કરતા બંધ થયા હોઈ તો મરચી ને પાલર પાણી ને બદલે ટેક્નિકલ ઇરીગેશન આપો એટલે કે ડ્રિપ હોય તો જરૂર પૂરતુ જમીન ની ઉપરની સપાટી ભીની થાય એટલું પાણી આપો કારણ કે નીચે તો ભીનું છે ત્યાં પાણી ની જરૂર નથી એટલે વધુ પાણી આપીએ તો છોડ મરી જશે ,
પાન પીળા પાડવાનું બીજું કારણ લોહ એટલે કે ફેરસની ખામી હોઈ , માઈક્રોન્યુટ્રીયન્ટ છાંટો તે લેવા જાવ તો ચીલેટેડ ફોર્મ માં લેજો તો કામ કરશે ,
ત્રીજું જો પાંદડા 12 કલાક થી વધુ ભીના રહ્યા હોઈ તો કોપર સાથે સ્ટ્રેપ્ટોસાયક્લીનનો છંટકાવ કરો બેક્ટેરિયા ના કારણે પણ ના ટપક ના રોગ થી છોડ ને બચાવી શકાય
પી એસ એ પી ખાતર 200 ગ્રામ પેકીંગ જે 15 લીટર માં પમ્પ માં પાકની અવસ્થા મુજબ 5 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે 75 ગ્રામ નાખી ને છંટકાવ કરવો , આ ખાસ પ્રકારનો રિસર્ચ મોલેક્યુલ મરચી માં એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેશ એટલે કે તણાવ દૂર કરી છોડ ને રોગ સામે પ્રતિકારક અને તંદુરસ્ત બનાવે છે , વધુ વીગત માટે બ્લોગ માં નીચે પ્રસ્ન પૂછવાના વિભાગ માં પ્રશ્ન કરો